Homeધાર્મિકજાણો નાગા બાવા નું મૃત્યુ થાય પછી તેના શરીર સાથે થાય છે...

જાણો નાગા બાવા નું મૃત્યુ થાય પછી તેના શરીર સાથે થાય છે આવા કામ અને આવી રીતે થાય છે અંતિમ સંસ્કાર.

પ્રયાગરાજ મા ભરાતા અર્ધકુંભ મેળાને કારણે વિદેશથી અહી લોકોની ભીડ ઉમટાય છે. ૧૫ જાન્યુઆરીથી ૪ માર્ચ સુધી ચાલનારા આ ધાર્મિક મેળામા નાગા સાધુઓ પણ હજારોની સંખ્યામા એકત્રિત થાય છે. ભગવાનના આચરણમા લીન થયેલા આ નાગા બાબાઓનુ જીવન એકદમ રહસ્યમય હોય છે જેના વિશે હંમેશા તમને જાણવાની ઉત્સુકતા રહે છે.
નાગા સાધુઓનને સાંસારિક જીવન સાથે કોઈ લેવા-દેવા નથી. પરંતુ એક ગૃહસ્થ જીવન ગાળવામા માણસને જેટલી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેનાથી વધારે મુશ્કેલીઓ માંથી પસાર થઈને નાગા સાધુઓ પોતાની જીવન પસાર કરે છે.

નાગા સાધુઓનુ રહેવાનુ અને ભોજન ખૂબ જ અલગ છે. તે આખુ જીવન સખત ધ્યાન કરવામા વિતાવે છે. આજે અમે તેમના વિશે એક મહત્વપૂર્ણ વાત જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે થોડા લોકો જ જાણે છે.
શું તમે જાણો છો શરીરનો ત્યાગ કર્યા પછી તેમની સાથે શું કરવામા આવે છે એટલે કે મૃત્યુ પછી તેમના શરીરનુ શું થાય છે? ચાલો જાણીએ.

જેમ તમે જાણો છો કે હિન્દુઓ મૃત્યુ પછી મૃતદેહને સળગાવવાની પ્રથાને અનુસરે છે. એવુ માનવામા આવે છે કે માનવ શરીર પાંચ તત્વોથી બનેલુ છે અને શરીરને બાળી નાખવા સાથે તે પાંચ તત્વોમા ભળી જાય છે. જો કે નાગા સાધુઓને સળગાવવામા આવતા નથી પણ ભૂમિમા સમાધિ આપવામા આવે છે.

નાગા બાવાઓને અંતિમ સંસ્કાર ભૂમિ સમાધી આપીને કરવામા આવે છે. એવુ કહેવામા આવે છે કે અગાઉ તેમને પાણીમાં સમાધિ પણ આપવામા આવતી હતી. પરંતુ વર્તમાન સમયમા નદીઓના પ્રદૂષણને કારણે તેમને ભૂમિ સમાધિ આપવામા આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments