Homeધાર્મિકજયારે મૃત્યુ નો સમય નજીક આવે છે ત્યારે થાય છે આવી અનેક...

જયારે મૃત્યુ નો સમય નજીક આવે છે ત્યારે થાય છે આવી અનેક અનુભૂતિ, જાણો શાસ્ત્રોના કહેવા પ્રમાણે..

સૃષ્ટિનો એ જ નિયમ છે કે જે આ પૃથ્વી પર આવ્યુ છે તેને એક દિવસ પોતાનું શરીર છોડીને પાછું પરલોક જવું પડશે, એટલે કે જે જન્મ્યા છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ વિશે પુરાણોમાં જણાવેલ બાબતો અનુસાર, આ વસ્તુઓ મૃત્યુ પહેલા દરેક વ્યક્તિ સાથે ચોક્કસપણે થાય છે.

જ્યારે કોઈ વ્યક્તિ પાણીમાં, તેલમાં, અરીસામાં અથવા તેનો પડછાયો વિકૃત દેખાવા લાગે છે, ત્યારે એવું માનવામાં આવે છે કે તેનો શરીરને છોડવાનો સમય નજીક છે.

મૃત્યુની નજીક પહોંચ્યા પછી, વ્યક્તિની દૃષ્ટિ અદૃશ્ય થઈ જાય છે અને તે તેની આસપાસના લોકોને પણ જોઈ શકતા નથી.

તેને જીવનમાં જે સારી કે ખરાબ ક્રિયાઓ કરી છે, તે વ્યક્તિની નજરમાં એવી રીતે આવે છે કે જાણે તમે કોઈ ફિલ્મને ઉંધી જોઈ રહ્યા હોઈ, એટલે કે જીવનના અંતિમ કર્મથી લઈને જન્મ સુધીની બધી ઘટનાઓ તમારી આંખો સામે તરતી રહે છે.

જેમની ક્રિયાઓ સારી હોય છે, તેઓ તેમની સામે દૈવી પ્રકાશ જુએ છે અને એ વ્યક્તિ મૃત્યુ સમયે પણ ડરતી નથી.

ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે મૃત્યુનો સમય નજીક આવે છે, ત્યારે યમના બે દૂત મૃત્યુ પહેલા મનુષ્યની સામે આવી ઉભા રહે છે.

જેમના કર્મો સારા નથી, તેમની સામે યમના ભયંકર દૂત સામે ઉભા દેખાય છે અને તે ડરતો હોય છે.

શરીરને ત્યાગ કરવાના અંતિમ સમયે, વ્યક્તિનો અવાજ પણ ખત્મ થઈ જાય છે અને તે બોલવાનો પ્રયત્ન કરે છે તો પણ બોલી શકતો નથી. જેમ કોઈનું ગળું દબાઈ રાખ્યું હોય તેમ અવાજ દાબવા લાગે છે.

આત્મા જીવનમાં કરેલા બધા જ કર્મો ને સાથે લઈને શરીરનો ત્યાગ કરે છે અને યમદૂત એ વ્યક્તિના અભૌતિક શરીરને તેમની સાથે યમરાજના દરબારમાં લઈ જાય છે.

વ્યક્તિના મૃત્યુ પછી, પાપી વ્યક્તિને લગભગ 24 કલાકમાં, યમદૂત તેને વાયુમાર્ગથી યમલોકમાં લઈ જાય છે. અહીં, યમરાજ વ્યક્તિના કર્મોની નોંધ લે છે, ત્યારબાદ યમદૂત વ્યક્તિની આત્મા સાથે પૃથ્વી પર પાછો આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments