મહાભારતમાં એવી ઘણી ઘટનાઓ છે જે વ્યક્તિને ભાવનાત્મક કરી દે છે. જેમ કે, ખૂબ જ નાની ઉંમરે અભિમન્યુને કપટથી માર્યો, દ્રોણાચાર્ય અને કર્ણને પણ કપટથી માર્યા, પરંતુ આ યુદ્ધની ઘટનાઓ છે. યુદ્ધ સિવાય ઘણી એવી વાર્તાઓ છે જેમાંથી આપણને પ્રેરણા મળે છે, તો આજે આપણે મહાભરતની એવી પાંચ મહિલાઓ વિષે જાણીશું કે, તેમના લગ્ન તેમની ઇચ્છાથી વિરુદ્ધ કરવામાં આવ્યા હતા.
1. કાશીરાજની 3 પુત્રીઓનું હરણ :-
“અંબા, અંબાલિકા અને અંબિકા” આ કાશીરાજની ત્રણ પુત્રીઓ હતી. ભીષ્મએ કાશીરાજની 3 પુત્રીઓનું હરણ કર્યું હતું અને તે તેના લગ્ન વિચિત્રવીર્યા સાથે કરવા માંગતા હતા, કારણ કે ભીષ્મ એ ઇચ્છતા હતા કે તેના પિતા શાંતનુનો પરિવાર વધે. આ ત્રણેય રાજકુમારીના હરણ કર્યા બાદ બે રાજકુમારી અંબાલિકા અને અંબિકાના લગ્ન વિચિત્રવિર્ય સાથે કરવામાં આવ્યા.
સૌથી મોટી રાજકુમારી અંબાને કાઢી મુકવામાં આવી, કારણ કે, તે શાલ્વરાજને પ્રેમ કરતી હતી. ત્યારબાદ જયારે અંબા શાલ્વરાજ પાસે ગઈ તો તેણે પણ તેની સાથે લગ્ન કરવાની ના પાડી ત્યારે અંબા ભીષ્મ પાસે આવી પરંતુ ભીષ્મએ પણ તેની વાત સાંભળી નહીં. પછી આ અંબા પરશુરામ પાસે ગઈ પણ પરશુરામ આ બાબત વિષે કોઈ જવાબ આપી શક્યા નહીં કારણ કે ભીષ્મ તેમના શિષ્ય હતા. ત્યારબાદ અંબાએ ભગવાન શંકરનું ધ્યાન કર્યું, અને ભગવાન શિવ પ્રસન્ન થયા અને અંબાને એક વરદાન આપ્યું કે તમે ભીષ્મના મૃત્યુનું કારણ બનશો. આ પછી અંબાએ પોતાનો જીવ છોડી દીધો અને શિખંડી તરીકે જન્મ લઈ ભીષ્મના મૃત્યુનું કારણ બન્યા હતા.
2. ગાંધારી :-
એવું કહેવાય છે કે, ગાંધારીએ ધૃતરાષ્ટ્ર સાથે મજબૂરીથી લગ્ન કર્યા હતા. તેનું કારણ પણ ભીષ્મ હતા. આંધળા મહારાજ ધૃતરાષ્ટ્રના લગ્ન, ભીષ્મએ ગાંધાર રાજાની રાજકુમારી ગાંધારી સાથે બળપૂર્વક કરાવ્યા હતા.
3. ભાનુમતી :-
ભાનુમતી કામ્બોજના રાજા ચંદ્રવર્માની પુત્રી હતી. ભાનુમતિ ખૂબ જ સુંદર, આકર્ષક, બુદ્ધિશાળી અને શક્તિશાળી સ્ત્રી હતી. તેની સુંદરતા અને શક્તિના કારણે તેના સ્વયંવરમાં શિશુપાલ, જરાસંધ, રુક્મી, વક્ર, કર્ણ વગેરે રાજાઓ સાથે દુર્યોધન પણ ગયો હતો. એવું કહેવામાં આવે છે કે, જ્યારે ભાનુમતી તેના હાથમાં માળા લઈને તેની દાસી અને અંગરક્ષકો સાથે દરબારમાં આવી અને એક પછી એક બધા રાજાઓ પાસેથી પસાર થઈ, ત્યારે તે દુર્યોધન સામેથી પણ પસાર થઈ. દુર્યોધન એવું ઈચ્છતો હતો કે ભાનુમતી તેને માળા પહેરાવે, પરંતુ આવું બન્યું નહીં.
ભાનુમતી દુર્યોધન સામેથી આગળ જતી રહી. તેથી દુર્યોધન ગુસ્સે થયો અને ભાનુમતીના હાથમાંથી માળા આંચકી અને પોતે જ પોતાના ગળામાં પહેરી લીધી. આ દૃશ્ય જોઈને બધા રાજાઓએ તલવારો કાઢી. આવી સ્થિતિમાં દુર્યોધને ભાનુમતીનો હાથ પકડ્યો અને તેને મહેલની બહાર લઈ જતી વખતે બધા યોદ્ધાઓને કહ્યું કે કર્ણને પરાજિત કરીને મારી પાસે આવજો. અર્થાત્, તેણે બધા જ યોદ્ધાઓને કર્ણ સાથે યુદ્ધ કરવાનું કહ્યું જેમાં કર્ણએ બધાને પરાજિત કર્યા. આમ ભાનુમતીની ઈચ્છા ન હોવા છતાં દુર્યોધને તેની સાથે લગ્ન કર્યાં હતા.