લોટમાં આ એક વસ્તુને મિક્સ કરીને ખાવાથી જિંદગીમાં ક્યારેય નહી થાય ગેસ અને કબજિયાત…

130

આજના સમયમાં વાતાવરણ અને બહારનું ભોજન મોટાભાગે દુષિત હોય છે અને ખેતીમાં વપરાતા કેમિકલ યુક્ત ખાતરને કારણે પણ અનાજ પણ દુષિત થાય છે, આ ઉપરાત સુવાનો કે જાગવાનો કે સમયસર ભોજન કરવાનો કોઈ ફિકસ સમય નથી, તેથી ગેસ અને કબજિયાતની સમસ્યાથી પીડાતા લોકોની સંખ્યા લાખોમાં છે. અનિયમિત જીવન અને ખોટા આહારને લીધે ખોરાક યોગ્ય રીતે પચતો નથી. આ સાથે લોકો જંક ફૂડ અને ફાસ્ટ ફૂડનું વધુ સેવન કરે છે, જેના કારણે ગેસ અને કબજિયાતની સમસ્યા ઉભી થાય છે.

આજે, ગુજરાત પેજ દ્વારા, આ લેખમાં ગેસ અને કબજિયાતને દૂર કરવાની એક ખૂબ જ સરળ અને જબરદસ્ત રીત જણાવી રહ્યા છીએ. આ માટે, તમારે લોટમાં ફક્ત એક જ વસ્તુ ઉમેરવાની રહેશે અને તમને આખી જીંદગી ગેસ અને કબજિયાતની સમસ્યા નહીં આવે.

ગેસ અને કબજિયાતથી છુટકારો મેળવવા માટેનો ઉપચાર

આજે જે ઉપાય તમને જણાવીશું તે ખૂબ જ સરળ અને અસરકારક છે. ગેસ અને કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે તમારે લોટમાં ઓટ (જવ અથવા ઓટ) નો પાવડર કહો કે લોટ કહો એ મિક્સ કરવો પડશે, જે તમને માર્કેટમાં સરળતાથી મળી રહે છે.

આ માટે તમારે ત્રણ ભાગના લોટમાં એક ભાગ ઓટ પાવડર મિક્સ કરીને રોટલી બનાવવી પડશે. લોટમાં ઓટ્સ પાવડર ઉમેરીને એ લોટની રોટલી બનાવાથી તેના પોષક મૂલ્યમાં વધારો થાય છે.

આ બનાવેલી રોટલી ખાવાથી તમારી પાચન શક્તિ મજબૂત થશે અને તમને પેટના રોગ, ગેસ, કબજિયાતથી રાહત મળશે. દરરોજ આ રેસીપીનો ઉપયોગ કરવાથી તમે આજીવન માટે ગેસ અને કબજિયાતની સમસ્યાથી રાહત મેળવી શકો છો.

Previous articleશ્વેતા તિવારીના વીડિયો બાદ હવે હોટ તસવીરો આવી સામે, ઈંસ્ટાગ્રામ પર થઇ રહી છે વાયરલ…
Next articleમોંઢાનો સ્વાદ જ નહી પણ ભૂખ પણ વધારે છે કાચી કેરી-ફુદીનાની આ ચટણી, આ છે બનાવાની રીત…