લોકો હોટલમાં, જાય છે ત્યારે ઘણી વાર એવું વિચારે છે કે સલાડ તો મફતમાં મળી જશે. પરંતુ આજના સમયમાં હોટલમાં સલાડ ખાવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે. સલાડ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણા લોકો તેમના આહારમાં વિવિધ પ્રકારનાં સલાડનો સમાવેશ કરે છે. પુણેની એક મહિલાએ સલાડ વેચવાનો વ્યવસાય ચાલુ કર્યો છે.
પુણેની “મેઘા બાફના”એ વર્ષ 2017 માં સલાડ વેચવાનો વ્યવસાય શરૂ કર્યો હતો. તે તેના ઘરે જ સલાડ બનાવતી અને તે સોશિયલ મીડિયા દ્વારા અન્ય લોકોને શેર કરતી હતી. થોડા સમય બાદ તેને ધીરે ધીરે ઓર્ડર મળવા લાગ્યા. મેઘાને તેના મિત્રો દ્વારા પહેલા જ દિવસે 5 ઓર્ડર મળ્યા હતા. લોકો કહેતા હતા કે, મેઘાએ બનાવેલ સલાડ ખુબ જ સ્વાદિષ્ટ છે.
ધીરે ધીરે તેના વધારે ઓર્ડર મળવા લાગ્યા. આજે મેઘા બાફના એક બિઝનેસવુમન તરીકે જાણીતા બની ગયા. તેણે આ વ્યવસાય માત્ર 3,000 હજાર રૂપિયામાંથી શરૂ કર્યો હતો. પરંતુ આજે તેણે આ વ્યવસાયમાંથી લગભગ 22 લાખ રૂપિયાની કમાણી કરી છે.
મેઘા દરરોજ સવારે સાડા ચાર વાગ્યે ઉઠીને સલાડના પેકેટ તૈયાર કરે છે. શાકભાજી લાવવાનું અને મસાલાઓ તૈયાર કરવાનું બંને કામ તે પોતે જ કરતા હતા. અનેક વખત નુકસાન વેઠ્યા બાદ પણ તેમણે આ નોકરી છોડી નહી અને છેવટે સફળતા પ્રાપ્ત કરી.
મેઘાનો વ્યવસાય હાલમાં ખુબ વ્યવસ્થિત ચાલે છે. તેમના નિયમિત 200 ગ્રાહકો છે. તેમની માસિક બચત 75 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધીની છે. તેણે છેલ્લા ચાર વર્ષમાં લગભગ 22 લાખ રૂપિયાની કમાણી કરી છે.
સલાડ બનાવવાના કાર્યથી સારો વ્યવસાય શરૂ કરનાર મેઘા બાફના એક ઉદાહરણ છે કે જે હિંમત કરે છે તેની ક્યારેય હાર થતી નથી. તેના ધંધામાં ખોટ આવવા છતાં પણ તેણે આ નોકરી છોડી નહોતી.