આપણને જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. હવા પછી પાણી આપણી મુખ્ય જરૂરિયાત છે. પાણી વિના જીવન શક્ય નથી. પાણી પીવામાં વપરાય છે. તે ઉપરાંત પાણી નહાવા, કપડાં અને વાસણ ધોવા, રસોઈ બનાવવા અને ઘરની સફાઈમાં પણ વપરાય છે. મિલો અને કારખાનાઓમાં પાણીની જરૂર પડે છે. પાણી વનસ્પતિ સૃષ્ટિ માટે પણ અત્યંત જરૂરી છે. પાણી વિના અનાજ ન પાકે, ફૂલ છોડ ન ઊગે. પશુ-પંખીઓ પણ પાણી વિના ન જીવી શકે. આમ જળ એ જ જીવન છે. પૃથ્વી પર મોટાભાગના જીવો પાણી પર જ નિર્ભર હોય છે.
પાણી માટે આપણે વરસાદ પર આધાર રાખવો પડે છે જે વર્ષે વરસાદ ન પડે. અથવા બહુ ઓછો વરસાદ પડે તે વર્ષે દુકાળ પડે છે. મનુષ્યો પશુ-પક્ષીઓ પાણી વિના ટળવળે છે. અરે કેટલીક વાર તો પાણી વિના પશુ-પક્ષીઓ મરી પણ જાય છે. આપણે જે અનાજ ખાઈએ છીએ એની ખેતી પણ પાણી વડે જ થઈ શકે છે. એટલે પાણી વગર ખેતરોમાં અનાજ પાકતું નથી.
૧) હિંદુ ધર્મમાં પાણીને પવિત્ર માનવામાં આવે છે. શુધ્ધ પાણીથી અનેક બીમારીઓથી બચીએ છીએ, ત્યાં આપણું શરીર અને મન પવિત્ર જળ થી શુધ્ધ થઈ જાય છે.
૨) પુરાણો અનુસાર ધરતી પર પાણીનુ વજન ધરતી કરતા ૧૦ ગણું વધારે છે.
૩) માનવામાં છે કે પાણી હવામાંથી ઉત્પન થયુ છે.
૪) પાણી એ હવાનો એક પ્રકાર છે. પુથ્વી પર જે રીતે પાણી અસિતત્વ ધરાવે છે તે જ રીતે આપણા શરીરમાં લગભગ ૭૦ ટકા પાણી હાજર છે. શરીરમા અને પુથ્વી ઉપર વહેતા બધા પ્રવાહી તત્વો જળ તત્વો છે. પછી ભલે તે પાણી, લોહી, શરીરમા ઉત્પન થતા તમામ પ્રકારના કણો હોય.
૫) આયુર્વેદ મુજબ યોગ્ય પાણી વારસદ છે. ત્યારબાદ ગ્લેસિયર માંથી નીકળવા વાળી નદી, તળાવનુ પાણી, ડારનુ પાણી અને કુવાનુ પાણી. આ બધા પાણીને ઉકાળીને પીવુ જોઈએ.
૬) પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયા ઘણા પ્રકારની છે. શુદ્ધિકરણની ત્રણ મુખ્ય રીતો છે. પ્રથમ ભાવથી, બીજું મંત્ર સાથે અને ત્રીજો તાંબુ અને તુલસીનો છોડ. ભાવથી એટલે કે ભાવનાથી પવિત્ર કરો. જેમ આપણે પાણી માટે સારી લાગણી અનુભવીએ છીએ અને તેને દેવ માનીએ છીએ.
સૌ પ્રથમ દેવતાઓને અર્પણ કરીએ છીએ અને પછી તેને સ્વીકારીએ છીએ એટલે તેના ગુણો અને ધર્મમા શુદ્ધતા રહેલ છે. બીજી રીતે મંત્રથી એટલે કે કોઈ ચોક્કસ મંત્રથી આપણે પાણીને શુદ્ધ કરીએ છીએ. ત્રીજી રીત એ છે કે તાંબાના વાસણમા શુદ્ધ પાણી ભરો અને તેમા તુલસીના પાન મૂકો, તો આ પાણી સંપૂર્ણપણે શુદ્ધ થઈ જશે.
