શિયાળાની સીઝન શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમા લોકો આ મોસમમા જોવા મળતા શાકભાજીનો પુષ્કળ વપરાશ કરે છે. મૂળો આ શાકભાજીમાંથી એક છે. શિયાળામા લોકો પરાઠાથી કચુંબર સુધીમા મૂળાનો ઉપયોગ કરે છે. લોકો પોતાની પસંદગી પ્રમાણે મૂળાનુ સેવન કરે છે.
મૂળા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પોષક તત્વોથી ભરપૂર મૂળા પાચક શક્તિને મજબૂત બનાવવામા મદદ કરે છે. તે આપણા પેટ માટે વરદાનથી ઓછુ નથી. મૂળો પ્રોટીન, આયોડિન, આયર્ન અને કેલ્શિયમથી ભરપુર હોય છે. આવી સ્થિતિમા તેનુ સેવન શરીર માટે શ્રેષ્ઠ છે પરંતુ આજે અમે તમને તે બે બાબતો વિશે જણાવીશુ જેનુ સેવન મૂળો સાથે ન કરવુ જોઈએ નહીં તો મુશ્કેલીનો સામનો કારવો પડશે.
ચાલો આપણે પહેલા કડવા કારેલા વિશે વાત કરીએ. મૂળો ખાધા પછી કારેલાનુ સેવન ન કરવુ જોઈએ. તેનાથી શરીરને હાનિ થાય છે. મૂળ ખાધાના ૨૪ કલાકની અંદર કારેલા ખાવા ન જોઈએ કારણ કે આ બંનેનુ મિશ્રણ પેટમા પ્રતિક્રિયા પેદા કરી શકે છે. આનાથી શ્વાસ લેવામા તકલીફ થઈ શકે છે અને હાર્ટ એટેક આવવાનુ જોખમ પણ વધે છે.
કારેલા પછીની બીજી વસ્તુ નારંગી છે. મૂળાની સાથે નારંગી ન ખાવી જોઈએ. આ બંનેનુ જોડાણ ઝેર જેવુ જ છે. તેમને સાથે ખાવાથી વ્યક્તિનુ પેટ અસ્વસ્થ થઈ શકે છે. તેથી આ બંનેના વપરાશમા પણ લગભગ ૧૨ કલાકનો તફાવત રાખો.