ઘરમાં ન હતો 1 પણ પૈસો, આજે મજૂરની છોકરીએ NEET પાસ કરી, AIIMS માં અભ્યાસ કર્યો શરૂ…

339

આર્થિક મુશ્કેલીઓ અને ભયંકર ગરીબીને હરાવીને અહીં પહોંચવું એટલું સરળ નહોતું. નાના ગામથી રાજધાનીમાં ભણવાનું સ્વપ્ન સાકાર કરવું એ પોતે જ મુશ્કેલ વાત હતી, પરંતુ આ મજૂરની પુત્રીએ તે કરી હતી. બિજનોરના કિરતપુર ગામના કૃષિ મજૂરની પુત્રીએ નવી દિલ્હીના AIIMS ની  નવી બેચમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. અહીંથી તે ડોક્ટર બનવાનું સપનું પૂરું કરશે.

18 વર્ષીય ચારુલ હોનરિયા અહીં સુધી પહોંચનાર ગામ ની એક માત્ર છોકરી છે. અહેવાલ મુજબ, રોગચાળાને કારણે ચારુલે તેના ઘરેથી ઓનલાઇન વર્ગો શરૂ કરી દીધા છે. તે રોજ સવારે 10 વાગ્યે તેના ટેરેસ પર તેના ફોનમાં  ઓનલાઇન ક્લાસ ભરવા બેસે છે. ચારુલ કહે છે કે , “મારા ગામની છોકરીઓને શાળા છોડવાની ફરજ પડે છે કારણ કે તેમના લગ્ન વહેલા થઈ જાય છે. હું મારા માતાપિતાનો આભારી છું કે તેઓએ મારા પર વિશ્વાસ રાખ્યો અને મને ભણવાની તક આપી.”

ચારુલ ને NEET માં ઓલ ઇન્ડિયા 631 મો રેન્ક અને તેની SC કેટેગરી માં 10 મો રેન્ક આવ્યો છે. ધોરણ 12 માં , ચારુલે મનોવિજ્ઞાનમાં  98, જીવવિજ્ઞાનમાં 97 અને ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં 95 માર્ક્સ આવ્યા હતા. તેની કુલ ટકાવારી 93 હતી. હાલમાં, નબળા ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને વીજળીને કારણે, તેને ઓનલાઇન ક્લાસ ભણવામાં મુશ્કેલી આવી રહી છે.

ચારુલે કહ્યું કે, “મને તે સમય યાદ આવે છે જ્યારે અમારા ઘરમાં એક રૂપિયો પણ નહોતો. મારા પિતાએ કંઈક ખરીદવા ઉધાર લેવું પડ્યું. આજ સુધી અમારા ઘરે રેફ્રિજરેટર કે કૂલર નથી.” ચારુલના પિતા શૌકિનસિંહે કહ્યું કે, મને લાગે છે કે મારું સ્વપ્ન સાકાર થયું છે. તે MBBSની ડિગ્રી પ્રાપ્ત કરશે અને ગામ   ના લોકો માટે કામ કરશે.

આથી ચારુલ ગામના લોકો અને અન્ય છોકરીઓ માટે પ્રેરણારૂપ છે.

Previous articleઅપલખણો વાંદરો! યુપીમાં એક વૃદ્ધ વ્યક્તિનું પૈસાનું બંડલ છીનવીને વાંદરાએ 500-500 રૂપિયાની નોટનો વરસાદ કર્યો…
Next article‘એક રાત્રે મારી સાથે સૂઈ જા’ તો જ કામ આપીશ, ડિરેક્ટરે રાખી શરત, જાણો પછી આ અભિનેત્રીએ શું કર્યું…