Homeજયોતિષ શાસ્ત્રમહામૃત્યુંજય મંત્ર અકાળ મૃત્યુ અને રોગોથી આપે છે મુક્તિ, તેનો જાપ કરતી...

મહામૃત્યુંજય મંત્ર અકાળ મૃત્યુ અને રોગોથી આપે છે મુક્તિ, તેનો જાપ કરતી વખતે કરો આ નિયમોનું પાલન.

મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુના ભયથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે, આ મંત્રનો જાપ કરવાથી બધા જ રોગો પણ મટી જાય છે. સ્નાન કરતી વખતે આ મંત્ર બોલવાથી આરોગ્યતા પ્રાપ્ત થાય છે. આ મંત્રનો જાપ ખૂબ જ લાભપ્રદ છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી મનુષ્યના જીવનના અનેક રોગો આપોઆપ દૂર થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે, આ મંત્રનો જાપ કરતી વખતે જો તમે તેને દૂધને જોશો અને પછી તે દૂધ પીશો તો યૌવનનું રક્ષણ મળે છે. ક્ષમતા અનુસાર આ મંત્રનો જાપ કરી શકાય છે અથવા વિશેષ સંજોગોમાં પૂજારી દ્વારા આ મંત્રનો જાપ કરી શકાય છે. જો તમે ઘરે આ મંત્રનો જાપ કરી રહ્યા છો, તો તમે જેટલા દિવસ જાપ કરો છો તેટલા દિવસ સુધી નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ચાલો જાણી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતી વખતે ક્યાં નિયમોનું પાલન કરવું જોઈએ…

– શાસ્ત્રોમાં મંત્રોચ્ચાર કરતી વખતે સ્પષ્ટપણે ઉચ્ચારણનું ખુબ જ વધારે મહત્વ જણાવવામાં આવ્યું છે. તેથી, જાપ કરતી વખતે ઉચ્ચારની શુદ્ધતાનું ધ્યાન રાખો.

– જાપ કરતી વખતે માળાથી જ જાપ કરો, કારણ કે સંખ્યાહીન જાપનું ફળ પ્રાપ્ત થતું નથી. દરરોજ ઓછામાં ઓછી એક માળાના જાપ પૂર્ણ કરીને જ ઉભું થવું જોઈએ.

– જાપ ક્યારેય પહેલા દિવસ કરતા બીજા દિવસેઓછી વખત કરવા ન જોઈએ. તમે શક્ય તેટલા વધારે જાપ કરી શકો છો.

– મંત્રનો જાપ કરતી વખતે સ્વર હોઠમાંથી બહાર ન આવવો જોઈએ. ધીમા અવાજમાં મૌન મંત્રનો જાપ કરવો જોઈએ.

– રુદ્રાક્ષની માળાથી જ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો.

– જાપ કરતી વખતે માળાને ગૌમુખીમાં ઢાકીને રાખો.

– જાપ કરતા પહેલા ભગવાનની સામે ધૂપ દીપ પ્રગટાવવા. જાપ દરમિયાન દીવો કરવો અનિવાર્ય છે.

– આ મંત્રનો જાપ કરતી વખતે શિવજીની એક મૂર્તિ, ફોટો, શિવલિંગ અથવા મહામૃત્યુંજય યંત્ર પાંચમાંથી કોઈ એકને પાસે રાખો.

– મંત્ર જાપ હંમેશા કુશા મુદ્રામાં બેસીને જ કરવામાં આવે છે. તેથી મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કુશા મુદ્રામાં કરો.

– મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતી વખતે અથવા પૂજા-પાઠ કરતી વખતે તમારો ચહેરો પૂર્વ દિશા તરફ રાખો.

– જો તમે શિવલિંગને પાસે રાખીને જાપ કરો છો, તો પછી તેના પર પાણી અથવા દૂધથી અભિષેક કરો.

– જાપ કરવા માટે શાંત સ્થાન પસંદ કરો, જેથી જાપ દરમિયાન મન ભટકતું ન રહે.

– જાપ દરમિયાન આળસ ન કરવી જોઈએ. તમારું ધ્યાન ભગવાનના ચરણોમાં રાખવું જોઈએ.

– તમે જે દિવસે જાપ કરો તે દિવસે તામસિક ચીજો જેવી કે, માંસ, દારૂ, લસણ, ડુંગળી અથવા કોઈપણ પ્રકારની માદક પદાર્થોનું સેવન કરવું જોઈએ નહીં.

– તમે જે સ્થાન પર બેસીને પ્રથમ દિવસે મંત્રનો જાપ કર્યો હોય પ્રતિદિન તે સ્થાન બેસીને જ જાપ કરો .

– જાપ દરમિયાન વચ્ચે કોઈની સાથે વાતચિત ન કરો, અને સાંસારિક બાબતોથી દૂર રહો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments