માં ના દૂધની બેંક: “અજાણી મહિલાના દુધથી મારા બાળકનો જીવ બચ્યો, હવે કોઈ બીજાના બાળક માટે હું મારા દૂધનું દાન કરું છુ”

212

“મારું બાળક ઓપરેશન દ્વારા જન્મ્યું હતું, તેથી મારી છાતીમાં દૂધ આવ્યું નહિ અને હું મારા નવજાત બાળકને ત્રણ દિવસ સુધી ખવડાવી શકી નહીં. મારા બાળક માટે દૂધ “માં ની દૂધ બેંક”માંથી આવ્યું. અને જે કોઈ મહિલાએ પોતાના દૂધનું દાન કર્યું, તેના કારણે મારા બાળકને નવું જીવન મળ્યું.” મારા બાળકની જેમ, અન્ય બાળકો પણ દૂધ મેળવો, તેથી હું અહીં મારું દૂધનું દાન કરવા આવી છું. ”

ડબોકમાં રહેતી પારુલ નામની મહિલા જે માત્ર 25 વર્ષની છે અને તે ઉદયપુરની આ મધર મિલ્ક બેકમાં દૂધનું દાન કરવા માટે આવી હતી. પારુલ છેલ્લા ઘણા દિવસોથી દિવસમાં બે વખત આ બેંક માં પોતાનું દૂધ આપવા માટે આવે છે. પારુલને એ પણ ખબર નથી કે એ સ્ત્રી કોણ હતી જેના દૂધએ તેના બાળકનો જીવ બચાવ્યો હતો, પારુલ ઉદયપુરની પન્ના ધાઈ સરકારી મહિલા હોસ્પિટલ, આરએનટી મેડિકલ કોલેજ ખાતે દિવ્ય મધર મિલ્ક બેંકમાં પોતાનું દૂધ દાન કરવા માટે પોતાના વારની રાહ જોઈ રહી હતી ત્યારે અંદર એક ડઝન જેટલી મહિલાઓ પોતાના દૂધનું દાન કરી રહી હતી. આ પ્રક્રિયા સવારથી સાંજ સુધી સતત ચાલુ રહે છે. આમાંની મોટાભાગની મહિલાઓ એવી હતી, જેમની ડિલિવરી બે દિવસ પહેલાથી લઈને 10 દિવસ સુધી થઇ હતી.

દિવ્ય મધર મિલ્ક કેન્દ્રના પ્રભારી મનોરમા દારાણી જણાવે છે કે. “અમે અહીં હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવતી મહિલાઓને દૂધ દાન કરવાના ફાયદાઓ સમજાવીએ છીએ. કારણ કે માત્ર આ દૂધ નવજાત બાળકોનું જીવન બચાવે છે, અને તેમને નવું જીવન પણ મળે છે. આ દૂધ એવી મહિલા અને બાળકો માટે અમૃત સમાન છે કે જે મહિલાઓ કોઈ કારણસર બાળકોને પોતાનું દૂધ પાવા માટે સક્ષમ નથી. આજકાલ 50-60 મહિલાઓ કલાકો સુધી અહીં બેસીને દૂધનું દાન કરવા આવે છે. ”

ડિલિવરી પછી, જે મહિલાઓ અહીં દૂધનું દાન કરે છે તે સૌ પ્રથમ હોસ્પિટલના બેબી વોર્ડમાં દાખલ નવજાત બાળકોને આપવામાં આવે છે. આ સાથે, એવા બાળકોને પણ દૂધ આપવામાં આવે છે જે માતા કેટલાક કારણોસર ખવડાવવામાં અસમર્થ છે, જે બાળકો IVF ટેકનોલોજી થી જન્મે છે, તેવા બાળકોને પણ તેમની માતા પાસેથી પૂરતું દૂધ મળતું નથી, ત્યારે આ માં ના દૂધની બેંક ખુબજ ઉપયોગી સાબિત થાય છે.

રાજસ્થાનમાં આવી 22 મધર મિલ્ક બેંક ચાલી રહી છે. રાજસ્થાનના અન્ય ઘણા રાજ્યોમાં પણ માતાના દૂધની બેંક ખોલવામાં આવી છે. આ એશિયાની સૌથી મોટી માતાના દૂધની બેંકની શાખાઓ છે, જ્યાં હજારો લિટર માતાનું દૂધ મહિનાઓ સુધી સંગ્રહિત કરી શકાય છે, જેનાથી હજારો બાળકોને રોગો અને અકાળે મૃત્યુથી બચાવી શકાય છે.

માતાના દૂધને સાચવવાની પહેલ વર્ષ 2012 માં નાના બાળકોની સંભાળ લેતી એક એનજીઓ મહેશ આશ્રમ દ્વારા કરવામાં આવી હતી. મધર મિલ્ક બેંક ખોલવાની જરૂરિયાત પર, મા ભગવતી વિકાસ સંસ્થા (મહેશ આશ્રમ) ના સ્થાપક યોગ ગુરુ દેવેન્દ્ર અગ્રવાલ કહે છે, “અમારા શિશુગ્રહમાં ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધા, 24 કલાક સારા ડોકટરો હોવા છતાં ઘણા બાળકો બીમાર પડતા હતા., મેં ડોક્ટરોને આ વિશે પૂછ્યું કે એવું કેમ થાય છે કે આપણે પાણીની જેમ પૈસા ખર્ચ કરીએ છીએ, છતાં બાળકો બીમાર કેમ પડે છે? તો ડોક્ટરે કહ્યું કે અહીં બધું છે પણ અમારી પાસે માતાનું દૂધ નથી, તેથી જ બાળકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી રહે છે અને બાળકો વારંવાર બીમાર પડે છે.”

દેવેન્દ્ર અગ્રવાલ કહે છે, મેં ડોક્ટરને કહ્યું કે હું પન્ના ધાઈ જયાં જન્મ્યા એજ વિસ્તારમાં હું જન્મ્યો છુ. જેમ પન્ના ધાઈ એ મેવાડના રાજવંશને બચાવવા માટે પોતાના પુત્રનું બલિદાન આપ્યું, હું પણ આ બાળકો માટે કંઈ કરીશ. જે બાદ મેં સરકારને પત્ર લખ્યો અને ઉદયપુર મેડિકલ કોલેજમાં મધર મિલ્ક બેંક શરૂ કરી.

દેવેન્દ્ર અગ્રવાલના જણાવ્યા અનુસાર, તેમણે માત્ર મેવાડની ધાવણ પ્રથા પર જ નહીં પરંતુ માતાના દૂધના ઔષધીય ગુણ વિશે પણ માહિતી અને સંશોધન એકઠું કર્યું હતું અને વિશ્વમાં આ પ્રકારનું કામ ક્યાં થઈ રહ્યું છે તે પણ શોધી કાઢ્યું અને તેઓ કહે છે, “બ્રાઝિલમાં સૌથી મોટી માતાના દૂધની બેંક છે. અમે શીખીને જાણ્યું કે ત્યાં મહિલાઓને કેવી રીતે સિલેક્ટ કરવામાં આવે છે અને દૂધને કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવે છે. આપણા દેશમાં જો 100 બાળકોનું આવસાન થતું હોય તો તેમાંથી 40 બાળકોના જીવ બચાવી શકાય છે. જો તેમને માતાનું દૂધ મળે તો. કારણ કે ઝાડા, ન્યુમોનિયા, કમળો જેવા રોગોને કારણે બાળકોના આવસાન થાય છે. ”

રાજસ્થાનની મધર મિલ્ક બેંકમાં માતાનું દૂધ લેતી વખતે ઘણી સાવચેતી રાખવામાં આવે છે. ત્યાં પણ અનેક પ્રકારના પરીક્ષણો કરવામાં આવે છે. દિવ્ય મધર મિલ્ક ઉદયપુરના સેન્ટર ઇન્ચાર્જ મનોરમા દારાણી કહે છે કે, “જે મહિલાઓ દૂધ દાન માટે આવે છે તેમની મેડિકલ હિસ્ટ્રી જાણવામાં, જોવામાં આવે છે કે તેમને કોઇ ગંભીર રોગ તો નથી, જો આવું હોય તો તેમનું દૂધ લેવામાં આવતું નથી. અમે બધી જ સાવચેતી રાખીએ છીએ જેથી અત્યાર સુધી કોઈ એવી ખોટી ઘટના બની નથી.”

