Homeલેખતારી સાસુ તો ખુબજ મોર્ડન લાગે છે ને…

તારી સાસુ તો ખુબજ મોર્ડન લાગે છે ને…

આજે કાજલની બહેનપણી પ્રિયા આવી રહી હતી. તેનો જોબ ઇન્ટરવ્યુ અમદાવાદમાં હતો. કાજલ અને પ્રિયા કોલેજના સમયથી ખાસ બહેનપણીઓ હતી. કાજલના લગ્ન પછી પણ બંને બહેનપણીઓ અઠવાડિયામાં લગભગ 1-2 વાર ફોન પર વાત કરી જ લેતી હતી.

Demo images

કાજલ આજે સવારથી જ પ્રિયાના સ્વાગતની તૈયારીઓમાં લાગી હતી. તેની સાસુએ પણ કહ્યું, બેટા કાજલ થોડો આરામ કરી લે! શીલા તને મદદ કરશે. બધા જ કામ સમયસર થઈ જશે. તુ જરાય ચિંતા ન કરીશ!”

પણ બહેનપણીને મળવાની ઉત્તેજના અને ઉત્સાહથી કાજલ તૈયારીઓમાં વ્યસ્ત હતી. ડોરબેલ વાગતાની સાથે જ કાજલ દોડીને દરવાજે ગઈ અને પ્રિયાને સામે ઉભેલી જોઈને તેને ભેટી પડી.

“પ્રિયા આવ, અંદર આવ.”

પ્રિયાએ ઘરમાં પ્રવેશી ને જોયું કે કાજલની સાસુ સામે જ બેઠી હતી. પ્રિયાએ કાજલની સાસુને જોતાની સાથે જ જયશ્રી કૃષ્ણ કહ્યું. ત્યારબાદ બંને બહેનપણીઓ અને કાજલની સાસુ એકબીજાની સાથે વાતો કરવામાં મશગૂલ થઈ ગઈ અને ઘરના કામ માટે રાખેલી કામવાળી શીલા દરેક માટે ચા બનાવવા રસોડામાં ગઈ.

Demo images

કાજલની સાસુએ કહ્યું, “તમે હવે બંને વાત કરો. ઘણા વર્ષો પછી તમે બંને બહેનપણીઓ મળી હશો, ઘણી બધી વાતો હશે જે તમારે એકબીજાને કહેવી હશે. હું આરામ કરવા માટે મારા રૂમમાં જાઉં છું. “આટલું કહી કાજલના સાસુ તેમના રૂમમાં જતા રહ્યા.

કાજલે પ્રિયાની ખુબજ સારી સરભરા કરી અને પ્રિયાને પણ આનંદ થયો કે કાજલ તેની સારી સંભાળ લઈ રહી છે. વાતો કરતા કરતા પ્રિયા બોલી, અરે કાજલ તારી સાસુ તો ખુબજ મોર્ડન લાગે છે ને… ઘરમાં પણ કેવી રીતે સજીધજીને રહે છે, ઘરનું કામ તો તારી પાસે જ કરાવતી હશે” પ્રિયાએ કટાક્ષ કરતા કહ્યું.

“એકદમ નવી ડિઝાઇનનો ડ્રેસ પહેર્યો છે, વાળ પણ કલર કરીને એકદમ સરસ રીતે ઓળેલા છે, તેમને એમની ઉંમર કેટલી છે એ ખબર નથી કે આ ઉંમરે પણ આટલું સજીધજીને રહે છે, જાણે હજી પણ જવાન હોય, ખુબજ ખર્ચાળ લાગે છે તારી સાસુ, સાચવીને રહેજે, પ્રિયાએ સલાહ આપતા કાજલને કહ્યું…

Demo images

પ્રિયાની વાત સાંભળીને કાજલને ખૂબ જ વિચિત્ર અને કંઈક અંશે ખરાબ લાગ્યું કારણ કે કાજલની સાસુ કાજલની ખૂબ કાળજી લેતી હતી. ક્યારેય કોઈ પ્રતિબંધ નહી, જે કાજલના ઇચ્છા હોય તે પ્રમાણે જ ઘરમાં થતું હતું અને આખો પરિવાર ખુશ હતો.

ત્યારે કાજલે પ્રિયાને હસીને કહ્યું, “મારી સાસુ સારી રીતે રહે છે, એતો મારા માટે ગર્વની વાત છે. આમાં શું ખોટું છે? મારી સાસુને જોઈને દરેક જણ કહે છે, કે મારે પણ કાજલ જેવી વહુ મળવી જોઈએ. વર્ષાબેન, તમે કેટલા ભાગ્યશાળી છો કે તમને કાજલ જેવી વહુ મળી છે, તે તમારી કેટલી કાળજી રાખે છે! હવે તું જ કહે પ્રિયા, આમાં શું ખોટું છે? ” કાજલે હસતાં હસતાં પ્રિયાને પૂછ્યું.

પ્રિયા મૌન થઈને નિરંતર આંખોએ કાજલની સામે જોઈ રહી હતી..

Demo images

પ્રિય મિત્રો, આ વાર્તા દ્વારા હું એટલું જ કહેવા માંગુ છું કે દરેક સિક્કાની બે બાજુ હોય છે. હંમેશા સાસુ જ ખોટી હોય એ જરૂરી નથી, માણસ ખોટો હોઈ શકે છે, પણ કોઈ સંબંધ નહી. જો કોઈ માણસ ખોટો હોય તો એ દરેક સંબંધમાં હોઈ શકે છે!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments