મુંબઈમાં બોલ-બેરિંગની દુકાન ચલાવતા ગુજરાતી વેપારીની પુત્રીએ આધેડ ઉંમરે રચ્યો ઈતિહાસ, જાણો Nykaa કહાની

190

મુંબઈમાં બોલ-બેરિંગની દુકાન ચલાવતા ગુજરાતી વેપારીની પુત્રી ફાલ્ગુની અમદાવાદની IIMમાં અભ્યાસ કરતી વખતે સંજય નાયરના સંપર્કમાં આવે છે ! સ્નાતક થયા પછી બન્ને લગ્ન કરી લે છે ! સંજય નાયર KKR નામની ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ કપંનીમાં નોકરી કરવા લાગે છે અને ફાલ્ગુની મહેન્દ્ર કોટકમાં નોકરી કરવા લાગે છે !

સંજય અને ફાલ્ગુની અંચિત અને અદ્વૈતા નામના જોડિયા પુત્ર પુત્રીના માતાપિતા બને છે ! અંચિત અને અદ્વૈતા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા જતાં રહ્યા પછી મહેન્દ્ર કોટકમાં મેનેજીંગ ડાયરેકટરના પદ પર નોકરી કરતી ફાલ્ગુનીને Business Woman બનવાની ઈચ્છા થવા લાગી !

૨૦૧૨માં ૫૦ વરસની ફાલ્ગુની મુંબઈમાં Nykaa નામથી સૌંદર્ય પ્રસાધનો વેચવાનો સ્ટોર શરુ કરે છે ! ૨૦૧૫માં Nykaaના ૭૬ સ્ટોર દેશમાં ખડા થઈ જાય છે અને તે હાલ દેશી તેમજ વિદેશી એવી બે હજાર બ્રાન્ડના બે લાખ ઉપરાંતના વિવિધ સૌદર્ય -પ્રસાધનો વેચી રહ્યા છે !

૨૦૧૮માં ફાલ્ગુની Nykaa App મારફત માણસો માટેના પ્રસાધનો વેચવાની શરુઆત કરે છે અને નવી દિલ્હીમાં પુરુષો માટે Nykaa Fashion નામનો સ્ટોર શરુ કરે છે ! ઓગસ્ટ ૨૦૨૧માં ફાલ્ગુની Nykaaનો IPO લાવવા SEBIમાં અરજી કરે છે ! ઓક્ટોબર ૨૦૨૧માં Nykaaનો IPO જાહેર થાય છે!

Nykaaનો એક શેર ₹ ૧, ૧૨૫ લેવા લોકો તૈયાર હોવાથી તે ૮૨ % ઉપરાંત ભરાઈ જાય છે ! નવેમ્બર ૧૦ના રોજ BSE અને NSE પર નાયકાનો શેર ₹ ૨,૧૩૭ના ભાવથી ખુલ્યો હતો ! ફાલ્ગુની પાસે Nykaaના ૫૪ ટકા શેર હોવાથી તે અબજોપતિ બિઝનેસ -વુમન બની ગઈ છે !

નાયકાના સૌંદર્ય પ્રસાધનો ખરીદ કરતી બોલીવુડની અભિનેત્રીઓએ નાયકાનો IPO ભર્યો હતો! તે પૈકી આલિયા ભટ પાસે ૮૧૭૭ શેર અને કટરિના કૈફે પાસે ૩૩૬૦ શેર છે ! ગત શુક્રવારે બજાર બંધ થતાં Nykaaના શેરનો ભાવ ₹૨,૩૫૯ જેટલો હતો, એટલે આલિયા ₹ ૧.૯૨ કરોડ અને કટરિના ₹ ૭૯.૨૫ લાખ ધરાવે છે !

એક ગુજરાતી મધ્યમ પરિવારની દિકરી સરસ શિક્ષણ મેળવી,બહોળો અનુભવ મેળવી,પરિવારની ફરજો અદા કરીને, આઘેડ વયે વેપાર ક્ષેત્રમાં ઝંપલાવીને માત્ર આઠ વરસમાં દેશની Coal India, ગોદરેજ, હિંદાલ્કો અને ભારત પેટ્રોલિયમ કરતાં પોતાની Nykaa કપંનીને આગળના સ્થાને લાવી દે, તેના પર દરેક ગુજરાતી ભાઈ બહેનને ગર્વ થવો સ્વાભાવિક છે !

શેર ખરીદ વેચાણ કરતા કોઈ મિત્રોએ Nykaaના શેર મેળવ્યા હોય તો તેમને પણ અભિનંદન !

Previous articleધનની સામે આયુર્વેદને ભૂલી ગયા લોકો અને ધન્વંતરિ તેરસ થઈ ધનતેરસ
Next articleમોબાઈલમાં ગેમ રમવાનું છોડી, બાળકોએ આપ્યો ખેડુત બાપને સાથ, 3 મહિનામાં થયો 2.50 લાખનો નફો