સત્ય અને અહિંસાના પાલનહાર “મહાત્મા ગાંધીજી”ના અનમોલ વિચારો…

282

દેશને અગ્રજોના શાસનમાંથી આઝાદી અપાવવામાં જેની ભૂમિકાને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, તે આપણા રાષ્ટ્રપિતા “મહાત્મા ગાંધીજી” છે. મહાત્મા ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તેમનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. 

તેમના પિતાનું નામ કરમચંદ ગાંધી અને તેમની માતાનું નામ પુતળીબાઈ હતું. ગાંધીજીના પત્નીનું કસ્તુરબા હતું. ગાંધીજી મહાન વિચારસરણી ધરાવતા સામાન્ય માણસ હતા. એક સાધારણ પરિવારમાં જન્મેલા ગાંધીજી તેમના અનમોલ વિચારો દ્વારા વિશ્વભરમાં મહાન બન્યા. તેમણે વિશ્વને સત્ય અને અહિંસાનો પાઠ શીખવ્યો. તો ચાલો આપણે જાણીએ બાપુના અનમોલ વિચારો વિશે, જેનું આપણે પાલન જોઈએ.

– વ્યક્તિ તેના વિચારો સિવાય કંઈ જ નથી, તે જે વિચારે છે તે બની જાય છે.

– કમજોર ક્યારેય ક્ષમા કરી શકતા નથી. ક્ષમા એ શક્તિશાળીની નિશાની છે.

– તાકાત શારીરિક શક્તિથી નથી આવતી. તે અદ્રશ્ય ઇચ્છાશક્તિથી આવે છે.

– ધીરજનો થોડો ભાગ પણ એક ટન ઉપદેશથી વધુ સારો છે.

– ગૌરવ લક્ષ્ય સુધી પહોંચવા માટે નથી પણ લક્ષ્ય સિદ્ધ કરવાના પ્રયાસ માટે છે.

– આપણે શું કરીએ છીએ અને આપણે શું કરી  શકીશું, તેના વચ્ચેનો તફાવત દુનિયાની મોટાભાગની સમસ્યાઓ દૂર કરવા માટે પૂરતો હશે.

– કોઈ દેશની મહાનતા અને તેની નૈતિક પ્રગતિનો અંદાજ આપણે ત્યાંના લોકો સાથેના વર્તન વ્યવહારથી જાણી શકએ છે.

– કોઈ કાયર પ્યાર કરી શકતો નથી. આ બહાદુરીની નિશાની છે.

– તમે જે બોલો છો તે સરળ છે. પરંતુ તમારા માટે તે કરવું ખૂબ જ  અઘરું છે.

– મહાત્મા ગાંધી

Previous articleશું તમને પણ થાય છે માથાનો દુખાવો, તો અપનાવો આ પાંચ ઘરેલું ઉપાય, જે તમને આપશે તરત રાહત…
Next articleસરગવો તમારા સ્વાસ્થય માટે છે ખુબ જ ફાયદાકારક, જાણો તેનું મસાલેદાર શાક બનાવવાની રીતે…