મીઠા લીમડાના પાનનો ઉપયોગ કર્યા વગર લોકોને ભોજનનો સ્વાદ ગમતો નથી. સાંભાર, દાળ, શાક જેવી ઘણી ચીજો છે, જેમાં મીઠા લીમડાના પાન વગર તેનો સ્વાદ અધૂરો છે.
મીઠા લીમડાના પાન તમારા ખોરાકને સારો સ્વાદ પૂરો પાડે છે, અને તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે. તેનો ઉપયોગ રસોઈ બનાવવામાં અને તમારું વજન ઘટાડવામાં પણ થાય છે. મીઠા લીમડાના પાનનો રસ નિયમિત પીવાથી ઘણા રોગો દુર થાય છે. ચાલો આપણે જાણીએ મીઠા લીમડા નો રસ કઈ રીતે બનાવી શકાય.
સૌથી પેહલા 5 થી 10 મીઠા લીમડાના પાનને સાફ કરવા. પછી એક ગ્લાસ પાણી લેવું. હવે પાણીમાં લીમડાના પાનને નાખવા અને તેને ગ્રાઇન્ડરની મદદ થી સારી રીતે પીસી લેવું. અને તે પાણીને ગાળીને પીવું. આ જ્યુસ તમારું વજન ઘટાડવાનું કામ કરે છે અને તમારા શરીરમાં રહેલા ઝેરી તત્વને બહાર પણ કાઢી નાખે છે.
સવારે મીઠા લીમડાનો રસ પીવાથી શરીરમાં અનેક વિટામિનો મળે છે. જે શરીરને તંદુરસ્ત રાખવા માટે મદદ કરે છે. જો નિયમિતપણે તેનું સેવન કરવામાં આવે તો પેટની ચરબી પણ ઓછી થઈ જાય છે.
મીઠા લીમડાનો રસ પીવાથી તમારી પાચક શક્તિ તંદુરસ્ત રહે છે અને પેટની સમસ્યાઓ થતી નથી. જો તમારું વજન સતત વધતું જતું હોય, તો મીઠા લીમડાના પાનનો રસ તમારા માટે ફાયદાકારક છે. તે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે.
મીઠા લીમડાના પાનનો રસ પીવાથી શરીરમાં ઝેરી તત્વો રહેતા નથી. મીઠા લીમડાના રસને વધારે સારો બનાવવા માટે તેમાં પાલક, કોથમીર અથવા ફુદીનાનો પણ ઉપયોગ કરી શકાય છે.