વિશ્વમાં કેટલાક એવા ગામો પણ છે, જે તેના વિચિત્ર કારણથી પ્રખ્યાત છે. કેટલાક સ્વચ્છતા માટે જાણીતા છે, તો કેટલાક તેમની સુંદરતા માટે. પરંતુ આજે અમે એવા કેટલાક ગામો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તેમના વિચિત્ર કારણોના લીધે આખા વિશ્વમાં પ્રખ્યાત છે.
નેપાળનું ‘હોકસે’ ગામ ‘એક કિડની વાળું ગામ’ ના નામથી જાણીતું છે. ત્યાના લગભગ બધા જ વ્યક્તિઓ એક કિડનીથી જ જીવંત છે. કેટલાક લોકોએ તેમની એક કિડની કઢાવીને વેચી દીધી છે. એવું કહેવામાં આવે છે કે માણસના અંગો સાથે છેડછાડ કરવા વાળા આ ગામના લોકોને પૈસાની લાલચ આપી કહે છે કે કીડની પાછી આવી જશે. આ કારણથી જ આ ગામનું નામ ‘કિડની વેલી’ પાડવામાં આવ્યું છે.
નેધરલેન્ડ્સ ના ‘ગીયેર્થુન’ ગામ તેની સુંદરતાની સાથે સાથે એક અલગ કારણથી પણ જાણીતું છે. ખરેખર, આ ગામમાં એક પણ રસ્તો નથી. તેથી જ ત્યાં કોઈ લોકો પાસે ગાડી કે મોટરસાયકલ હોતી નથી. તેની પાછળનું કારણ એ છે કે આ ગામના લોકો પાણીની ઉપર રહે છે. અહીં લોકો ગમે ત્યાં જવા માટે બોટનો ઉપયોગ કરે છે. આ સુંદર ગામમાં ફરવા માટે લોકો મોટી સખ્યામાં આવે છે .
ચીનના ‘તિયાંજુમાં’ એક ગામ છે, જેને ‘કૂંગ-ફુ ગામ’ ના નામથી ઓળખવામાં આવે છે. અહીંના લોકો તેમની કુશળતાને કારણે આખા વિશ્વમાં જાણીતા છે. આ ગામમાં ભાગ્યે જ કોઈ એવું હશે જેને ‘કુંગ ફુ’ આવડતું ન હોય. વિશ્વના બધા દેશના લોકો આ ગામની મુલાકાત માટે આવે છે. કેટલાક લોકો આ ગામમાં આવીને ‘કુંગ ફુ’ શીખે પણ છે.
સ્પેનમાં, ‘જુજકાર’ નામનું એક ગામ છે, જે આખું વાદળી રંગનું છે, એટલે કે દરેકનું ઘર વાદળી રંગનું છે. એવું કહેવામાં આવે છે કે 2011 માં એક થ્રી ડી ફિલ્મ માટે કેટલાક લોકોએ પોતાના ઘરને વાદળી રંગ કર્યો હતો. પછી ધીમે ધીમે ગામના બધા જ લોકોએ તેમના ઘરોને વાદળી રંગના બનાવ્યા હતા.
ઇટલી તેની સુંદરતા માટે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. ત્યાનું એક ગામ છે ‘વિગાનેલા’, જે મિલાન શહેરની એક ઊંડી ખીણની નીચે આવેલું છે. આ ગામ સંપૂર્ણપણે ખીણોથી ભરેલું છે અને એટલું ઊંડું છે કે શિયાળામાં લગભગ ત્રણ મહિના સુધી સૂર્યપ્રકાશ પડતો નથી. તેથી, ગામના કેટલાક ઇજનેરો એ એક મોટો અરીસો બનાવ્યો છે, જેના પ્રતિબિંબથી સૂર્યપ્રકાશના કિરણો ગામ સુધી પહોંચે છે અને આખા ગામને સૂર્યપ્રકાશ મળે છે. તેથી લોકો કહે છે કે આ ગામનો પોતાનો સૂર્ય છે.