જો શરીરના કોઈ પણ ભાગ પર ઈજા કે મચકોડ આવે છે અથવા શરીર ઉપર કોઈ જગ્યાએ ચીરો પડી જાયતો આપણે દુ:ખ અનુભવીએ છીએ. જ્યારે આપણે આરામથી વાળ અને નખ કાપી શકીએ છીએ. નખ કે વાળ કાપતી વખતે તમને કોઈ પીડા થતી નથી. તમે ક્યારેય વિચાર્યું છે કે આવુ કેમ થાય છે? એવુ શું છે જે તેમને કાપતી વખતે દુખતુ નથી ? ચાલો આજે અમે તમને જણાવીએ કે નખ અને વાળ કાપતી વખતે આપણને દુખતુ કેમ નથી ?
જો આપણે ફિઝિયોલોજી વિશે વાત કરીએ તો એવુ કહેવામા આવ્યુ છે કે વાળ અને નખ મૃત કોષોથી બનેલા છે. મૃત કોષોમાંથી બનાવેલા હોવાને કારણે તે નિર્જીવ છે અને જ્યારે તેમને કાપી રહ્યા છીએ ત્યારે તમને પીડા થતી નથી. બીજી મહત્વની બાબત એ છે કે આપણા વાળ સંપૂર્ણપણે મૃત કોષોથી બનેલા છે જ્યારે આ વાત નખ પર સંપૂર્ણપણે લાગુ પડતી નથી.
ખરેખર તમે જોયુ જ હશે કે આપણે ફક્ત વધેલા નખ કાપવાથી પીડા અનુભવતા નથી, પરંતુ ત્વચાની બાજુના નખમાં થતી ઈજાને કારણે આપણને પીડા થાય છે. કારણ કે ફક્ત વિસ્તૃત નખ મૃત કોષોમાંથી બનેલ છે. ત્વચા સાથે જોડાયેલ નખ જીવંત કોષોનો બનેલો હોવાને કારણે આપણને ઈજા અથવા તૂટવાના કારણે પીડા થાય છે.