સાંસદ નવનીત કૌર રાણાને મળી એસિડ અટેકની ધમકી, રહી ચુકી છે ટોચની મોડેલ

0
1131

મહારાષ્ટ્રના અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત કૌર રાણાની સુંદરતાના દીવાના હર કોઈ હોઈ શકે છે. તે ભારતની સૌથી સુંદર સાંસદ છે. તેમના રાજકારણની જેટલી ચર્ચા નથી થતી એટલી તેમની સુંદરતાની ચર્ચા કરવામાં આવે છે. બોલિવૂડની અભિનેત્રીઓ પણ તેની સુંદરતા સામે ફેલ છે. નવનીત કૌર રાણા રાજકારણમાં પ્રવેશતા પહેલા એક મોડેલ હતી.

નવનીત કૌર રાણા મોડલિંગની દુનિયામાંથી ફિલ્મોમાં આવવા માંગતી હતી પરંતુ તેના નસીબ તેમને રાજકારણમાં લઈ ગયું હતું. નવનીત કૌર રાણા લગ્ન કર્યા પછી મોડેલિંગ કરવાનું છોડી દીધું છે. જોકે તે ઘણી તેલુગુ ફિલ્મોમાં જોવા મળી છે. નવનીત કૌર રાણાએ અત્યાર સુધી 6 મ્યુઝિક આલ્બમ્સમાં કામ કર્યું છે. તેનો જન્મ 3 જાન્યુઆરી 1986 ના રોજ થયો હતો. તેણે ફક્ત 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે, ત્યારબાદ તેણે સીધા જ મોડેલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો.

2 ફેબ્રુઆરી 2011 ના રોજ, નવનીતે અમરાવતીમાં મહારાષ્ટ્રના ધારાસભ્ય રવિ રાણા સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન પછી, તે રાજકારણમાં આવી હતી અને તેની સુંદરતાને લઈને રાજકારણમાં ઘણી બધી ચર્ચાઓ થઇ હતી. એકવાર ફરી નવનીત ચર્ચામાં આવી છે. પરંતુ આ વખતે તેનું ચર્ચામાં આવવાનું કારણ તેની સુંદરતા નહીં પરંતુ તેમનો રાજકીય મુદ્દો છે. આ સાંસદે પાછલા દિવસે લોકસભામાં મહારાષ્ટ્રમાં જાહેર થયેલો 100 કરોડ રૂપિયાની વસૂલાતનો કેસ ઉઠાવ્યો હતો. આ મુદ્દા સાથે તેમણે મહાવિકાસ અઘાડી સરકારને ઘેરી હતી.

આ બધું થયા પછી, તેમણે શિવસેનાના સાંસદ અરવિંદ સાવંત પર આરોપ લગાવ્યો કે તેમને તેમની પાસેથી એસિડ એટેકની ધમકી મળી છે. નવનીતે આ વાત લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને જણાવી છે. તેમણે લખ્યું છે કે માત્ર મારા માટે જ નહીં પરંતુ સમગ્ર દેશની મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે. હું ઈચ્છું છું કે પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરે.

આટલું જ નહીં નવનીત કૌર રાણાએ આ મામલે પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર પણ લખ્યો છે. આ સાથે તેમણે ઉદ્ધવ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે લોકો તેમની સફળતાથી નારાજ થવા લાગ્યા છે. તેમણે કહ્યું કે મેં પીએમ મોદી, અમિત શાહને આ પત્ર અને ગૃહમાં મારી સાથે બનેલી ઘટનાને રજૂ કરી છે.

નોંધપાત્ર વાત એ છે કે નવનીત રાણાએ સંસદમાં મહારાષ્ટ્રના સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાજેના મુદ્દે પણ ચર્ચા કરી હતી. સચિન વાજે એ જ અધિકારી છે જેમણે વિસ્ફોટકથી ભરેલી કાર મુકેશ અંબાણીના ઘરની પાસે છોડી હતી. હાલના કેસમાં પોલીસની પકડમાં છે. તેની સામે થાણેના વેપારી મનસુખ હિરેન હત્યા કેસની પણ તપાસ ચાલી રહી છે.

આ બધા સિવાય આ સુંદર સાંસદ રાણાએ માંગ કરી હતી કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહારાષ્ટ્ર સરકારને પાડી દેવી જોઈએ. ગૃહ પ્રધાન અનિલ દેશમુખ ઉપર મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર દ્વારા ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા બાદ રાણાએ આ વાત કહી હતી. રાણાએ વધુમાં કહ્યું કે, હું ઈમાનદારી સાથે લડી રહી હતી અને આગળ પણ મારી ઈમાનદારીથી દરેકનો સામનો કરીશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here