Homeધાર્મિકશ્રી નાગચંડેશ્વર મહાદેવ મંદિરના દર્શન માત્રથી જ થાય છે બધા દોષોનો નાશ...

શ્રી નાગચંડેશ્વર મહાદેવ મંદિરના દર્શન માત્રથી જ થાય છે બધા દોષોનો નાશ…

શ્રી નાગચંડેશ્વરની સ્થાપનાની કથા અજાણતાં થયેલા દોષોને ચિત્રિત કરે છે. પૌરાણિક કથા અનુસાર, દેવર્ષિ નારદ મુનિ દેવરાજ ઇન્દ્રની સુધર્મા સભામાં એક કથા સંભળાવી રહ્યા હતા. ત્યારે ઇન્દ્રએ તેને કહ્યું, હે દેવર્ષિ, તમે તો ત્રણેય લોકને જોયા છે, કૃપા કરી મને કહો કે, આ પૃથ્વી લોક પર એવું કયું સ્થાન છે જે સૌથી શ્રેષ્ઠ છે, અને મુક્તિ પ્રદાન કરે છે? તેના જવાબમાં નારદજીએ કહ્યું, હે દેવરાજ, પૃથ્વી પર સૌથી શ્રેષ્ઠ સ્થળ પ્રયાગ છે, પરંતુ તેના કરતા પણ પવિત્ર અને ઉત્તમ મહાકાલ જંગલમાં અવંતિકા છે. ત્યાં માત્ર દર્શનથી જ સુખ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. નારદ મુનિની વાત સાંભળીને ઇન્દ્રદેવ સહિતના તમામ દેવો મહાકાલ જંગલના અવંતિકામાં પહોંચ્યા.

ત્યાં જઈને દેવતાઓએ જોયું તો, મહાકાલ જંગલના અવંતિકામાં કરોડો શિવલિંગો હતી, એક ઇંચ જગ્યા પણ ખાલી ન હતી. બધી જ જગાએ શિવલિગ હોવાથી તેનું ઉલ્લંઘન થાય તેથી બધા દેવતાઓ શિવના ડરથી સ્વર્ગોલોકમાં પાછા જતા રહ્યા. આ સમયે દેવોએ એક એક દિવ્ય મનુષ્યને સ્વર્ગ તરફ જતો જોયો. ત્યારે દેવતાઓએ તેને પૂછ્યું, તમે ખૂબ આનંદ સાથે ક્યાં જાવ છો? તમે ક્યુ શ્રેષ્ઠ કાર્ય કર્યું છે?

તેના જવાબમાં દિવ્ય મનુષ્યએ કહ્યું કે, હું મહાકાલનો ભક્ત છું. મારું નામ નાગચંડેશ્વર છે. મને મહાકાલના આશીર્વાદ મળ્યા છે. દેવોએ તેને પૂછ્યું – શું તમે શિવ નિર્મલ્યને સ્પર્શ કરવાથી દોષિત નથી થયા? ત્યારે તેણે કહ્યું કે, ઇશાનેશ્વરના ઇશાન ખૂણામાં એક શિવલિંગ છે. તે શિવલીંગના દર્શનથી તમામ દોષો દૂર થાય છે.

નાગચંડેશ્વરની વાત સાંભળીને બધા દેવો ઇશાનેશ્વર પાસે સ્થિત દિવ્ય શિવલિંગના દર્શન કરવા માટે આવ્યા. અહીં દર્શન કરવાથી દેવતાઓના બધા પાપોનો નાશ થઈ ગયો. દિવ્ય પુરુષ નાગચંડેશ્વરે દેવતાઓને દિશા આપી, તેથી દેવતાઓએ આ શિવલિંગનું નામનું નાગચંડેશ્વર મહાદેવ રાખ્યું. 

લોકપ્રિય માન્યતા અનુસાર શ્રી નાગચંડેશ્વર મહાદેવના દર્શન કરવાથી તમામ પાપોનો નાશ થઈ જાય છે. જ્ઞાન અથવા અજ્ઞાન દ્વારા કરવામાં આવેલું પાપ નષ્ટ થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે શ્રી નાગાચંડેશ્વરાના માત્ર દર્શનથી જ વ્યક્તિને સારું આરોગ્ય તેમજ યશ પ્રાપ્ત છે. શ્રી નાગચંડેશ્વર મહાદેવનું મંદિર ચોરાયાશી મહાદેવોમાંનું એક છે. શ્રી નાગચંડેશ્વર મહાદેવનું મંદિર ઉજ્જૈનના પટની બજારમાં આવેલું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments