Homeસ્ટોરીબ્રિટન થી ભારતના અપમાનનો બદલો હતી “હોટલ તાજ”, આજે છે દુનિયાની સહુથી...

બ્રિટન થી ભારતના અપમાનનો બદલો હતી “હોટલ તાજ”, આજે છે દુનિયાની સહુથી મોટી બ્રાન્ડ

વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર તાજ હોટેલ ગ્રુપે તેના નામમાં વધુ એક નવું છોગું ઉમેરાયુ છે. બ્રાન્ડ ફાઇનાન્સના ‘હોટેલ્સ -50 2021’ રિપોર્ટ અનુસાર, તાજ હોટેલ્સને વિશ્વની સૌથી મજબૂત હોટલ બ્રાન્ડ તરીકે જાહેર કરવામાં આવી છે. આ અહેવાલ મુજબ, તાજે કોરોના મહામારીના સમય દરમિયાન મજબૂતીથી તેને સામનો કરતી હોટલમાં ટોચ પર આવી હતી. આ જ કારણ છે કે તેને સૌથી મજબૂત બ્રાન્ડની યાદીમાં ટોચ પર રાખવામાં આવી છે.

25 જૂને ટાટા ગ્રુપની હોસ્પિટાલિટી કંપની, ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ દ્વારા આની જાણ કરવામાં આવી હતી. અગાઉ 2016 માં પણ તાજ હોટલે એક સિદ્ધિ હાંસલ કરી હતી. આ પછી તે 38 મા સ્થાને હતી. તમામ માપદંડ સાથે તાજ, $ 296 મિલિયનની બ્રાન્ડ વેલ્યુ સાથે, વિશ્વની સૌથી મજબૂત હોટેલ બ્રાન્ડ છે જે 100 માંથી 89.3 ના બ્રાન્ડ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ (BSI) અને AAA બ્રાન્ડ સ્ટ્રેન્થ રેટિંગ ધરાવે છે.

જમશેદજી ટાટાએ આવી રીતે લીધો અપમાનનો બદલો

આજે, આ હોટલ બ્રાન્ડ, જેણે વિશ્વભરના પ્રવાસીઓમાં પોતાની ઓળખ બનાવી છે, તે અપમાનનો બદલો લેવા માટે બનાવવામાં આવી હતી. તાજની પ્રથમ હોટલ 1903 માં ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટા દ્વારા બનાવવામાં આવી હતી.

આ એ સમયની વાત છે જ્યારે જમશેદજી ટાટા બ્રિટન ગયા હતા. બ્રિટનમાં તેમને તેના એક વિદેશી મિત્રએ તેમને એક હોટલમાં મળવા આમંત્રણ આપ્યું હતું. ટાટા ગ્રુપની વેબસાઈટ મુજબ, જ્યારે જમશેદજી તેના મિત્ર સાથે તે હોટેલ પર પહોંચ્યા ત્યારે મેનેજરે તેમને અંદર જતા અટકાવ્યા હતા. મેનેજરે કહ્યું કે અમે ભારતીયોને અંદર આવવા દેતા નથી. ભારતીયોને અંદર આવવાની મંજૂરી નથી.

જમશેદજી ટાટાએ આને માત્ર પોતાનું જ નહીં પરંતુ સમગ્ર ભારતનું અપમાન માન્યું. તે આ અપમાન સહન ન કરી શક્યા અને તેમણે નક્કી કર્યું કે તે એક એવી હોટલ બનાવશે જ્યાં માત્ર ભારતીયો જ નહીં, પણ વિદેશીઓ પણ આવી શકે અને રહી શકે, તે પણ કોઈ પ્રતિબંધ વિના અને એ એવી હોટલ બનાવશે, જે સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.

બ્રિટનથી મુંબઈ આવ્યા પછી, તેમણે મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા સામે પ્રથમ તાજ હોટેલનું બાંધકામ શરૂ કર્યું હતું. આ હોટલ દરિયાની સામે જ બનાવવામાં આવી હતી. જે બ્રિટિશ દેશની હોટેલમાંથી જમશેદજી ટાટાને ભારતીય હોવાના કારણે હાંકી કાઢવામાં આવ્યા હતા, આજે તે દેશના લોકો, જ્યારે પણ ભારત આવે છે, ત્યારે મોટાભાગના લોકો હોટલ તાજમાં જ રહેવાનું પસંદ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments