વિદેશની નોકરી છોડીને, ગામમાં ગોળ બનાવવાનું કામ શરૂ કર્યું, આજે કરે છે તેની વિદેશમાં સપ્લાય અને લાખોની કમાણી…

438

પઠાણકોટના ગોસાઇપુર ગામનો રહેવાસી સરદાર અવતાર સિંહ ગોળનો ધંધો કરે છે. તે શેરડીની ખેતી કરે છે અને ત્યારબાદ તે પોતે જ ગોળ બનાવી વેચે છે. તેમના ગોળની માંગ એટલી છે કે તે ગોળ બનાવતા જ વેચાય જાય છે.

અવતાર સિંહ મલેશિયામાં નોકરી કરતા હતા. અવતારસિંહ મલેશિયામાં 8 વર્ષનો રહ્યા. ત્યાં તેનું મન ના લાગ્યું તેથી તે ગામડે પાછા આવી ગયા. ત્યાં તેમણે સ્માર્ટ ખેતી અને સ્માર્ટ બિઝનેસ કરવાનું શરૂ કર્યું. બસ, ત્યાંથી જ ગોળ બનાવવાનો વિચાર આવ્યો અને ધંધો કરવા લાગ્યો. અવતાર ગામમાં જ શેરડીની ખેતી કરે છે. તે પછી ગોળ બનાવે છે.

ગોળ ના વ્યવસાયમાં આજે ખુબ જ જાણીતું નામ છે. આખા પંજાબના લોકો તેમની પાસેથી ગોળ ખરીદવા પહોંચે છે. અન્ય રાજ્યો અને વિદેશના લોકો પણ ગોળ મંગાવે છે.

એવું માનવામાં આવે છે કે પઠાણકોટની જમીન શેરડીના વાવેતર માટે યોગ્ય છે. એવામાં અવતારસિંહે ખેતી શરૂ કરી દીધી. આ પછી, તેણે શેરડીના રસથી ગોળ બનાવવાનું શરૂ કર્યું. કહેવામાં આવી રહ્યું છે કે રોજ દોઢ ક્વિન્ટલ ગોળ તૈયાર કરે છે અને તે તૈયાર થવાની સાથે વેચાય પણ જાય છે. તેણે આ સિઝનમાં અત્યાર સુધીમાં 4 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે.

અવતારસિંહે ગોળ બનાવવાની તાલીમ લીધી છે. કૃષિ વિભાગ દ્વારા આયોજિત શિબિરમાં તેમણે તાલીમ લીધી છે. શેરડીનો રસ ગરમ કર્યા પછી, ગોળ ઝડપથી ઠંડો થતો નથી, આવી સ્થિતિમાં, સંગેમરમર પથ્થર પર નાખવો જોઈએ. અવતારના દેશી ગોળની વિદેશમાં પણ માંગ છે.અહીંથી ગોળ દર વર્ષે જર્મની, અમેરિકા, ઔસ્ટ્રેલિયા, દુબઇ અને ઇંગ્લેન્ડ જાય છે. કેટલાક લોકો ત્યાં જાય તો સાથે લઈ જાય છે, તો ઘણા લોકો  પાર્સલ પણ મંગાવે છે. 

Previous articleનાનપણમાં બળદગાડું ચલાવનાર આજે બન્યો ભારતનો સૌથી સફળ એરલાઇન્સનો કેપ્ટન…
Next article572 ભિખારીઓને આપી નોકરી અને 5000 ને ફરીથી જીવવાની આશા આપી : 26 વર્ષનો પ્રોફેસર ઘણાના જીવન બદલી રહ્યો છે.