ત્રણ મહિના પહેલા લગ્ન કરેલ જોડાએ નવા ઘરમાં રહેવા ગયાના બીજા જ દિવસે ગળેફાંસો ખાધો

57

મોરબી રોડ પર જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતા યુવક દંપતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આત્મહત્યા કરનાર બાબુ સોલંકી વિડીયો શૂટિંગ ફોટોગ્રાફીનો વ્યવસાય કરતો હતો. પણ એવું તો શું થયું હતું કે બંનેએ ગળેફાંસો ખાય લીધો.
એક ક્લિકમાં જાણો ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે?

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના મોરબી રોડ પર આવેલી જય જવાન જય કિસાન સોસાયટીમાં એક નવપરિણીત દંપતિએ આપઘાત કરી લીધો હતો. બાબુ સોલંકી અને મમતા સોલંકી નામના નવપરિણીત યુગલે આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો હતો. ઘટનાની જાણ પોલીસને કરતા બી.ડીવીઝન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘરેલું હિંસાના કારણે તેણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળે છે. મૃતક બાબુભાઈ સોલંકી અને તેમની પત્ની મમતાબેને સવારે 7 વાગ્યાની આસપાસ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવક બાબુ વીડિયો શૂટીંગનું કામ કરતો હતો. તો મમતાબેન મૂળ અંકલેશ્વરના હતા. પોલીસ હાલ તેના પરિવારજનોની પૂછપરછ કરી રહી છે.
બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન ગુજરાતી ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યા છે, તેની ફી જાણીને ઉડી જશે હોશ

પતિ-પત્ની મોડે સુધી ન ઉઠ્યા અને પરિવારના સભ્યો આવતા દરવાજો પણ ખોલ્યો ન હતો, જેથી પરિવારે છત પરનું પતરું ઉંચુ કરીને જોયું તો લોખંડની પાઇપ સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા.
વરસાદી તબાહી વચ્ચે બાળકના ભલમનસાઈના વીડિયોની ચારે તરફ થઈ રહી છે પ્રશંશા

યુવકના કાકા ભગવાનજીભાઈ સોલંકીએ જણાવ્યું કે યુવક અને યુવતીના લગ્ન ત્રણ મહિના પહેલા જ થયા હતા. અને ગઈકાલે જ તે પોતાના પરિવારથી અલગ થઈને નવા ઘરમાં શિફ્ટ થયા હતા. અમારા માટે પણ આશ્ચર્યજનક છે કે તેમણે સજોડે ગળેફાંસો કેમ ખાધો.
ALERT: વડોદરામાં ભયાનક મગરોનું મહેમાન બનીને શહેરમાં આંટાફેરા, પાણી ભરાતા જ સામે આવવા લાગ્યા મગરો

Previous articleરાશિફળ 15 જુલાઈ 2022 : શુક્રવારે તમારો દિવસ કેવો રહેશે, જાણો તમારું રાશિફળ
Next articleનિષ્ણાતની સલાહ: આ 3 શેરોમાં રોકાણ કરવાનો યોગ્ય સમય, આ મોટા શેરો અડધાથી પણ ઓછા ભાવે છે