ગુજરાતના અનેક સ્થળોએ હજુ વાવણી બાકી છે અને ઘણી જગ્યાએ વરસાદ થયો નથી અને આ બધાની વચ્ચે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના એક ખેડૂતે ઈતિહાસ રચ્યો છે. એક અભણ ખેડૂતે વૈજ્ઞાનિકોને પણ વિચારતા કરી દે તે રીતે પ્રયોગ કરીને કોઠાસૂઝનું ઉદાહરણ બતાવ્યું છે. કપાસની વાવણીની સિઝનમાં કપાસનું પ્રથમ ઉત્પાદન પણ ખેડૂતે મેળવી લીધું છે. એટલું જ નહીં કપાસના મણના રૂ.5,101 ભાવ પણ લીધો છે. આ ભાવે ખેડૂતે 15 મણ કપાસ વેચ્યો હતો.
આ કોઠાસૂઝનો પ્રયોગ ઝાલાવાડના એક ખેડૂતે કર્યો છે. ધ્રાંગધ્રા તાલુકાના નારલી ગામના પ્રગતિશીલ અને પ્રયોગશીલ ખેડૂત નવઘણભાઈ હેમુભાઈ ઠાકોર કે જેમણે ઑફ સિઝનમાં કપાસનું ઉત્પાદન મેળવ્યું છે, તેઓ કહે છે કે તેમણે 22 ફેબ્રુઆરી, 2022ના રોજ કંઈક નવું કરી બતાવાના આશયથી પાંચ વીઘા જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું.
સલામ છે આ ખેડૂતની કમાલને: ઠંડા વિસ્તારમાં ઉગતા બદામ અને સફરજનની 45 ડિગ્રીમાં કરી ખેતી અને…
અન્ય ખેડૂતો હજુ વાવણી કરી રહ્યા છે ત્યારે અશિક્ષિત ખેડૂત નવઘણભાઈ હેમુભાઈ ઠાકોરે કૃષિ વૈજ્ઞાનિકો પણ વિચારતા રહી જાય એવું કામ કરી બતાવ્યું છે. તેણે ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં પહેલા ફાળ નો 11 મણ કપાસ રૂ. 5,101ના ભાવે વેચ્યો હતો.
આજે આ કમોસમી કપાસ નવઘણભાઈ હેમુભાઈ ઠાકોરના ખભા સુધીનો થઈ ગયો છે અને જીંડવા બેઠા છે, અને પહેલી ફાળ વીણીમાં 11 મણ કપાસ ઉતરતા નવઘણભાઈએ માર્કેટિંગ યાર્ડમાં રૂ.5101 માં પહેલો સોદો કર્યો હતો, આશ્ચર્યની વાત એ છે કે અભણ હોવા છતાં નવઘણભાઈએ પોતાની કોઢાસુઝ સમજણથી સારા પરિણામો મેળવ્યા.
દેશમાં પહેલી ધ્રાંગધ્રા માર્કેટીંગ યાર્ડમાં કપાસની આવક આવતા શ્રી રામ ટ્રેડીંગના વેપારી જયેશભાઈ પટેલ દ્વારા મુહૂર્તના એક મણ ના રૂ.5101 ના ભાવ લેખે 15 મણ કપાસની ખરીદી કરી હતી, આ સિદ્ધિ બદલ નવઘણભાઈની ચારેબાજુથી પ્રશંસા થઈ રહી છે. આગેવાનો દ્વારા તેમનું હાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.