હિન્દુ ધર્મમાં મયુર પંખ એટલે કે મોરના પીંછા. હિન્દૂ ધર્મની માન્યતાઓ મુજબ, મોરના પીછાને બધા ભગવાન અને દેવીઓને 9 ગ્રહોનો રહેઠાણ માનવામાં આવે છે. ધાર્મિક કથાઓમાં, ભગવાન શિવએ મા પાર્વતીને પક્ષી શાસ્ત્રમાં ઉલ્લેખિત મોરના પીછાના મહત્વ વિશે જણાવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે, બધા ગ્રહોના દોષોને મોરના પીછાથી દૂર કરી શકાય છે. ચાલો જાણીએ કે કયા ગ્રહોના દોષમાં મોરના પીંછાનો ઉપયોગ કરી શકાય છે.
જે લોકોને શનિથી પરેશાની થઈ રહી છે. તેઓ શનિવારે મોરના ત્રણ પીંછા લેવન અને પછી, મોરના પીછાની નીચે કાળો દોરો બાંધોવો. પછી એક થાળી લ્યો અને એ થાળીમાં મોરના પીંછા મુકો અને પછી થાળીમાં ત્રણ સોપારી મૂકો. થાળી પર ગંગાજળ છંટકાવ કરવો અને મંત્ર ॐ શનેશ્વરાય નમ: જાગરાય સ્થાય સ્વાહા: 21 વાર જાપ કરવો. મંત્રનો જાપ કર્યા પછી, માટીના બનાવેલા ત્રણ દીવા લઈને તેમાં તેલ નાખીને શનિદેવને અર્પણ કરો. જેથી શનિ સંબંધિત દોષો દૂર થાય છે.
સોમવારે ચંદ્ર માટે 8 મોરના પીંછા લો. પાંખની નીચે સફેદ દોરો બાંધો. આ પછી, સ્ટીલ અથવા પિત્તળની થાળી લો, અને તેમાં આઠ સોપારી અને મોરના પીંછા મૂકો. આ પછી, ગંગાજળનો છટકાવ કરો અને થાળી પર ગંગાજળનો છંટકાવ કરતી વખતે 21 વાર ‘સોમાય નમ: જાગરાય સ્તય સ્વાહા’ મંત્રનો જાપ કરો. તેજ દિવસે ચંદ્ર માટે આ ઉપાય કરો અને તેજ રાત્રે ચંદ્રને 5 પાન અર્પણ કરો અને પ્રાર્થના કરો.
ગુરુવારે 5 મોરના પીંછા લો. આ પછી તેમાં પીળો દોરો બાંધી દો. પછી થાળીમાં, મોરના પીંછા સાથે પાંચ સોપારી મૂકો. ગંગા જળનો છંટકાવ કરતી વખતે આ મંત્રનો 21 વાર જાપ કરો. ‘ૐ બૃહસ્પતે નમ:જાગ્રય સ્તય સ્વાહા’ પછી ગુરુ દેવને અગિયાર કેળા અર્પણ કરો. પ્રસાદ ચડાવીને ગુરુ ગ્રહને શેરો બનાવીને અર્પણ કરો.