ઓદ્યોગિક ક્રાંતિ પછી કામદાર વર્ગની દિનચર્યામાં ઘણા ફેરફારો થયા હતા. તે સમયે મજૂરી કરનાર વર્ગના ઘણા લોકોને વહેલી સવારે ઉઠવુ પડતુ હતુ. પરંતુ ૧૯ મી સદીમા એલાર્મ ઘડિયાળ એટલી લોકપ્રિય નહોતી. એ સમયના કામદારો માટે એલાર્મ ઘડિયાળ પણ ખૂબ ખર્ચાળ સાબિત થતી હતી. જેના કારણે કામદારો પોતાને જગાડવા માટે નોકર રાખતા હતા. નોકરનુ પ્રચલન બ્રિટન અને આયર્લેન્ડમા થયુ હતુ. નોકરના કામ વિશે વાત કરીએ તો સૌ પ્રથમ તેઓ દરવાજો ખટખટાવતા અને લોકોને જગાડતા. પરંતુ જ્યારે કોઈ કામદાર ઉભો થતો ન હોય ત્યારે તે એટલો અવાજ કરતો હતો કે તે જાગી જાય.
દરરોજ સવારે થતી આ સમસ્યાને કારણે પડોશીઓ ખૂબ જ અસ્વસ્થ રહેતા હતા. જે પછી નોકરોએ કામદારોને ઉભા કરવાની બીજી રીત શોધી કાઢી હતી. તેઓ હવે બે થી ત્રણ માળની બિલ્ડીંગમાં રહેતા લોકોને જગાડવા માટે લાંબી લાકડીઓનો આશરો લેતા હતા. આનાથી તે મકાનમા રહેતા અન્ય લોકોને કોઈ તકલીફ પડતી ન હતી. સવારે તેમની ઉઘમા કોઈ ખલેલ પડતી ન હતી કામદારો જયા સુધી ઉઠે નહિ ત્યા સુધી નોકરો લાકડીને બારી ઉપર ટકોર કરતા રહેતા.
આખો દિવસ એક નોકરે આશરે ૧૦૦ લોકોને જગાડવાનુ કામ કરતા હતા. આ કામ અત્યંત કંટાળાજનક હતુ. નિષ્ણાતોના મતે નોકરને યોગ્ય પૈસા મળ્યા ન હતા. તેમને ક્યારેક કામદારોનો રોષ સહન કરવો પડતો હતો. જ્યારે આખુ શહેર સૂઈ રહ્યુ હોય, ત્યારે નોકર જાગીને જગાડવાનુ કામ કરતા હતા. પરંતુ આ કાર્ય અત્યંત મુશ્કેલ હતુ.
અહીં સવાલ ઉભો થાય છે કે તેઓ પ્રથમ કેવી રીતે જાગતા હશે. સાચી વાત કરવામાં આવે તો નોકરનુ જીવન ઘુવડ જેવુ થઈ ગયુ હતુ. તેઓને આખી રાત જાગવાની ટેવ પડી ગઈ હતી. તેમને સૂવાનું ત્યારે થતું હતું જ્યારે લોકોને જગાડવાનુ કામ પૂરુ થઈ જાય. ત્યાર પછી આ લોકો સુતા હતા, ૧૯૪૦ થી ૧૯૫૦ ની વચ્ચે એલાર્મ ઘડિયાળ ચાલુ થઈ. જેનુ આગમન ધીમે-ધીમે થતા નોકરોની નોકરી ચાલી ગઈ હતી. .