નવસારી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી અવિરત વરસાદ પડી રહ્યો છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ રહી છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. અનેક લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરો પાણીમાં ગરકાવ થયા છે. હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. અવિરત વરસાદના કારણે ઘણી સમસ્યાઓ સર્જાણી છે. નવસારીમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી તબાહીની ડ્રોન તસવીરો સામે આવી છે. આ તસવીરો જોઈને તમે પણ શહેરની સ્થિતિનો અંદાજ લગાવી શકો છો.
ગુજરાતમાં 24 કલાકમાં 7ના મૃ;ત્યુ, 8 જિલ્લામાં રેડ એલર્ટ; બોડેલીમાં 24 કલાકમાં 22 ઈંચ, 12 તાલુકામાં 8 ઈંચ વરસાદ
દેવધા ગામ આકાશ પરથી જોતા બેટ હોય એવું લાગી રહ્યું છે. આ સાથે ડાંગ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાંજે 4 વાગ્યા પછી અંબિકામાં પાણી વધવાની શક્યતાને જોતા ગણદેવી આગેવાનો સાથે સ્થાનિક મંડળને પણ એલર્ટ કરવામાં આવ્યું છે. નદીના પાણીના સ્તરમાં વધારો થાય તો અસરગ્રસ્તોને સ્થળાંતર કરવાની પણ તંત્ર તૈયારી કરી રહ્યું છે.
વરસાદી વાતાવરણમાં જૂનાગઢનો દાતાર પર્વત સોળે કળાએ ખીલી ઉઠ્યો, ધોધ વહેતા સુંદર દ્રશ્યો જોવા મળ્યા, જુઓ VIDEO
નવસારી જિલ્લાની ત્રણ લોક માતા અંબિકા, કાવેરી અને પૂર્ણા પૂરની સ્થિતિમાં આવી છે. તેથી, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલાં સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યા છે. આ સાથે દિવસમાં વધુ પડતા વરસાદને કારણે અંબિકા નદીમાં જળસ્તર વધવાની શકયતાને જોતા જિલ્લા કલેક્ટર સહિત ગણદેવી તાલુકામાં સંપૂર્ણ તંત્ર ગોઠવી દેવામાં આવ્યો છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં 11 ઇંચ વરસાદ પડતા પૂર જેવી સ્થિતિ, નીચા વિસ્તાર પાણીમાં ગરકાવ
નવસારી જિલ્લામાં NDRFની બે ટીમ રાખવામાં આવી છે, જેમાંથી એક હાલ વલસાડ છે, જે સાંજ સુધીમાં નવસારી પહોંચશે. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ પણ સ્થાનિક તરવૈયાઓને મળ્યા હતા અને પૂરની સ્થિતિમાં તેમનો સહકાર માંગ્યો હતો. આ સાથે કલેક્ટરે જિલ્લાના લોકોને તંત્રને સહકાર આપવા તેમજ અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સલામત સ્થળે જવા અનુરોધ કર્યો હતો.
દ્વારકા, ખંભાળિયા અને કલ્યાણપુર થયું પાણી પાણી, દ્વારકામાં કલેક્ટરે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું
ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અસરગ્રસ્ત પરિવારોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. જો કે, પૂર્ણા અને કાવેરી નદી જે જિલ્લામાં ખતરનાક સ્તરને વટાવી ગઈ હતી તેનું સ્તર હવે ઓછું થઈ રહ્યું છે. પરંતુ ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીની જળસપાટી 24 ફૂટે સ્થિર રહેતા ધીમે ધીમે વધી રહી હતી. જેના કારણે દરિયાકાંઠાના 17 ગામોને એલર્ટ કરાયા છે. જ્યારે ગાંડવી-અમલસાડ રોડ પર આવેલ ધમડછાનો લોઅર લેવલ બ્રિજ અંબિકા નદીમાં ડૂબી ગયો છે.