જાણો ઓડીશાના આ ૭ સૌથી સુંદર અને રમણીય બીચ વિશે.

468

ઓડિશાનો દરિયાકિનારો જોવાલાયક સ્થળો માટે પ્રખ્યાત છે. ઓડિશાના દરિયાકિનારામા ચાંદીપુર અને ગોપાલપુરનો નજારો ખૂબ જ લોકપ્રિય છે. ઓડિશામા લગભગ પાંચસો કિલોમીટર લાંબો દરિયાકિનારો છે. જેમા વિશ્વના કેટલાક સુંદર બીચનો સમાવેશ થાય છે. એશિયાની સૌથી મોટા ખારા પાણીનુ તળાવ ‘ચિલિકા’ અહીં સ્થિત છે. તો ચાલો આપણે અહીંના સૌથી સુંદર બીચ વિશે જાણીએ.

૧) પુરી :- પુરી એક સૌથી મહત્વપૂર્ણ હિન્દુ તીર્થસ્થાન છે. ભગવાન જગન્નાથની મુલાકાત માટે લોકો દૂર-દૂરથી આવે છે. અહીંના સુંદર દરિયાકિનારા પ્રવાસીઓ અને ભક્તોને આકર્ષિત કરે છે.

૨) ગોપાલપુર :- ગોપાલપુર બંગાળની ખાડી ઉપર સ્થિત છે. દક્ષિણ ઓડિશાના બ્રહ્માપુર જિલ્લાથી ૧૬ કિલોમીટર દૂર છે. તે આ રાજ્યનો સૌથી પ્રખ્યાત બીચ છે. તેનુ વાદળી ઠંડુ પાણી પ્રવાસીઓને આકર્ષે છે.

૩) અસ્ત રંગા :- અસ્તા રંગા પુરીથી ૯૧ કિમીના અંતરે સ્થિત છે. બંગાળની ખાડી સ્થિત આ બીચ પર્યટકોમા ખૂબ પ્રખ્યાત છે. લોકો વાદળી પાણીમા ડૂબકી લગાવતા પોતાને રોકી શકતા નથી. અસ્ત રંગાનો શાબ્દિક અર્થ રંગોમા ડૂબેલ સૂર્યાસ્ત થાય છે. અને આ બીચ પોતાના નામને પ્રતિબિંબિત કરે છે.

૪) ચાંદીપુર :- ચાંદીપુર બીચ ૪૮૦ કિલોમીટર સુધીનો વિસ્તાર ધરાવતો દરિયાકિનારો છે. બંગાળની ખાડી સાથેનો આ દરિયાકિનારો પ્રાચીન મંદિરો માટે પણ પ્રખ્યાત છે. અહીંના મંદિરો પોતાની કળા માટે જાણીતા છે.

૫) બાલેશ્વર :- પુરીથી માત્ર ૧૫ કિમી દૂર બાલેશ્વર બીચ સ્થિત છે. તે સૂર્યોદય અને સૂર્યાસ્તના અદભૂત દૃશ્યો માટે પ્રખ્યાત છે. આ બીચની આજુબાજુની હરિયાળી આકર્ષિત કરે છે.

૬) બાલીઘાય :- પુરીની સૌથી નજીકમા આઠ કિલોમીટરના અંતરે બાલિઘાય બીચ સ્થિત છે. તે એક પ્રખ્યાત પિકનિક સ્થળ છે. આ કાંઠા ઉપર બાલહારીની પ્રજાતિઓના હરણ જોવા મળે છે.

૭) તાલાસરી :- તાલાસરી બીચ ચંદનેશ્વરથી ૪ કિલોમીટર અને પશ્ચિમ બંગાળના દિધાથી માત્ર આઠ કિલોમીટર દૂર સ્થિત છે. આ બીચ ખૂબ જ શાંત છે અને તમે અહીં થોડો સમય કાઢી શકો છો.

Previous articleજાણો એલોવેરાનો વધારે પડતો ઉપયોગ થઇ શકે છે નુકશાનકારક.
Next articleજાણો ચોમાસામાં કેટલી અલગ-અલગ જાતની કેરીઓ આવે છે.