કોઈપણ વ્યક્તિ માટે આજના યુગમાં નાનામાં નાની જરૂરીયાત માટે પૈસાની આવશ્યકતા હોય છે. આજના ભૌતિકવાદી સમયમાં તો મૂડીનું મહત્વ આજે પણ વધી ગયું છે. આચાર્ય ચાણક્યે પણ નીતિશાસ્ત્રમાં ધનથી સંબંધિત મહત્વપૂર્ણ વાતોનો ઉલ્લેખ કર્યો છે. આચાર્ય ચાણક્ય અર્થશાસ્ત્રના વિદ્વાન હતાં, એટલા માટે મનુષ્યના જીવનમાં મૂડીના મહત્વને યોગ્ય રીતે સમજતાં હતાં. ચાણક્ય અનુસાર, જીવનને સરળ અને સુગમ બનાવવા માટે પૈસા જરૂરી હોય છે, પરંતુ ચાણક્ય કહે છે કે અમુક મૂડી એવી પણ હોય છે જે ખૂબ જ ટૂંક સમયમાં જ નષ્ટ થઈ જાય છે.
ખોટી રીતે કમાયેલા પૈસા
આચાર્ય ચાણક્ય કહે છે કે વ્યક્તિના જીવનમાં પૈસા જરૂરી હોય છે પરંતુ તેને ક્યારેય ખોટી રીતે કમાવવા ન જોઈએ. આવું ધન વધું દિવસ ટકતું નથી. ખોટા કાર્ય દ્વારા કમાયેલું ધન ટૂંક જ સમયમાં નાશ પામે છે. ખોટા કાર્યો અથવા પછી કોઈને દર્દ આપીને પછી ધર્મ વિરૂધ કમાયેલી મૂડીના કારણ વ્યક્તિ પરેશાનીઓથી ઘેરાયેલી રહે છે સાથે જ માન-સન્માનને નુકસાન પહોચાડે છે. મૂડી તે જ શ્રેષ્ઠ હોય છે જે મહેનતથી કમાયેલી હોય.
એક જ જગ્યાએ રાખેલું ધન
ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ મૂડીને ફક્ત એકઠી કરીને રાખે છે, તેના પૈસા ધીમે-ધીમે નાશ પામે છે. ધનની વૃદ્ધિ માટે તેને યોગ્ય પ્રકારથી રોકાણ કરવું જરૂરી હોય છે. આ જ પ્રકારથી અન્ય લોકો પાસે રાખેલું ધન પણ સમય પડવા પર વ્યક્તિને કોઈ કામ નથી આવતું.
પૈસાનો અતિશય વપરાશ
નીતિશાસ્ત્ર અનુસાર, મનુષ્યને પૈસાનો વપરાશ હંમેશા સમજી-વિચારીને કરવો જોઈએ. જે લોકો પૈસાનો અતિશય વપરાશ કરે છે. તેના પૈસા ખૂબ જલ્દી ખાલી થઈ જાય છે અને સમય પડવા પર વ્યક્તિને બીજા આગળ હાથ ફેલાવવો પડે છે. એટલા માટે ખરાબ સમય માટે પૈસાની બચત કરવી પણ જરૂરી હોય છે. જેટલું જરૂરી હોય એટલા જ પૈસા ખર્ચ કરો.