આ સ્થળ પર વેચાય છે સૌથી મોંઘુ પાણી, કિંમત જાણીને તમે પણ ચોકી જશો

468

પ્રકૃતિએ ધરતીને અનેક અણમોલ વસ્તુની ભેટ આપી છે. જ્યાં માણસને જીવવા માટે ઝાડથી લઈને હવા, પાણી દરેક વસ્તુ મફતમાં આપી છે. પરંતુ આ તમામ વસ્તુ જ્યારે માણસના હાથમાં આવે તો, તેની કિંમત વધી જાય છે. પીવાના પાણીની કિંમત એટલી કે લોકો એક ટીપા માટે તરસી રહ્યાં છે. હવે ઘણાં દેશોમાં પાણી મફતમાં નહીં પરંતુ પૈસા પર મળવા લાગ્યું છે. કેટલાક સ્થળો પર આટલા ઊંચા ભાવો પર પાણી વેચાય રહ્યું છે તેની કિંમત સાંભળીને જ તમારા હોશ ઉડી જશે. આવું જ એક શહેર છે ઓસ્લો અહીં પાણીની એક બોટલની કિંમત છે સૌથી વધું.

પાટણમાં પાણીના કાપના મેસેજ તદ્દન ખોટા છે : વોટર વર્કસ ચેરમેન PTN NEWS

જાણકારી પ્રમાણે, એક સર્વેક્ષણમાં મળી આવ્યું છે કે ઓસ્લોમાં બોટલ બંધ પાણીની કિંમત 120 શહેરોમાં સરેરાશ કિંમતથી ત્રણ ગણી વધું છે. તેલ અવીવ, ન્યૂયોર્ક, સ્ટોકહોમ અને હેલસિંકી જેવા દેશ પણ પાણીની બોટલ ખરીદવાની બાબતમાં સૌથી મોંઘું સ્થળ છે.

કંપનીની કિંમતોને લઈને અમેરિકાથી લઈને 120 શહેરોના નળ અને બોટલ બંધ પાણીના ભાવનું વિશ્લેષણ કર્યું હતું. જેમાં એ વાત સામે આવી શકે છે કે આ શહેરોમાં પાણીની કિંમતોમાં ખૂબ વધારો થયો છે. જેમાં વર્જીનિયામાં એક બોટલ પાણી 115 રૂપિયા, લોસ એન્જિલસમાં 111 રૂપિયા, ન્યૂ ઓરલિયન્સમાં 107 રૂપિયા, બાલ્ટીમોરમાં 107 રૂપિયા અને સૈન જોશમાં 90 રૂપિયાનું મળે છે, પરંતુ આ શહેરો વચ્ચે ઓસ્લોમાં એક બોટલ પાણીની કિંમત ખૂબ વધું છે.

તમે બોટલ ખરીદી પી રહ્યાં છો એ પાણી મિનરલ વોટર નથી, થયો આ મોટો ખુલાસો - GSTV

ઓસ્લો પાણીની કિંમતની બાબતમાં સૌથી ઊંચા પાયદાન પર છે. તેના પછી લોસ એન્જિલિસ, ફીનિક્સ, સૈન ફ્રાંસિસ્કો અને સૈન ડિએગો દુનિયામાં 20 સૌથી મોંઘું શહેર છે. કરવામાં આવેલા સર્વેક્ષણમાં ઓસ્લોમાં પાણીની કિંમત 120 શહેરોની સરખામણીમાં 212 ટકા વધું મોંઘુ છે અને બોટલ બંધ પાણી 195 ટકા મોંઘુ છે.

Previous articleજો તમારી પાસે પણ નથી ટકતા પૈસા તો કરો આ ઉપાય, જીવનમાં આવશે ખુશીઓ
Next articleચાણક્ય નીતિ: આ એવી ચાર વાતો જે બને છે વ્યક્તિના ખરાબ સમયનું કારણ