દાળભાત, શાક રોટલી ખાઈને કમાલ કરતો માણસ, જરૂર વાંચજો…

1075

એકાવન વર્ષની ઉમરે એક ઇંડિયન પુરુષ દુનિયા વન ઓફ ટફેસ્ટ વન ડે ટુર્નામેંટ IRONMAN Challangeમાં ભાગ લે છે, જે ટુર્નામેંટમાં 18 વર્ષના તરવરિયા યુવાનથી લઈને 80 વર્ષના બુજુર્ગ- મેલ-ફિમેલ સૌના માટે એક જ ધારાધોરણ-એક જ નિયમો છે, એ ટ્રાયથોનમાં 42 કિલોમીટરની ફૂલ મેરેથોન રનિંગ + 3.8 કિલોમીટર સ્વિમિંગ + 180 કિલોમીટર સાયકલિંગ, આ ત્રણ ટાસ્ક જે વ્યક્તિ 16 કલાકની અંદર પૂરા કરી શકે એને IRONMANનો ખિતાબ મળે,

આ એકાવન વર્ષની વ્યક્તિએ એ ત્રણ પ્રકારની મેરેથોન 15 કલાક અને 19 મિનિટમાં ફિનિશ કરી IRONMANનો ખિતાબ મેળવ્યો. 2015માં આ કામ કરનાર એ વ્યક્તિ એટ્લે મિલિન્દ સોમણને હાલ પંચાવનમુ વર્ષ જઇ રહ્યું છે. હાલ પણ એ ફિટનેસ લેવલ એચિવ કરીને બેઠો છે કે કોઈપણ સમયે ઊંઘમાં ઊઠીને ય કોઈપણ પ્રકારના સ્ટ્રેચિંગ કે વોર્મ અપ વિના હાફ મેરેથોન(21 કિલોમીટર) દોડી જાય. આ ઉમરે ય પોતાની 28 વર્ષની વાઈફને પીઠ પર બેસાડી પાંચ-સાત પુશ-અપ મારી દે.

મિલિન્દ IRONMAN બનનારા બીજા લોકોની જેમ ફૂલ ટાઈમ અથ્લેટ નથી, એ એક્ટર-મોડેલ સાથે પોતાની ત્રણ કંપનીઓ રન કરે છે. મિલિન્દે સૌપ્રથમ આવી કમાલ કરેલી 2004માં 38 વર્ષની ઉમરે એ દિલ્હી થી બોમ્બે 1500 કિલોમીટર ત્રીસ દિવસમાં દોડેલો, (વીકમાં એક દિવસ ઓફ. બાકીના દિવસોનું રોજ એવરેજ 60 કિલોમીટર દોડવાનું.) લીમ્બકા બુક ઓફ રેકોર્ડમાં એ રેકોર્ડ છે એના નામે.

મિલિન્દ વિષે ઘણું લખી શકાય પણ સૌથી અચંબિત કરે એવી વાત એ છે મિલિન્દનું ડાયટ, છેલ્લા બે દાયકા ઉપરાંત સમયથી મિલિન્દ રેર કેસમાં જ નોનવેજ ખાય છે, કહી શકો કે અલમોસ્ટ વેજીટેરિયન, અને એ પણ સવારમાં માત્ર ફ્રૂટ્સ, પણ કેટલું?! કે ક્યારેક આખું પપૈયું કે ક્યારેક આખું તરબૂચ કે ક્યારેક પાંચ કેરી કે ક્યારેક અડધો ડઝન કેળાં…આ બ્રેકફાસ્ટ, બપોરે રોજ અલગ-અલગ દાળ અને (બાસમતી જેવા પ્રોસેસ્ડ ના હોય એવા) ભાત. રાતે ફરી દાળ અને ખિચડી કે એ ટાઈપના ભાત. ખાંડ સદંતર બંધ. મીઠાઇ ખાવાની ઈચ્છા થાય તો ગોળ કે મધની ખાવાની. મિલિન્દનો મત એક જ છે કે સારું ડાયટ એટ્લે એ કે જેને તમારું શરીર બને એટલું જલ્દી પચાવી શકે.

‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મમાં જ્યારે નિરાશ થઈ ગયેલા પેશવા બાજીરાવ પ્રેમ અને શરાબના નશામાં લીડરશીપ લેવાની ના પાડે છે ત્યારે એના વડીલ સાથી સૈનિક અંબાજી પંત જુસ્સા સાથે પેશવાનું ઝમીર જાગી જાય અને એ લડવા તૈયાર થઈ જાય એવો ડાયલોગ બોલે છે એ ડાયલોગના પહેલા બે વાક્યો એ છે કે “શ્રીમંત, આપ જબ ઘોડા ચલાના શીખ રહે થે તબ ઉસકે સાથ હમ ભી દૌડતે થે, જીતના પસીના આપ કે ઘોડેને બહાયા હૈ ઉતના હી મૈંને…”

આ બોલનાર અંબાજી પંતનો કિરદાર મિલિન્દ સોમણે કરેલો, આ દોડવાની વાત બોલી શકવા એ સૌથી હકદાર છે પૂરા બોલિવુડમાં…જ્યારે પૂરું બૉલીવુડ કે પૂરું ક્રિકેટ જગત ક્લીન ફિટનેસ ના હોય તોય જાત ભાતના સપ્લીમેંટની જાહેરાત કરતું હોય ત્યારે મીલિન્દ ધારે તો આ સપ્લીમેંટ પ્રમોટ કરવાના કરોડાના કોન્ટ્રાક્ટ મેળવી શકે, પણ એ પોતે ય કોઈ સપ્લીમેંટ નથી ખાતો, અને કોઈ સપ્લીમેંટ પ્રમોટ ય નથી કરતો.

જમીનના ટેક્ષ્યર ને મહેસુસ કરીને ઉઘાડા પગે દોડતા આ માણસને યાદ કરું તો ય એક જોમ આવી જાય મને. મિલિન્દની એક બીજી વાત મને ગમે છે કે “દોડવું એ મારા માટે મેડિટેશન છે, પંદર-વીસ કિલોમીટર દોડ્યા પછી હું જે દોડું એ ‘ધ્યાન’ હોય છે મારુ, પૂરી દુનિયાને ભૂલીને પૂરું શરીર એક ચિત્ત- એક શ્વાશ થઈને એક જગ્યાએ એનેર્જી ભેગી કરી એક જ કામ કરે છે,…બસ દોડવું…”

-કાનજી મકવાણા, અમદાવાદ

Previous articleબુધવારે જન્મેલી છોકરીઓ સાસરીયામાં રહે છે મહારાણીની જેમ, જાણો તેમની ખૂબીઓ…
Next articleલવ મેરેજ કરેલી દીકરીએ પપ્પાને લખેલો કાગળ – “તમે સાચા છો પણ હું ખોટી નથી !”