જાણો મુંબઈ ના આ ૫ ભયાનક સ્થળ વિષે કે જ્યાં લોકોને વિચિત્ર અનુભવ થાય છે.

અજબ-ગજબ

દેશભરના લોકો વધુ સારી નોકરી મેળવવા અને આજીવિકા મેળવવા માટે સપનાનું શહેર મુંબઇમા જાય છે. દેશની આર્થિક રાજધાનીમા પોતાની કિસ્મત ચમકાવવા વાળામાંથી અમિતાબ બચ્ચન સુધીની અનેક પ્રખ્યાત હસ્તીઓના નામ છે. પરંતુ એવા ઘણા લોકો છે જે અહી પહોંચે છે અકસ્માતોનો ભોગ બન્યા છે અથવા તો તેનો પીડાદાયક અંત થયો છે. મુંબઇમા ઘણા ભૂતિયા વિસ્તારો છે જ્યા લોકોને રાત્રે જવામા ડર લાગે છે અને જ્યા લોકોને વિચિત્ર પ્રકારના અનુભવો થયા છે. અમે તમને મુંબઈના તે ૫ સ્થાનો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ ડરામણી છે.

૧) આરે મિલ્ક કોલોની :- આરે મિલ્ક કોલોની એ મુંબઇની સૌથી ભયાનક જગ્યા છે. આ વિસ્તાર ખૂબ જ શાંત અને સુંદર લાગે છે પરંતુ ઘણા મુંબઈવાસીઓએ કહ્યું છે કે એક મહિલા રાત્રે ૧૦ વાગ્યા પછી અહીં આવતા લોકો પાસેથી લિફ્ટ માંગે છે. આ ક્ષેત્રમા નવા આવેલા લોકોને રાત્રે ૧૦ વાગ્યા પછી અહી ન ફરવાની સલાહ આપવામા આવે છે. જો તમે અહી ફરતા હોવ તો ખાતરી કરો કે તમે તમારી કારમાં કોઈને લીફ્ટ આપશો નહિ.

૨) માહીમની ડીસુઝા ચૌલ :– મુંબઈના માહીમ વિસ્તારની ડીસુઝા ચૌલ મુંબઈ રહેતા લોકો માટે કોઈ હોરર ફિલ્મથી ઓછો નથી. અહીં રહેતા અને અહીં મુસાફરી કરતા ઘણા લોકોએ અહીં મહિલાનુ ભૂત હોવાનુ કહ્યુ છે. અહીંના રહેવાસીઓનુ કહેવુ છે કે ઘણા વર્ષો પહેલા એક મહિલા કુવામા પાણી ભરી રહી હતી ત્યારે તેમા પડી હતી અને તેનુ મોત નીપજ્યુ હતુ. આ વાત કાલ્પનિક છે કે વાસ્તવિકતા છે તે સાબિત થયુ નથી. ઘણા લોકોએ અહી એક મહિલાને ચૌલના કોરિડોરમા રાત્રે ફરતી જોઈ છે.

૩) સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન :- સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનનો વિસ્તાર ખૂબ જ લીલોતરી વાળો છે અને પ્રકૃતિ પ્રેમીઓ આ સ્થાનને પસંદ કરે છે. પરંતુ અહી ચાલતી વખતે ઘણા લોકોને લાગ્યું કે કોઈ અજાણી વ્યક્તિ તેમની સાથે ચાલે છે. જે લોકોએ પોતાનો અનુભવ શેર કર્યા છે તે મુજબ આ અજાણી વ્યક્તિ થોડા સમય માટે લોકો સાથે ચાલે છે પછી થોડા સમય પછી તે અદૃશ્ય થઈ જાય છે. આ પાર્કમા તૈનાત રક્ષકોએ પણ આવા અનુભવો શેર કર્યા છે.

૪) ગ્રેટ પરાદિ ટાવર્સ :- મુંબઈની માલાબાર હિલ્સ સ્થિત આ ટાવરનુ નિર્માણ ૧૯૭૦ મા કરાયુ હતુ. આશ્ચર્યની વાત તો એ છે કે આ ટાવરમા ઘણા ફ્લેટ્સ હજી પણ ખાલી છે. આ ટાવરમા રહેતા ઘણા લોકોએ અહી એક વિચિત્ર અનુભવની વાત કરી છે. અહી રહેતા ઘણા લોકોનુ માનવુ છે કે અહી ઘણા લોકોની આત્માઓ ફરે છે.

ઘણા વર્ષો પહેલા અહિયાના એક પરિવારે આઠમા માળેથી કુદીને આત્મહત્યા કરી હતી. લોકો માને છે કે આ ઘટના પછી આત્માઓ અહીં ભટકતી રહે છે અને તેઓ આવા અનુભવો અનુભવે છે.

૫) સેન્ટ જહોન, ધી બેપ્ટિસ્ટ ચર્ચ :– ૫૦૦ વર્ષ જૂનુ પોર્ટુગીઝ ચર્ચ છે. રોગચાળો ફાટી નીકળ્યા પછી તેને ૧૮૪૦ મા ખાલી કરવામા આવ્યુ હતુ. એવુ માનવામા આવે છે કે એક કન્યાનુ ભૂત અહીં ભટકે છે. આવા અનુભવને લીધે અહીંના લોકો પરેશાન થઈ રહ્યા હતા. આને ધ્યાનમાં રાખીને અહી ૧૯૭૭ મા એક્ઝોર્સિઝમની શરૂઆત કરવામા આવી હતી. પરંતુ આ સમય દરમિયાન અહીં ખૂબ જ ડરામણા અનુભવો જોવા મળ્યા.

આ પ્રક્રિયા દરમિયાન અહીં હાજર એક લેખકે પોતાનો અનુભવ આપણી સાથે શેર કર્યો કે બાઇબલના વાંચન દરમિયાન મોટેથી હસવુ અને રડવાનો અવાજ સૌથી પહેલા સંભળાયો હતો. આ પછી બૂમો પાડવાનો અવાજ સંભળાયો. બીજા દિવસે અહી તળાવમા માછલીઓ મૃત હાલતમાં મળી આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *