Homeહેલ્થભોજન બનાવવા માટે નોન સ્ટિક વાસણોનો ઉપયોગ કરતા પહેલા આટલું જરૂર વાંચી...

ભોજન બનાવવા માટે નોન સ્ટિક વાસણોનો ઉપયોગ કરતા પહેલા આટલું જરૂર વાંચી લેજો…

આ વાત શરુ થઈ છે લગભગ ૮૦ વર્ષ પહેલા. સન. ૧૯૩૮ માં દુયોન્ત કંપનીમાં કામ કરતા રોય પ્લંકેટે ટેફલોનની શોધ કરી. આ તત્વને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પરમાણુ બોમ્બમાં યુરેનિયમ હેકસાફલોરાઇડને રક્ષણ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું. કારણ કે ટેફલોનએ એક એવું તત્વ છે કે જે સામાન્ય તાપમાન પર વધુ સ્થિર અને અઘર્ષણશીલ છે જે ઉપયોગી છે.

હવે વર્ષ ૧૯૫૪ માં આ કંપનીએ એના પર પોતાનો ટ્રેડમાર્ક લીધો, અને અન્ય તત્વોના ઉત્પાદનો બનાવવાની શરૂઆત કરી. ત્યારબાદ વર્ષ ૧૯૫૧ માં નોનસ્ટીક વસ્તુઓ બનાવવાનો વિચાર આવ્યો. હવે જ્યારે આ વાસણનું વેચાણ શરૂ થયું ત્યારે ખ્યાલ પડ્યો કે આ વાસણોને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો તેમાંથી ઝેરીલો ગેસ છૂટે છે. એટલે આ હાનિકારક નોનસ્ટીક વાસણો બજારમાંથી પાછા ખેંચવામાં આવ્યા.

જાણકારી માટે જણાવી દઈએ કે રસોડામાં માત્ર એક જ વસ્તુમાંથી ક્લોરીન પ્રાપ્ત થાય છે, જે નોનસ્ટીક વાસણો છે. નોનસ્ટીક વાસણોમાં રહેલું ટેફલોન જયાં સુધી ગરમ ન થાય ત્યાં સુધી કંઈ ખરાબ થતું નથી, પણ આ તત્વ ગરમ થવાથી જ વિઘટનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે કોઇપણ નોનસ્ટીક વાસણ ૩૬૦ ડીગ્રી સેલ્શિયસ પર ગરમ થયા પછી છ પ્રકારના ગેસ છોડે છે. અને ૫૩૮ ડીગ્રી સેલ્શિયસ પર ગરમ થયા પછી તે દસ ગણા ઝેરીલા ગેસ જેવા તત્વો છોડે છે.

એવામાં જો કોઇપણ વ્યક્તિ આ વાસણોનો ઉપયોગ જમવાનું બનાવવા માટે કરે છે અને એ તેનું સેવન કરે તો તે જીવલેણ બીમારીના શિકાર બની શકે

સૌ થી ઉત્તમ રસોઈ માટી ના વાસણ માં બને પરંતુ તેની દેખભાળ ખુબ અઘરી છે તેથી તાંબા, પીતળ અને કાંસા ના વાસણો ને કલઈ કરી ને વાપરી શકાય.. એલ્યૂમીનિમ નો ઉપયોગ સદન્તર બંધ કરી દેવો….

સૌજન્ય: વસિષ્ઠ ફાર્મ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments