ખરાબ જમવાનુ જમવાથી મિત્રોનું થયું મોત, મિત્રના મોતથી દુ:ખી થયેલી યુવતીએ શરૂ કરી ખેતી અને….

834

આગ્રામાં રહેતી નેહા ભાટિયા નામની યુવતી ઉચ્ચ અભ્યાસ કરવા માટે વર્ષ 2012માં લંડનમાં ગઈ હતી અને ત્યાં તેણે સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં માસ્ટર્સ પૂરું કર્યું હતું અને ત્યારબાદ તે ભારત પરત આવી હતી. ભારત આવ્યા બાદ નેહાને ઓર્ગેનિક ફાર્મિંગ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો અને તેણે પોતાના વિચારને અમલમાં મુક્યો હતો.

આજે નેહા દેશમાં ત્રણ અલગ-અલગ જગ્યા પર ખેતી કરે છે અને તે દર વર્ષે 60 લાખ રૂપિયા જેટલી કમાણી કરે છે. ઓર્ગેનિક ખેતી કરવાની સાથે-સાથે નેહા ખેડૂતોને પણ ઓર્ગેનિક ખેતી કરવાની તાલીમ પણ આપે છે અને ખેડૂતોને પોતાના પગભર કરે છે.

નેહાએ જણાવ્યું હતું કે, મેં ઘણા સમય પહેલા મારો પોતાનો બિઝનેસ શરૂ કરવાનો વિચાર કર્યો હતો. પરંતુ મારો એવો વિચાર નહોતો કે માત્ર પૈસા કમાવવા માટે બિઝનેસ કરવો પરંતુ, તેનાથી હેલ્થ બેનિફિટ થાય અને તેનાથી અન્ય લોકોને પણ ફાયદો મળે તે બાબતે બિઝનેસ કરવાનો વિચાર કર્યો અને ત્યારે પણ મેં ખેતી અંગે વિચાર નહોતો કર્યો. મે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ એક સામાજિક સંસ્થા સાથે જોડાઇ હતી અને ત્યારે મેં મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા સહિતના રાજ્યોમાં એજ્યુકેશન અને હેલ્થ જેવા વિષયો પર કામ કર્યું હતું અને હું 2012માં લંડન ગઈ હતી અને 2015માં ભારત પરત આવી હતી.

મેં સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને બે વર્ષ સુધી કામ કર્યું છે અને ગામડાંમાં રહેતા લોકોની મુશ્કેલીનો અનુભવ કર્યો છે. મારા પ્રવાસ દરમિયાન એવી માહિતી મળી હતી કે, લોકોની મોટી સમસ્યા હેલ્ધી ફૂડ છે. ગામડાની સાથે-સાથે શહેરોમાં પણ લોકોને યોગ્ય ખાવાનું મળતું નથી અને યોગ્ય ખોરાક ન મળવાના કારણે મારા બે મિત્રોના મોત થયા હતા.

નેહાએ વધુમાં જણાવ્યું હતું કે, મારા મિત્રોને યોગ્ય ખોરાક ન મળવાના કારણે મોત થવાથી વર્ષ 2016ના અંતમાં અમે એક હેલ્ધી મૂવમેન્ટ શરૂ કરી હતી અને આ મુવમેન્ટનો એક જ હેતુ હતો કે, લોકોને સારું ખાવાનું મળી રહે. મેં અલગ-અલગ જગ્યા પર રિસર્ચ કરવાનું શરૂ કર્યું અને અનેક એક્સપર્ટની મુલાકાત કરી હતી. ત્યારે મને વિચાર આવ્યો કે જો લોકોને યોગ્ય ખોરાક આપવો હોય તો યોગ્ય ખોરાક ઉગાડવો પણ પડશે.

હાલમાં શાકભાજી અને ફળ મળી રહ્યા છે તે વિલાયતી યુરિયા ખાતરવાળા, કેમિકલ યુક્ત દવાઓ છાંટીને ઉગાડવામાં આવી રહ્યા છે. મને શાકભાજીની ખેતીનો કોઈપણ પ્રકારનો અનુભવન ન હતો અને મેં ખેતી કરતાં પહેલાં 6થી 7 મહિના સુધી ટ્રેનિંગ લીધી હતી અને ખેતી બાબતની તમામ માહિતી મેળવી હતી. પછી ગામડાઓમાં એ તમામ માહિતી એકઠી કરી મેં બે એકર જમીનમાં ઓર્ગેનિક શાકભાજીનું વાવેતર શરૂ કર્યું.

પરંતુ, શરૂઆતમાં મોટાભાગનું શાકભાજી સડી ગયુ હતું. જેના કારણે તે શાકભાજીની સપ્લાય માર્કેટમાં કરી શક્યા નહોતા અને આ શાકભાજી લોકોને એકદમ ફ્રીમાં આપવું પડ્યું હતું. મારા પતિએ મારું મનોબળ વધાર્યું અને તેઓ પણ નોકરી છોડી મારી સાથે જોડાઈ ગયા હતા.

પહેલી વખત જે પાક નિષ્ફળ ગયો હતો તેમાં બીજી વખત અમે સુધારો કર્યો અને બીજી વખત ખૂબ સારો પાક અમને મળ્યો અને આ શાકભાજીને અમે વિદેશ એક્સપોર્ટ પણ કરવા માંડ્યા અને અમને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને ધીમે-ધીમે અમે તેમનો વ્યાપ વધાર્યો અને નોયડા પછી વધુ બે જગ્યા પર જમીન લઈને ખેતી શરૂ કરી હતી.

આજે અમે 15 એકર જમીન પર ખેતી કરીએ છીએ. ત્રણ એકર જમીનમાં શાકભાજી, મુઝફ્ફરપુરની 10 એકર જમીનમાં ફળ અને બિજી બે એકર જમીનમાં ઓર્ગેનિક ફાર્મિંગ કરીએ છીએ. અમે લગભગ 50 કરતા પણ વધારે જાતના શાકભાજી ઉગાડીએ છીએ. બાળકોને પણ ખેતી વિશે જ્ઞાન મળી રહે તે માટે અમે સ્કૂલના બાળકો માટે એક ફાર્મિંગ સ્કૂલ શરૂ કરી છે.

જેમાં અલગ-અલગ સ્કૂલના બાળકો અઠવાડિયામાં એક દિવસ અમારે ત્યાં આવે છે. એક ડઝનથી વધુ શાળાઓ અમારી સાથે જોડાઈ છે. નેહાએ વધુમાં જણાવ્યું હતું કે, લોકો અમારે ત્યાં આવે એટલે અમે એક કેમ્પ લગાવીને આમંત્રિત કરેલા મહેમાનને મનપસંદ ફૂડ ખવડાવીએ છીએ. જેના કારણે એ લોકો ઓર્ગેનિક ફૂડમાં વધારે રસ લઇ શકે.

Previous articleશરીરનો કોઈ પણ દુ:ખાવો દુર કરવા ખુબજ ઉપયોગી મેથીના લાડવા, જાણો મેથીના લાડવા બનાવવાની રીત
Next articleઘરે બનાવો જૈન સુરતી હરિયાલી ઊંધિયું, સ્વાદ એવો કે જીભને ભરી લેશો બટકું..