કુંભ મેળાની મહિના પહેલાથી જ તૈયારીઓ શરૂ થઈ જાય છે. તમને જણાવી દઇએ કે કુંભ મેળામા ગંગામા શાહી સ્નાન કરવા માટે દેશ અને દુનિયાના લોકો આવે છે. એવુ કહેવામા આવે છે કે કુંભ મેળા દરમિયાન ગંગામા સ્નાન કરવાથી મનુષ્યના પાપો દુર થાય છે. આ પ્રસંગે અહી લાખોભક્તો એકઠા થાય છે. અહીં કુંભ દરમ્યાન બીજુ એક આકર્ષણ છે અને તે નાગા સાધુ છે જેને વિદેશી પર્યટકો પણ અહી જોવા માટે આવે છે. નાગા સાધુઓની દુનિયા રહસ્યોથી ભરેલી છે તેથી આજે અમે તમને આ રહસ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
સાધુઓને બહારની દુનિયા સાથે કોઈ લેવા-દેવા નથી અને તેઓ પોતાનુ જીવન એકલતામા જીવે છે. નાગા સાધુઓનુ જીવન મુશ્કેલીઓથી ભરેલુ હોય છે અને સામાન્ય માણસ આવી જિંદગીની કલ્પના પણ કરી શકતો નથી તેમ છતા નાગા સાધુઓને ક્યારેય કોઈ બાબત સાથે લેવા દેવાનુ હોતુ નથી અને સાથે સાથે તેમના માટે સુખ અને દુ:ખ સમાન હોય છે. નાગા સાધુઓ હંમેશા લાંબી જટા રાખે છે અને તેઓ ચહેરા ઉપર ભસ્મ લગાવીને બહાર નીકળે છે.
અખાડાના શૌર્ય નૈવ તપસ્વીઓએ જટાને કોઈ પણ ભૌતિક સામગ્રીનો ઉપયોગ કર્યા વિના રેતી અને ભસ્મમથી શણગારે છે. આ સાધુઓની જટા ૧૦ ફૂટ સુધી લાંબી હોય છે અને આવી લાંબી જટા ઉગાડવામા વ્યક્તિને ૩૦ થી ૪૦ વર્ષનો સમય લાગે છે. જટાઓને સંભાળવુ ખૂબ મુશ્કેલ કાર્ય છે પરંતુ નાગા સાધુઓ આ કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. નાગા સાધુઓની સત્તર શણગારોમા પંચના વાળનુ ખૂબ મહત્વ છે. આમા વાળને ૫ વખત વાળીને લપેટી લેવામા આવે છે.