“મંજુલા વાઘેલા” આખો દિવસ શેરીઓમાંથી કચરો વીણ્યાં બાદ માંડ માંડ એક દિવસમાં પાંચ રૂપિયા કમાઈ શકતી હતી, પરંતુ આજે તેનું વાર્ષિક ટર્નઓવર આશરે 1 કરોડ રૂપિયા છે. મંજુલા વાઘેલા આજે “ક્લિનર્સ કો-ઓપરેટીવના પ્રમુખ તરીકે કાર્ય કરે છે. આ સંસ્થામાં આજે 400 સભ્યો છે. ક્લીનર્સ કો-ઓપરેટીવ આજે ગુજરાતની 45 સંસ્થાઓ અને સોસાયટીઓને વિશ્વસનીય સફાઇ અને (હાઉસકિપિંગ) ઘરકામની સુવિધા પૂરી પાડે છે.
મંજુલા ક્યારેય સખત મહેનતથી ગભરાતી નથી, પછી ભલે તે પાંચ રૂપિયાથી ઓછી કમાણી કરી શકે. તેમના દિવસની શરૂઆત સવારે વહેલા જાગવાની સાથે થાય છે. તેણી હાથમાં મોટી બેગ લઈને બહાર નીકળે છે અને લોકો દ્વારા ફેંકાયેલા કચરામાંથી રિસાયક્લિંગ મટિરિયલ્સને અલગ પાડે છે. આ બધી વસ્તુઓ એકત્રિત કરીને બીજી વખત ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુઓ કબાડીમાં વહેંચી દે છે. તેનું રોજ આવી રીતે કાર્ય કરતી હતી.
એક દિવસ મંજુલાના જીવનનો એક નવો અધ્યાય ખુલે છે જ્યારે તે સ્વ-રોજગાર મહિલા મંડળના સ્થાપક ‘ઇલા બેન ભટ્ટ’ને મળે છે. તે 40 સભ્યોની શ્રી બ્યૂટી ક્લીનિંગ ઉત્કર્ષ મહિલા સેવા સહકારી મંડળી લિમિટેડના નિર્માણમાં મંજુલાને મદદ કરે છે. આ ધંધો કરવો એ પોતામાં એક પડકાર હતો. જ્યારે મંજુલાના પતિ મૃત્યુ પામ્યા ત્યારે તેના જીવનમાં એક મોટી મુશ્કેલી આવી. પરંતુ મંજુલાએ આ મુશ્કેલીનો સામનો કર્યો હતો.
મંજુલાએ તેના ધંધાનો લક્ષ્યાંક રાખ્યો હતો. ટૂંક સમયમાં બ્યૂટી ટ્રોપને તેમનો પહેલો ગ્રાહક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન મળી ગયો. તેમણે સંસ્થાઓ, ઘરો અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની સેવાઓ આપવાનું શરૂ કર્યું. તેમણે ગુજરાતના આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ વાઇબ્રન્ટને પણ સફાઇ સેવાઓ પૂરી પાડી.
કચરો એકત્રિત કરનારી મંજુલા હવે ઘણી આગળ વધી ગઈ હતી. તે ઘણા આધુનિક સાધનો અને તકનીકીનો ઉપયોગ પણ કરે છે જેમ કે, હાઇ-જેટ પ્રેશર, માઇક્રો ફાઇબર મોપ્સ, સ્ક્રબર્સ, એક્સ્ટ્રેક્ટર્સ, ફ્લોર ક્લીનર્સ, રોડ ક્લીનર્સ વગેરે. આજકાલ મોટી કંપનીઓ અને સંસ્થાઓ સફાઇ કામ અને કરાર માટે ઇ-ટેન્ડર બહાર પાડે છે જે મંડળ માટે થોડી મુશ્કેલ છે. તે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આ બધી બાબતોનું જ્ઞાન હોય તેવા લોકોને નોકરી પર રાખે છે.
આ બધાની વચ્ચે મંજુલા એ કાળજી રાખે છે કે, તેના દીકરાનું બાળપણ તેમના બાળપણની જેમ પસાર ન થાય અને તેણે તેના પુત્રની મેડિકલ સ્કૂલ માટે પૂરતા પૈસા એકઠા કરવા જોઈએ. મંજુલા અને તેના પુત્રના સંઘર્ષની અવિશ્વાસનીય કહાની બદલ તેમનું કોલેજ દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું છે.
મંજુલાએ નાની ઉંમરે લગ્ન કરી લીધાં હતાં, તેના પતિની મૃત્યુ પછી ઘરની સંપૂર્ણ જવાબદારી તેના પર હતી. તેણે માત્ર પોતાનો ધંધો જ શરૂ કર્યો ન હતો, પરંતુ મહિલાઓની જવાબદારી લીધી અને પુત્રના ભણતરનું ધ્યાન પણ રાખ્યું. આજે એક કરોડ રૂપિયાનો ધંધો સંભાળતી મંજુલા, આ હકીકતને પ્રતિબિંબિત કરે છે કે – “મુશ્કેલીઓ ઘણીવાર સાધારણ લોકોને અસાધારણ સફળતા માટે તૈયાર કરે છે.”