Homeધાર્મિકકંતાનના કપડા પહેરતા અને મૌનવ્રત ધારણ કરેલા પૂજય સંત શ્રી કાળુબાપુ, મુની...

કંતાનના કપડા પહેરતા અને મૌનવ્રત ધારણ કરેલા પૂજય સંત શ્રી કાળુબાપુ, મુની આશ્રમ-હડમતીયા

મિત્રો આજે એવા સંત ઓલીયાની વાત કરવી છે જે આ કળિયુગમાં પણ ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવે એવી મહાન વિભૂતિ છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું હડમતીયા ગામ જે રંઘોળા થી છ કિમીના અંતર પર આવેલું છે જ્યાં કાળુબાપુનો આશ્રમ આવેલો છે.

ઘણા વર્ષોથી બાપુએ અનાજ નથી લીધું અને બોલી શકતા હોવા છતાં મૌનવ્રત ધારણ કર્યું છે. બાપુ નો નિયમ છે ભૂખ્યાને રોટલો આપવો મિત્રો આજે હડમતીયા અનેક શ્રદ્ધાળુઓનું આસ્થાનું મોટું કેન્દ્ર બની ગયું છે.

પૂજ્ય બાપુએ સતાધારના પાડાપીરની ઘણા વર્ષો સુધી સેવા પણ કરેલી છે અને રૂપાવટીના શામળા બાપુની પ્રેરણાથી ઘણા વર્ષો પહેલા હડમિયા મુનિબાપુના આશ્રમ ખાતે બાપુ પધાર્યા અને એ પછી બાપુ ક્યારેય પણ આશ્રમના દરવાજા બહાર પગ પણ નથી મુક્યો અને સતત રામ નામનો જાપ જપે છે.

ઘણી બધી દીકરીઓ ના સમુહલગ્ન કરાવ્યા અને જ્યાં સત્કાર્ય જેમ કે ભાગવત સપ્તાહ કે અન્ય ધાર્મિક કર્યો થતા હોય ત્યાં હડમતીયા આશ્રમ તરફ થી સંપૂર્ણ જમણવાર પ્રસાદની વ્યવસ્થા બાપુ કરાવતા હોય છે. અનેક ગામો ના ગામધુમાડા એક સાથે બંધ કરાવે છે. દર પૂનમના દિવસે લાખો શ્રદ્ધાળુઓ ત્યાં આશાઓ લઇ ને આવે છે અને બાપુના આશીર્વાદ થી દરેક ના કામ પણ પૂર્ણ થાય છે.

મિત્રો આ કળિયુગમાં આવા સંતો ભાગ્યેજ હોય છે પૂજ્ય બાપુ પોતે કોળી સમાજના છે અને માત્ર કંતાન ના વસ્ત્રો જ પહેરે છે, આશ્રમ માં ગમે ત્યારે દર્શન માટે જાઓ એટલે પ્રસાદીનું વિતરણ અવિરત ચાલુ જ હોય છે. ઘણા ભાવિકો ત્યાં દરરોજ સેવા માટે પણ આવે છે.

પૂજ્ય મોરારી બાપુ અને ભારતી બાપુ તેમજ શેરનાથ બાપુ જેવા સંતો પણ આ આશ્રમની મુલાકાતે આવી ચુક્યા છે. આશ્રમમાં શામળાબાપા અને મુની બાપાની કૃપા અવિરત છે તેમનું દેવળ પણ ભવ્ય છે. આ સમયમાં પણ જો ભાગ્યમાં હોય તોજ આવા સંતના દર્શન થાય છે.

પૂજ્ય કાળુ બાપુને આ સમયના ખરા સંત કહેવાય કારણ કે તેઓ કોઈ પણ આધુનિક સગવડતાનો લાભ નથી લેતા. નથી તેમની પાસે કોઈ ગાડી કે નથી મોબાઈલ ફોન આશ્રમ બહાર પણ નીકળતા નથી. લાખો ધનિક સેવકો હોવા છતાં કોઈ પણ સુખ-સુવિધા ભોગવતા નથી, તેમનું રહેઠાણ પણ દેશી નળીયાવાળા મકાનમાં છે. પૂજય કાળુબાપુ શામળાબાપા અને રામ નામના સહારે હાલ જગતનું કલ્યાણ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments