કોઇપણ શુભ કાર્ય કરતા પહેલા નાળિયેર શા માટે વધેરવામાં આવે છે જાણો તેની પાછળ નું કારણ.

280

પૂજા હોય કે નવા મકાન, નવી કાર કે નવા ધંધાની શરૂઆત કરતા પહેલા કે કોઈ પણ કાર્યની શરૂઆત નાળિયેર વધેરીને કરવામા આવે છે. ભારતીય સંસ્કૃતિમા નાળિયેરને શુભ અને મંગલકારી માનવામા આવે છે. આથી તેનો ઉપયોગ પૂજા અને મંગલ કાર્યોમા થાય છે. નાળીયેર હિન્દુ પરંપરામા સારા નસીબ અને સમૃદ્ધિનુ નિશાન છે. નાળિયેર ભગવાન ગણેશને અર્પણ કરવામા આવે છે અને ત્યારબાદ પ્રસાદ તરીકે વિતરણ કરવામા આવે છે. નાળીયેર આ ધરતીના સૌથી પવિત્ર ફળ તરીકે ગણાય છે. તેથી લોકો ભગવાનને આ ફળ અર્પણ કરે છે.

ચાલો આપણે જાણીએ કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા નાળિયેર કેમ વધેરવામા આવે છે. ઋષિ વિશ્વામિત્રને નાળિયેરના સર્જક માનવામા આવે છે. તેની ઉપરની સખત સપાટી એક વાત દર્શાવે છે કે કોઈ પણ કામમા સફળતા હાસલ કરવા માટે ખુબ મહેનત કરવી પડે છે.

નાળિયેર ઉપર સખત સપાટી અને અંદર નરમ સપાટી હોય છે અને ત્યારબાદ તેની અંદર પાણી હોય છે જે ખૂબ પવિત્ર હોય છે. આ પાણીમા કોઈ પણ પ્રકારની ભેળસેળ થતી નથી. નાળિયેર ભગવાન ગણેશનુ પ્રિય ફળ છે. તેથી નવુ મકાન અથવા નવી કાર લેતી વખતે તેને વધારવામા આવે છે. જ્યારે તેના પવિત્ર જળને ચારે બાજુ છાટવામા આવે ત્યારે આજુ બાજુમા રહેલ નકારાત્મક શક્તિઓ અદૃશ્ય થઈ જાય છે.

નાળિયેર વધેરવાનો મતલબ તમારા અહંકારને તોડવા બરાબર છે. નાળિયેર માનવ શરીરનુ પ્રતિનિધિત્વ કરે છે અને જ્યારે તમે તેને વધેરશો તો તેનો અર્થ એ છે કે તમે તમારી જાતને બ્રહ્માંડમા સમાવિષ્ટ કર્યા છે. નાળિયેરમા રહેલ ત્રણ ચિન્હો ભગવાન શિવની આંખો હોવાનુ માનવામાં આવે છે. તેથી એવુ કહેવામા આવે છે કે તે તમારી બધી ઇચ્છાઓને પૂર્ણ કરે છે.

નાળિયેરને સંસ્કૃતમા શ્રીફળ કહેવામા આવે છે અને શ્રી એટલે લક્ષ્મી. પૌરાણિક માન્યતા અનુસાર લક્ષ્મી વિના કોઈ શુભ કાર્ય પૂર્ણ થતુ નથી. તેથી જ શુભ કાર્યોમા નાળિયેરનો ઉપયોગ ચોક્કસપણે થાય છે. નાળિયેરના ઝાડને સંસ્કૃતમા કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે. કલ્પવૃક્ષ બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે. પૂજા બાદ નાળિયેર વધેરીને પ્રસાદના રૂપમા બધાને વહેંચવામા આવે છે.

Previous articleબાળકોને ખાવાનું આપતી વખતે ધ્યાન માં રાખો આ ૭ વસ્તુઓ વિષે કે જે બાળકના ગળામાં અટકી શકે છે.
Next articleજાણો ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામા જે સ્થળે મળ્યા હતા તેના ઈતિહાસ વિષે.