એક ભાઈએ શહેરની ભીડભાડ અને ઘોંઘાટથી કંટાળીને શહેરથી દૂર એક મકાન લીધું, પછી જે થયું એ તમારે જરૂર વાંચવું જોઈએ

278

એકભાઇ શહેરની ભીડથી અને ઘોંઘાટથી ખુબ કંટાળેલા. નિવૃતિ પછી શહેરથી દુર એક શાંત જગ્યા પર સરસ મજાનું મકાન લીધુ. હવેનું જીવન ખુબ શાંતિથી વિતશે એવી આશા સાથે નવા મકાનમાં રહેવા માટે આવ્યા.

આ નવા મકાનની બાજુમાં એક મોટુ મેદાન હતુ. કેટલાક છોકરાઓ ક્રિકેટ રમવા માટે રોજ આ મેદાનમાં આવતા અને રાડારાડી કરતા.

પેલા ભાઇ તો બરોબરના અકળાયા. ઘોંઘાટથી બચવા માટે શહેરથી આટલે દુર આવ્યા પણ અહીંયા તો શહેર કરતા પણ વધુ અવાજ હતો. બીજા દિવસે આ ભાઇના પત્નિએ મેદાનમાં આવીને છોકરાઓને અહીંયા રમત ન રમવા માટે સમજાવ્યા. છોકરાઓ ન માન્યા અને બીજા દિવસે પણ રમત રમવા માટે આવ્યા.

પછીના દિવસે આ ભાઇ પોતે જ છોકરાઓ રમતા હતા ત્યાં આવ્યા. છોકરાઓને લાગ્યુ કે અંકલ ખીજાશે પણ બધાના આશ્વર્ય વચ્ચે આ ભાઇએ કહ્યુ, ” તમે બધા બહુ સરસ ક્રિકેટ રમો છો. મને ક્રિકેટની રમત જોવી ખુબ ગમે છે. તમે રોજ અહીંયા ક્રિકેટ રમવા માટે આવજો હું તમને રોજના 100 રૂપિયા આપીશ.” છોકરાઓને તો મજા આવી ગઇ.

થોડા દિવસ સુધી આ ભાઇએ રોજના 100 રૂપિયા આપ્યા પછી એકદિવસ છોકરાઓને કહ્યુ, ” ભાઇઓ, હમણા મારે થોડી આર્થિક મુશ્કેલી છે એટલે હવે હું તમને 100 રૂપિયા નહી આપી શકુ માત્ર 20 રૂપિયા આપીશ.” છોકરાઓને રોજના 100 રૂપિયાની આદત પડી ગઇ હતી એટલે એમણે કહ્યુ, ” ના અંકલ, તમારે ક્રિકેટ જોવુ હોય તો 100 રૂપિયા જ આપવા પડશે.” પેલા ભાઇએ 100 રૂપિયા આપવાની ના પાડી એટલે બીજા દિવસથી છોકરાઓએ રમતનું મેદાન બદલી નાંખ્યુ અને બીજે રમવા જતા રહ્યા.

ભાઇએ એના પત્નિને કહ્યુ, ” જોયુ ગાંડી, આ દુનિયાને સમજાવવાથી એને કંઇ ન સમજાય. માણસો બહુ લાલચુ છે એટલે એને સમજાવવા માટે બીજો રસ્તો અપનાવવો પડે. દરેક જગ્યાએ સીધી આંગળીથી ઘી ન નીકળે ક્યાંક આંગળી વાંકી પણ કરવી પડે.

Previous articleશાળાએ જતા બાળકોને દફતરના વજનના કારણે અનેક સમસ્યાઓ થાય છે, જાણો દફતરનું વજન કેમ ઘટાડશો ?
Next articleવડોદરાની ૧૨ પાસ મહિલાએ યૂટ્યુબમાં વિડીયો જોઈને શરૂ કર્યો કાચી ધાણીના તેલનો બિઝનેસ, કમાય રહી છે ૩-૪ લાખ રૂપિયા