મોહક યુવતીઓ ફોન પર વીડિયો કોલ કરી ફસાવીને કરે બ્લેકમેલ, ફરીવાર ગેંગ થઈ સક્રિય, જાણો કેવી રીતે ફસાવે છે…

લેખ

આજ-કાલ સમાચારો અને ન્યુઝ પેપરમાં સાઈબર ક્રાઈમના સમાચાર લગભગ દરરોજ જોવા અને વાંચવા મળે છે અને અપરાધીઓએ પણ ગુના કરવા માટે નવી નવી ટેક્નિકનો ઉપયોગ કરતા હોય છે, અમે તમને આજે જે ક્રાઈમ વિશે જણાવાના છીએ તેમાં લોકોની સામાજિક પ્રતિષ્ઠા, ઉંમર અને વ્યવસાયને ધ્યાનમાં રાખીને તેમને ટાર્ગેટ કરાતા હોય છે અને ભોગ બનનાર લોકો સમાજમાં બદનામીના ડરથી ફરિયાદ પણ કરતા નથી અને કોઈ સ્ત્રી અથવા યુવતી સાથે થયેલા મોટાભાગના ક્રાઈમ સામે આવતા નથી જેના કારણે આવી ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોને છુટો દોર મળી જાય છે.

કેટલાય કિસ્સાઓમાં ભણેલા ગણેલા પુરુષો પોતાની માનસિક અને શારીરિક ભૂખને સંતોષવાની લાલચમાં આવી યુવતીઓની મોહજાળમા ફસાઈ જાય છે. સોશિયલ મીડિયા પર જ્યારે કોઈ સુંદર યુવતી સામેથી ચેટ કરવાની શરૂવાત કરે ત્યારે તેનો ઈરાદો ચોક્કસથી ફસાવવાનો હોઈ શકે છે. આજના કેટલાક યુવકો સોશિયલ મીડિયા પર સુંદર યુવતીને જોઈ એટલા ઘેલા બની જાય છે અને ન કરવાનું કરી બેસે છે.

પછી સમાજમાં બદનામીના ડરથી આવા યુવકો પાસેથી યુવતી અને તેની ટોળકી મોટી રકમ પડાવતી હોય છે. એવુ નથી કે માત્ર યુવકો જ ફસાય છે, અમુક કિસ્સાઓમાં યુવતીઓને પણ બ્લેકમેઈલ કરવામાં આવતી હોય છે, યુવકો દ્વારા જો પૈસા આપવાની ના કહેવામાં આવે ત્યારે તેમના વિડીયો અથવા ફોટો વાયરલ કરવામાં આવે છે, જયારે યુવતીઓનાં કિસ્સામાં યુવકો દ્વારા બ્લેકમેઈલ કરવામાં આવે છે અને તેમની પાસે અઘટિત માગણીઓ કરવામાં આવે છે, જો યુવતી તેમના તાબે થઈ જાય તો તેમનું શારિરીક શોષણ અને માનસિક શોષણની ભોગ બંને છે, આવી જ એક ટોળકીના ઘણા યુવકો ભોગ બન્યા છે. સમાજમાં બદનામી ન થાય તેવા ડરે તેઓ ફરિયાદ કરવા આગળ આવતા નથી, જેને કારણે આવી ટોળકીઓને મોકળું મેદાન મળી જાય છે.

ગુજરાતમાં પણ યુવાનો અને આધેડ ઉમ્મરના પુરુષો આવી ટોળકીઓના ભોગ બન્યાના કિસ્સાઓ સામે આવ્યા છે, જાણો આવા જ કિસ્સાઓ વિશે.

ગુજરાતના એક શહેરના યુવકે સોશિયલ મીડિયા પર સુંદર યુવતીનો ફોટો જોઈ તેને ફોન નંબર આપી દીધો. વિડિયો-કોલ કરી યુવતીએ પોતાનાં કપડાં ઉતારી, યુવકના કપડાં ઊતરાવી તેનો વિડિયો બનાવી ઉતારી લીધો. આ વિડિયોથી બ્લેકમેલ કરી યુવક પાસેથી ટોળકીએ 20 હજાર પડાવી લીધા છતાં બ્લેકમેલ કરવાનું બંધ કર્યું ન હતું.

બિજા એક કિસ્સામાં ખેતી કરતો 28 વર્ષનો યુવક આ જ રીતે યુવતીની વાતમાં ભેરવાયો હતો. તેનો પણ વિડિયો બનાવી ઠગ ટોળકીએ 12500ની રકમ પડાવી હતી. એટલું જ નહીં, સીઆઇડી ક્રાઇમના અધિકારીના નામે ધમકાવી વિડિયો વાઇરલ થશે તો બદનામી થશે એવું કહી પતાવટની વાત કરી, પૈસા પડાવવામાં આવ્યા હતા.

ત્રીજા કિસ્સામાં 58 વર્ષીય ઇલેક્ટ્રિકનો કોન્ટ્રેક્ટર એડલ્ટ વેબસાઇટ પર ચેટિંગ કરવામાં ભેરવાયો હતો. યુવતીએ વિડિયો-કોલ કરી પોતાનાં કપડાં ઉતારી કોન્ટ્રેક્ટરનાં કપડાં ઊતરાવી તેનો વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડની ધમકી આપી રૂપિયા માગ્યા હતા. વિડિયોમાં ચહેરો ન દેખાતાં તેણે રૂપિયા આપ્યા ન હતા. જો તેમનો ચહેરો વિડીયોમાં દેખાયો હોત તો એમણે પણ બદનામ થવાના ડરે પૈસા આપ્યા હોત, આવી ટોળકીઓના હાથે ફસાઈને પછી સમાજમાં અને પરિવારમાં પોતાની આબરૂ બચાવવા પૈસા ગુમાવતાં પડતા હોય છે.

આજકાલ યુવતીઓને ઈન્સ્ટાગ્રામમાં વધારે ફસાવવામાં આવે છે કારણ કે મોટાભાગના યુવક યુવતીઓ ઈન્સ્ટાગ્રામમાં વધારે એકટીવ હોય છે, યુવતીઓનાં આવા કિસ્સાઓની વાત પછી ક્યારેક કરીશું, તમને આ આર્ટીકલ્સ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *