માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે. સનાતન ધર્મમાં મોક્ષદા એકાદશીનું ઘણું મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાન દ્વારા પૂજા કરવામાં આવે છે. આ વર્ષની અંતિમ એકાદશી 25 ડિસેમ્બર એટલે કે શુક્રવારે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, મોક્ષદા એકાદશીના વ્રત કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. તેમજ આ દિવસે ચોખા ખાવાનું અશુભ માનવામાં આવે છે. આજે જાણો મોક્ષદા એકાદશી પર ચોખા કેમ ન ખાવા જોઈએ.
પૌરાણિક કથા અનુસાર, એક વખત માતા શક્તિ, મહર્ષિ મેધા પર ખૂબ ગુસ્સે થઈ ગઈ. માતા શક્તિના ક્રોધથી બચવા માટે મહર્ષિ મેધાએ પોતાનું શરીર છોડી દીધું. આ પછી, તેનું શરીર પૃથ્વીમાં સમાઈ ગયું. માન્યતાઓ અનુસાર, એવું કહેવામાં આવે છે કે ચોખા અને જવની ઉત્પત્તિ તે સ્થાનથી થઈ છે જ્યાં મહર્ષિ મેધાનું શરીર પૃથ્વીમાં સમાયું હતું. તેથી જ એકાદશી પર ચોખા અને જવનું સેવન કરવામાં આવતું નથી.
માન્યતાઓ અનુસાર, જે વ્યક્તિ એકાદશી પર ચોખા અથવા જવનું સેવન કરે છે, તે મહર્ષિ મેધાના લોહી અને માંસનું સેવન કરે છે. એકાદશી તિથિ 24 ડિસેમ્બર 2020 એટલે કે ગુરુવારે રાત્રે 11:16 થી શરૂ થશે, અને એકાદશી તિથિ 25 ડિસેમ્બર, 2020, એટલે કે શુક્રવારે રાત્રે 01:53 વાગ્યે સમાપ્ત થશે.
મોક્ષદા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. પછી સ્વચ્છ કપડાં પહેરો. આ પછી, ગંગાના પાણીનો આખા ઘરમાં છંટકાવ કરવો અને ભગવાન વિષ્ણુના નામનો જાપ કરો.
આ પછી ભગવાન વિષ્ણુને ગંગા જળથી સ્નાન કરાવો. ત્યારબાદ તેમના ઉપર કકું, ચંદન, અક્ષત વગેરે ચઢાવો. તે પછી, ભગવાનને ફૂલોથી સજાવો અને ભગવાનને ભોગ અર્પણ કરો. આ દિવસે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની આરતી કરો.