દેવેન્દ્ર અગ્રવાલ મધર મિલ્કની સફળતા પર કહે છે કે, “સરકાર શરૂઆતથી જ આ અભિયાનને ટેકો આપતી હતી, 2016 માં સરકારે પહેલા વર્ષમાં 10 મધર મિલ્ક બેન્ક અને પછીના વર્ષે 7 ખોલવા માટેનું બજેટ બહાર પાડ્યું હતું. ત્યાર બાદ વધુ બેંકો ખોલવામાં આવી હતી. બાદમાં કેન્દ્ર સરકારે આ પ્રશંસનીય પહેલની સફળતાને જોતા 5 એકમો ખોલવાનું કામ પણ આપ્યું હતું. આ રીતે હાલમાં રાજસ્થાનમાં 22 બેંકો કાર્યરત છે. આ એશિયાની સૌથી મોટી મધર મિલ્ક ચેઇન છે.

નજીકના રાજ્યોના લોકો પણ રાજસ્થાનની આ સુવિધાનો લાભ લે છે. મધ્યપ્રદેશના મંદસૌરમાં રહેતા 58 વર્ષીય સેવારામ પોતાની પત્ની સાથે મધરમિલ્કમાં દૂધની બે બોટલ લેવા માટે આવ્યા હતા, તેમની પત્નીએ થોડા દિવસો પહેલા IVF ટેકનોલોજીથી માતા બની હતી, અને તેમને દૂધ આવતું ન હતું. તેવી જ રીતે, મધ્યપ્રદેશના નીમચ જિલ્લાની પ્રતિભા કહે છે, તેણીને તાજેતરમાં એક બાળકનો જન્મ થયો હતો પરંતુ દૂધ આવતું નથી. એટલા માટે તે ડોક્ટર દ્વારા લખાયેલ પ્રિસ્ક્રિપ્શન મેળવીને અહીંથી દરરોજ દૂધ લે છે.

દિવ્યા મધર મિલ્કના સેન્ટર ઇન્ચાર્જ મનોરમા દારાણી કહે છે, “ડિલિવરી પછી, હોર્મોનલ ફેરફારો થાય છે, પછી દૂધ દરેકને આવે છે, પરંતુ ઘણી વખત માતાનું દૂધ (ખાસ કરીને IVF) આવતું નથી. આવી રીતે જન્મ થતા બાળકો અને મહિલાઓ ઘણી છે. ઘણી વખત તેઓ તેમના બાળકોના જીવની ચિંતામાં હોસ્પિટલમાં રહેવાનું કહે છે પરંતુ આવી માતાઓને ઘરે દૂધ મોકલવામાં આવે છે, આ બાળકો માટે, દૂધ માતાની દૂધ બેંકમાંથી જાય છે. અમે આવી સ્ત્રીઓને દૂધ આપીએ છીએ, ઘણા કિસ્સાઓમાં જો આ મહિલાઓને યોગ્ય તાલીમ આપવામાં આવે તો તેમનું દૂધ પણ આવવા લાગે છે. ”

માતાના દૂધને અમૃત કહેવામાં આવે છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, જન્મ પછી તરત જ માતાનું દૂધ બાળકને આપવું જોઈએ. સ્તનપાન બાળક અને માતા બંને માટે શારીરિક અને માનસિક લાભ ધરાવે છે. મનોરમા દારાણી કહે છે, “માતાનું દૂધ તરત જ મેળવવું બાળકના શરીરનું તાપમાન બરાબર રાખે છે. બાળકને જરૂરી પોષણ મળે છે, તેની રોગપ્રતિકારક શક્તિ વિકસે છે. તેનામાં જરૂરી બેક્ટેરિયા વધે છે તેમજ બાળકોને સ્તનપાન કરાવાથી મહિલાઓને ડિલિવરી પછી વધારાની ચરબીથી છુટકારો મળે છે. ” સ્તનપાનને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરમાં દર વર્ષે 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી સ્તનપાન દિવસ ઉજવવામાં આવે છે.

Previous articleમાતા ચામુંડાના દર્શન કરવા ગુપ્ત ગુફામાંથી આવતા રાજા ભર્તૃહરિ, આજે પણ ભક્તોને આપે છે પરચા
Next articleપેટમાં ગમે એવો ગેસ કે આફરો ચડ્યો હશે, આ ઉપાય આપશે 100% રાહત…