Homeરસોઈશરીરનો કોઈ પણ દુ:ખાવો દુર કરવા ખુબજ ઉપયોગી મેથીના લાડવા, જાણો મેથીના...

શરીરનો કોઈ પણ દુ:ખાવો દુર કરવા ખુબજ ઉપયોગી મેથીના લાડવા, જાણો મેથીના લાડવા બનાવવાની રીત

આજે અમે તમારા માટે મેથીના લાડવા બનાવવાની રીત લઈને આવ્યા છીએ. કારણ કે મેથી આપણા શરીર માટે ખુબ જ ગુણકારી અને ઉપયોગી છે. જો આપણા શરીરમાં કોઈપણ જાતનો દુ:ખાવો હોય તો એમાં મેથી ખુબ મદદરૂપ બને છે. એટલે આપણા માટે મેથી ખાવી ખુબજ ગુણકારી હોય છે પણ મેથી આપણે ડાયરેકટ ખાઈ શકતા નથી કારણ કે કડવી હોય છે એટલા માટે આવી રીતે લાડવા બનાવીને તેનું સેવન કરવાથી ખુબજ સારું રહે છે.

સામગ્રી:-

૧ વાટકો અડદ નો લોટ

૧ વાટકો ઘઉં નો લોટ

૧ વાટકા થી ઓછું મેથી નો લોટ

૧ વાટકો દળેલી સાકર

૧ વાટકો ગોળ

૧ વાટકો છીણેલું કોપરું

૨ ચમચી સુંઠ પાવડર

૨ ચમચી ગંઠોડા પાવડર

૨ ચમચી ચા નો ગરમ મસાલો

૧ વાટકો ગુદંર તળેલો

૨ ચમચી દૂધ ની મલાઈ

૪૦૦ ગ્રામ ઘી

૧૦ નંગ બદામ

૪ ચમચી કાજુ ના ટુકડા

૪ ચમચી દ્રાક્ષ

બનાવાની રીત:-

પેનમાં ગુદંર ને ધીમા તાપે ગરમ કરી લો, હવે એને પ્લેટ માં કાઢી ઠંડું પડવા દો, પેનમાં ઘી મૂકી તેમાં એને તળી લેવા, અને પ્લેટ માં કાઢી લેવા. ત્યાર બાદ પેનમાં ઘી મૂકવું ઘી ગરમ થાય એટલે તેમાં અડદનો લોટ નાખી તેને ધીમા તાપે શેકવો,

જ્યારે બદામી રંગ થાય એટલે તેમાં ઘઉં નો લોટ નાખી ધીમા તાપે શેકવો ઘી ની જરૂર પડે તો ઉમેરી મિક્સ કરવું ત્યાર પછી હવે એકદમ દાણા દાળ શેકાઈ જાય એટલે તેમાં છીણેલું કોપરું અને અધકચરો બદામ, કાજુ નો ભૂકો નાખી મિક્સ કરવું જેથી એ ક્રીસપી શેકાઈ જાય, પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી દેવો.

પેન ને ગેસ ઉપર જ રહે વા દેઈ ને એમાં કતરી કરેલો ગોળ, મલાઈ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો હવે એમાં ઘી ની જરૂર પડે તો ઉમેરી દેવું હવે એમાં દળેલી સાકર, તળેલો ગુદંર, સૂંઠ, ગંઠોડા, પાવડર, ચા નો ગરમ મસાલો, નાખી મિક્સ કરી હલાવી લેવું,

સહુથી છેલ્લે મેથી પાવડર નાખી મિક્સ કરવું, હવે એના લાડવા વાળી લેવા, હવે આપણા શિયાળાના પૈષ્ટિક મેથી ના લાડવા તૈયાર. એને ઠંડા થવા દેવા, મેથી પાવડર, સુંઠ પાવડર, ગંઠોડા પાવડર સ્વાદ અનુસાર લેવા.

રેસીપી સૌજન્ય:- મયુરીબેન દોશી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments