વર્ષ 2020 માં, નવરાત્રીનો શુભ પર્વ નવ દિવસ સુધી ચાલશે. નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે, 17 ઓક્ટોબરે સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે. બુધ અને ચંદ્ર પણ 17 મી તારીખે તુલા રાશિમાં પ્રવેશ કરશે. ચંદ્ર 18 મી તારીખે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે, પરંતુ સૂર્ય-બુધનો બુધાદિત્ય યોગ સંપૂર્ણ નવરાત્રીમાં રહેશે. ચાલો આપણે જાણીએ કે, રાશીઓ પર નવરાત્રી દરમિયાન ગ્રહોની કેવી અસર થશે.
1) મેષ રાશિ :-
આ રાશિના જાતકો માટે વિવાહિત યોગ બની શકે છે. પ્રેમમાં સફળતા મળી શકે છે. નવરાત્રીના નવ દિવસ સુધી માતા દુર્ગાની પૂજા કરવી જોઈએ.
2) વૃષભ રાશિ :-
આ રાશિના લોકોને શત્રુઓ ઉપર વિજય મળશે. રોગોની સમસ્યા દૂર થશે. નવરાત્રીમાં કળશ સ્થાપના કરવી અને માતા દુર્ગાની પૂજા કરવી.
3) મિથુન રાશિ :-
નવરાત્રી દરમિયાન સંતાન સુખ મળશે. તમને તમારી નોકરીમાં પ્રમોશન અને આર્થિક લાભ મળી શકે છે. જો શક્ય હોય તો નવરાત્રી પર ઉપવાસ રાખો.
4) કર્ક રાશિ :-
આ રાશિના લોકોને તેમની માતા પાસેથી સુખ મળશે. વૈભવ વધશે. કાર્યોમાં સફળતાની સાથે તમને સન્માન પણ મળશે. સવારે અને સાંજે દુર્ગા ચાલીસાનો પાઠ કરવો.
5) સિંહ રાશિ :-
આ રાશિના જાતકોનું આરોગ્ય સારું રહેશે. તમારી આશા મુજબ તમને ફળ મળશે. તમારા ભાઈ પાસેથી તમને મદદ મળશે. નવરાત્રીમાં શક્ય હોય તો જુવારા વાવો.
6) કન્યા રાશિ :-
કાયમી સંપત્તિમાં લાભ થઈ શકે છે. ધનમાં વૃદ્ધિ થશે. નવરાત્રી દરમિયાન કન્યા પૂજા કર્યા પછી તેને લીલા રંગના ફળનું દાન આપવું.
7) તુલા રાશિ :-
આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે. વિચારેલા કાર્યો પૂર્ણ થશે. નવરાત્રીમાં વ્રત રાખો અને 3 વર્ષની બાળકીની પૂજા કરો. અને દેવી દુર્ગાને લાલ ફૂલો અર્પણ કરો.
8) વૃશ્ચિક રાશિ :-
આ રાશિના લોકોને બિનજરૂરી ખર્ચઓ થશે. આવકમાં ઘટાડો થઈ શકે છે. પરિવાર સંબંધિત ચિંતાજનક સમાચાર મળી શકે છે. દેવી દુર્ગાને મધ અર્પણ કરવું.
9) ધન રાશિ :-
તમારા માટે આ નવરાત્રી લાભકારી સાબિત થઈ શકે છે. આવકમાં વધારો થવાની સંભાવના છે. માતા દુર્ગાને નાળિયેર અર્પણ કરો અને કાળી કીડીને ખાંડ ખવડાવો.
10) મકર રાશિ :-
આ રાશિના લોકો માટે નવરાત્રી ખૂબ જ શુભ છે. નવરાત્રીમાં માતા દુર્ગાના મંદિરમાં પાંચ પ્રકારનાં ફળો અર્પણ કરો.
11) કુંભ રાશિ :-
આ રાશિના લોકો માટે ભાગ્ય વૃદ્ધિનો સમય છે. સાથીઓની મદદ મળશે. અધૂરા કર્યો પૂર્ણ થશે. કરીમ સફળતા પ્રાપ્ત થશે. નવરાત્રીમાં સવારે અને સાંજે માતા દુર્ગાનાં 32 નામો બોલવા.
12) મીન રાશિ :-
આ રાશિના લોકોએ વાહનનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી. કોઈ પણ દુર્ઘટના થવાની સંભાવના છે. શત્રુઓ મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. માતા દુર્ગાને ચૂંદડી અને ધ્વજા ચડાવો.