૭) તમે બધા ધર્મોમા પવિત્ર જળ છાંટવાથી લોકોને શુદ્ધ કરવાની પરંપરા જોઈ હશે. હિન્દુ ધર્મમા આરતી અથવા પૂજા પછી દરેકને પવિત્ર જળ છાંટવામા આવે છે જે શાંતિ આપે છે.
૮) જપ કરતી વખતે પવિત્ર જળના મહત્વ ઉપર ધ્યાન આપવામા આવ્યુ છે. આ પાણી તાંબાના વાસણ વાળુ હોય છે. આને જપ કરતા પહેલા લેવામા આવે છે જે મગજ અને હૃદયને શુદ્ધ બનાવે છે. આ પાણી ખૂબ ઓછી માત્રામા લેવામા આવે છે જે ફક્ત હૃદય સુધી પહોંચે છે.
૯) જો પવિત્ર જળને યોગ્ય પદ્ધતિ અને પદ્ધતિથી પીવામા આવે તો તે નિરાશ મનને નિર્મળ બનાવવામા મદદ કરે છે. મનના નિર્મળ થવાથી પાપ ધોવાય જાય તેવુ માનવામા આવે છે. રોગો પાણીને લીધે થાય છે અને વ્યક્તિ પાણીથી જ સ્વસ્થ થાય છે. પાણીથી જ સ્નાન કરવા ઉપરાંત, કુંજલ ક્રિયા, શંખપ્રક્ષાના અને પ્રાણાયામ થાય છે. તેથી પાણીનુ ખૂબ મહત્વ છે.
૧૦) એવુ માનવામા આવે છે કે ગંગામા સ્નાન કરવાથી પાપો દૂર થાય છે. ગંગા નદીનુ પાણી સૌથી પવિત્ર પાણી માનવામા આવે છે. દરેક હિન્દુ તેના પાણી પોતાના ઘરે રાખે છે. ગંગા નદી એ વિશ્વની એકમાત્ર નદી છે જેનુ પાણી ક્યારેય સડતુ નથી. વેદ, પુરાણો, રામાયણ મહાભારત તમામ ધાર્મિક ગ્રંથોમા ગંગાના મહિમાનુ વર્ણન કરેલુ છે.
૧૧) હિન્દુ ધર્મમા બિંદુ સરોવર, નારાયણ સરોવર, પમ્પા સરોવર, પુષ્કર તળાવ અને માનસરોવરનુ પાણી પવિત્ર માનવામા આવે છે. એવુ કહેવામા આવે છે કે આ પાણીથી સ્નાન કરીને તેનુ સેવન કરવાથી તમામ પ્રકારના પાપ ભૂંસાઈ જાય છે અને વ્યક્તિનુ મન નિર્મળ થઈ જાય છે.
૧૨) ભોજન પહેલા પાણીનુ સેવન કરવાનુ શ્રેષ્ઠ માનવામા આવે છે. ભોજનના એક કલાક પછી પાણીનો ઉપયોગ કરવો જોઈએ.
૧૩) પાણી ગાળેલુ હોવુ જોઈએ અને હંમેશા બેસીને પાણી પીવુ જોઈએ. ઉભા રહીને અથવા ચાલતા ચાલતા પાણી પીવાથી મૂત્રાશય અને કિડની ઉપર અસર પડે છે. પાણી ગ્લાસમા ઘુટડે-ઘુટડે પીવુ જોઈએ.
૧૪) જ્યાં પાણી રાખવામા આવે છે તે સ્થાન ઉત્તર-પૂર્વ ખૂણાનુ હોવુ જોઈએ અને સ્વચ્છ હોવો જોઈએ. પાણીની શુદ્ધતા જરૂરી છે. પાણી પીતા સમયે વિચારો અને ભાવ સકારાત્મક હોવા જોઈએ. કારણ કે પાણીમા ઘણા રોગોને દૂર કરવાની ક્ષમતા હોય છે અને પાણી તમારા મૂડ અનુસાર તેના ગુણધર્મોને બદલી શકે છે.