શિવજીના શ્રાપને કારણે પાંડવોએ માત્ર દ્વાપર યુગમાં જ નહીં, પણ કળીયુગમાં પણ લીધો હતો જન્મ…

0
375

અર્ધમનો નાશ કરવા દ્વાપર યુગમાં મહાભારત થયું હતું. જેમાં કૌરવો અને પાંડવો વચ્ચે સંઘર્ષ થયો હતો. અંતે સત્યના વિજય માટે શ્રી કૃષ્ણને આવવું પડ્યું. પરંતુ શું તમે જાણો છો કે, દ્વાપર યુગમાં પાંડવો ના મૃત્યુ પછી, તેમણે કળિયુગમાં પુનર્જન્મ લીધો હતો. આ વાતના પુરાવા પૌરાણિક ગ્રંથોમાં પણ જોવા મળે છે.

ભવિષ્ય પુરાણ મુજબ મહાભારત યુદ્ધના અંતે અશ્વત્થામાએ મધ્યરાત્રિએ પાંડવોના તમામ પુત્રોનો વધ કર્યો હતો. અશ્વત્થામાએ આ માટે ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને તેની તલવારથી પાંડવોનો વધ કર્યો. જ્યારે પાંડવોને આ વિશે ખબર પડી, તેઓ આ કાર્યને ભગવાન શિવનો દોષ માની અને તેમની સાથે યુદ્ધ કરવા ગયા. પાંડવો શિવજી પાસે આવ્યાની સાથે જ તેમના બધા શસ્ત્રો શિવજીએ લઈ લીધા.

પાંડવ પુત્રોની ક્રિયાઓથી શિવજી ક્રોધિત થયા. પરંતુ પાંડવો શ્રી કૃષ્ણના ભક્તો હતા, તો પણ ભોળાનાથે તેમને આ જન્મમાં તેમની ક્રિયાઓનું ફળ આપવાને બદલે પુનર્જન્મ લેવાનો શ્રાપ આપ્યો. ભગવાન શિવના શ્રાપ મુજબ, પાંડવોએ કળીયુગમાં પૃથ્વી પર જન્મ લેવો પડશે અને તેમની સજા ભોગવવી પડશે. 

ભવિષ્ય પુરાણ અનુસાર કળીયુગમાં અર્જુનનો જન્મ પરિલોક નામના રાજા તરીકે થયો હતો, જેનું નામ ‘બ્રહ્માનંદ’ હતું. યુધિષ્ઠિર વત્સરાજા નામના રાજાના પુત્ર રૂપે જન્મ્યા હતા. કળીયુગમાં તેનું નામ ‘મલખાન’ હતું. કળિયુગમાં ભીમનો જન્મ ‘વીરન’ નામે થયો હતો. જ્યારે નકુલે ‘કાન્યકુબજ’ રાજા રૂપે જન્મ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here