Homeધાર્મિકમહાભારત યુદ્ધના આ ગુપ્ત રહસ્યો વિષે જાણીને થઈ જશો આશ્ચર્યચકિત...

મહાભારત યુદ્ધના આ ગુપ્ત રહસ્યો વિષે જાણીને થઈ જશો આશ્ચર્યચકિત…

મહાભારતને હિન્દૂ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ ગ્રંથ  માનવામાં આવે છે મહાભારતમાં અનેક બાબતો છે, જેને આપણે જીવનમાં લેવી જોઈએ. આજે અમે મહાભારત યુદ્ધના એવા 5 રહસ્યો વિષે જણાવીશું કે, જેના વિષે તમે ક્યારેય નહીં જાણ્યું હોય.

મહાભારત યુદ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે નહોતું થયું. તમને જાણીને આશ્ચર્ય થશે કે, મહાભારતમાં ન તો કૌરવોએ યુદ્ધ લડ્યું કે ન તો પાંડવોએ. કુરુ વંશને કૌરવ કહેવામાં આવે છે. આ યુદ્ધમાં કુરુ વંશના એકમાત્ર યોદ્ધા ભીષ્મ હતા. એ જ રીતે, પાંડુને પુત્ર જ ન હતા, તો પાંચએ કુંતી પુત્રોને પાંડવો કેમ કહી શકાય?

એકલવ્યનો પુત્ર પણ મહાભારત યુદ્ધ લડ્યો હતો. એક યુદ્ધમાં શ્રી કૃષ્ણના હાથે એકલવ્યનું મૃત્યુ થયું હતું, તેથી તેનો પુત્ર કેતુમાન ગાદી પર બેસે છે. આ કેતુમાન કૌરવ સૈન્ય વતી પાંડવો સાથે યુદ્ધ લડે છે. મહાભારત યુદ્ધમાં કેતુમાન ભીમના હાથથી મૃત્યુ પામે છે.

મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણની નારાયણી સેના કૌરવો વતી પાંડવો સામે યુદ્ધ લડી હતી, પરંતુ બલારામ, શ્રી કૃષ્ણ અને તેના પુત્રો મહાભારત યુદ્ધ લડ્યા નહોતા. શ્રી કૃષ્ણને પ્રદ્યુમ્ન અને સામ્બ સહિત 16 મહારાથી પુત્રો હતા.

મહાભારત યુદ્ધમાં 100 કૌરવો અને તેમના બધા પુત્રો મૃત્યુ પામ્યા હતા. યુદ્ધ પૂરું થયા પછી પાંડવ પત્ની દ્રૌપદીના પાંચ પુત્રો પ્રતિવિન્ધ્ય, સુતસોમ, શ્રુતકર્મા, શતાનીક અને શ્રુતસેન કરુક્ષેત્ર યુદ્ધ ભૂમિના એક ઓરડામાં સૂતા હતા ત્યારે અશ્વત્થામાએ તેઓને કપટથી મારી નાખ્યા હતા. અર્જુન અને સુભદ્રાના પુત્ર અભિમન્યુને પણ કપટથી મારી નાખવામાં આવ્યો હતો. મહાભારત મુજબ પાંડવોને કુલ 11 પુત્રો હતા, પરંતુ યુદ્ધ પછી તેમનો વંશ નાશ પામ્યો હતો. 

મહાભારત યુદ્ધ પહેલા અભિમન્યુના લગ્ન રાજા વિરાટની પુત્રી ‘ઉત્તરા’ સાથે થયા હતા. ઉત્તરાએ એક મૃત બાળકને જન્મ આપ્યો હતો. પાંડવોના વંશ માટે શ્રી કૃષ્ણએ અભિમન્યુના પુત્રને જીવિત કર્યો હતો. જેનું નામ પરીક્ષિત રાખવામાં આવ્યુ હતું. મહાભારત યુદ્ધમાં પાંડવોના પક્ષમાંથી રાજા વિરાટ અને તેનો પુત્ર ઉત્તર, શંખ અને શ્વેત, સાત્યકીના દસ પુત્રો, અર્જુન પુત્ર ઇરાવાન, દ્રુપદ, દ્રૌપદીના પાંચ પુત્રો, ધૃષ્ટદ્યુમ્ન, શિખંડી, કૌરવ પક્ષના કલિંગરાજા ભાનુમાન, કેતુમાન, પ્રાચ્ય, સૌરવી, ક્ષુદ્રક અને માલવ વીર વગેરે મૃત્યુ પામ્યા હતા.

લાખો લોકોના મૃત્યુ થવાથી કૌરવ સેનાના લગભગ 24,165 સૈનિકો ગુમ થઈ ગયા હતા, મહાભારત યુદ્ધ પછી, કૌરવોમાંથી ફક્ત 3 યોદ્ધાઓ અને પાંડવોમાંથી 15 યોદ્ધાઓ એમ કુલ 18 યોદ્ધાઓ જ રહ્યા હતા. મહાભારત યુદ્ધના અંત પછી કૃતવર્મા, કૃપાચાર્ય, યુયુત્સુ, અશ્વત્થામા, યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ, સહદેવ, શ્રી કૃષ્ણ, સાત્યકી વગેરે યોદ્ધાઓ જીવિત રહ્યાં હતા. આ ઉપરાંત ધૃતરાષ્ટ્ર, દ્રૌપદી, ગાંધારી, વિદુર, સંજય, બલારામ, શ્રી કૃષ્ણ વગેરે પણ જીવિત હતા. 

યુદ્ધ પછી ગાંધારીના શ્રાપને કારણે શ્રી કૃષ્ણના કુળમાં પણ યુદ્ધ થયું, જેમાં શ્રી કૃષ્ણના બધા જ પુત્રો મૃત્યુ પામ્યા. આ જોઈને બલારામે પણ સમુદ્રના કિનારે સમાધિ લઈ લીધી. પ્રભાસના ક્ષેત્રમાં, કૃષ્ણને પગમાં એક તીર મારવામાં આવ્યું હતું, જેના કારણે તેનું પણ મૃત્યુ થયું. આમ ગાંધારીના શ્રાપને કારણે યાદવ કુળનો પણ નાશ થયો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments