Homeહેલ્થજો તમારા પગમાં સોજો આવતો હોય તો કરો આ ઉપાય જેનાથી તમને...

જો તમારા પગમાં સોજો આવતો હોય તો કરો આ ઉપાય જેનાથી તમને દવાની પણ જરૂર નહિ પડે.

પગમાં સોજો આવવાની સમસ્યા વારંવાર થતી હોય અને તેની સાથે દુખાવો કે કોઈ અન્ય શારીરિક સમસ્યા ન હોય તો કેટલીક દેશી પદ્ધતિઓ દ્વારા દવા વગર તેને મટાડી શકાય છે. ઘણી વખત મહિલાઓને પગમા સોજો આવવાની સમસ્યા થાય છે. પગમા કોઈ દુખાવો થતો નથી પરંતુ સોજોને કારણે ઘણી સમસ્યાઓ થાય છે. જો કોઈ તબીબી કારણ નથી અને કિડની અને યકૃત રોગનુ કોઈ જોખમ નથી તો પછી થઈ શકે કે તમારા ખાવાની અથવા ચાલવાની ટેવને કારણે થઈ શકે છે.

જો તમે પણ પગમા બિનજરૂરી સોજોથી પરેશાન છો તો પછી કેટલાક ઘરેલુ ઉપાયોની મદદથી તમે આ સમસ્યાને ઠીક કરી શકો છો. આવુ એટલા માટે થાય છે કારણ કે શરીરનું પ્રવાહી શરીરની પેશીઓમા ભરાઈ જાય છે. આ સ્થિતિને એડીમા કહેવામા આવે છે. જો કે તે જાતે જ મટી જાય છે પરંતુ જો તમે ઇચ્છો તો તમે કેટલાક ઘરેલુ ઉપાયોની મદદ લઈ શકો છો.

૧) દિવસમાં ૮-૧૦ ગ્લાસ પાણી પીવો :- આવુ ઘણી વખત થાય છે કે આપણે પાણીના સેવનની કાળજી લઈ શકતા નથી. જો શરીરમા પાણીની તંગી હોય તો તે પગના સોજો પર પણ અસર કરશે. જો તમે હાઇડ્રેટેડ રહેશો તો પછી તમારા શરીરમા પ્રવાહીનુ સ્તર પણ યોગ્ય રહેશે. આનથી સોજો ઓછો થઈ જશે. શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતા પ્રમાણમા પાણી પીવુ જરૂરી છે.

૨) કમ્પ્રેશન મોજાની મદદ લો :- કસરત કરતી વખતે અથવા લાંબા સમય સુધી શારીરિક કાર્ય જેમ કે ચાલવુ, ઓફિસ જવુ, મુસાફરી કરવી વગેરે માટે તમારે કમ્પ્રેશન સોક્સ લેવા જોઈએ. આ કોઈપણ મેડિકલ સ્ટોર, સ્પોર્ટ્સ સ્ટોર અથવા ઓનલાઇન મળી શકે છે. આ મોજા તમારા રક્ત પરિભ્રમણને ઠીક કરે છે. તેઓ પગ અને પગની ઘૂંટીઓ પર પૂરતુ દબાણ લાવે છે જેથી લોહીનો પ્રવાહ હૃદય સુધી પહોંચે.

૩) સિંધવ મીઠુ વાપરો :- ઉપવાસમા ખાવાનુ સિંધા મીઠાની મદદથી બનાવવામા આવે છે. પરંતુ તમને ખબર નહી હોય કે સિંધા મીઠાનો ઉપયોગ સ્નાયુઓના દુખાવાને ઓછા કરવા માટે પણ થઈ શકે છે. એપ્સમ મીઠુ અથવા સિંધા મીઠામા જાજી માત્રામા મેગ્નેશિયમ અને સલ્ફેટ હોય છે જેથી તે પગના સોજોને ઓછો કરે છે.

એક સંશોધનમા જાણવા મળ્યુ છે કે જો તમે ૧૫-૨૦ મિનિટ સુધી એપ્સમ મીઠાના પાણીમા પગ મૂકી આરામ કરો છો તો તે શરીરને આરામ કરશે તેમજ સોજો વગેરે ઘટાડશે. જો બાથ ટબ ન હોય તો ડોલમા નવશેકુ પાણી ભરીને તેમા સિધુ મીઠું ઉમેરો અને તમારા પગને થોડીવાર માટે ડુબાડીને રાખો.

૪) પગને ઉપર કરીને સૂઈ જાઓ :- અહી અમારો અર્થ પગને ઉંચકવાનો છે. તમે તમારા પગને ઓશીકુ અથવા ટેબલ પર મૂકો. સૂવાના સમયે પણ આવુ કરો અને તેનાથી પગમા સોજો ઓછો થશે. જો તમે ગર્ભવતી હોવ તો પણ આ પદ્ધતિ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તમે સૂતા સમયે સુખી સહજ અનુભવતા નથી તો દર ૪ કલાકે ૨૦ મિનિટ તમે આ સ્થિતિમા રહો.

૫) વજન ઓછુ કરો :- કેટલીકવાર વજનમા વધારો થવાને કારણે રક્ત પરિભ્રમણમા ઘટાડો થાય છે અને તેનાથી શરીરના નીચલા ભાગમા સોજો આવે છે. તેનાથી પગ પર વધુ દબાણ આવે છે. તેથી વજન ઘટાડવુ એ ખૂબ સારી પદ્ધતિ સાબિત થઈ શકે છે.

૬) પગનો મસાજ કરો :– જો પગમા વધુ સોજો આવે છે તો સતત માલિશ કરવુ યોગ્ય સાબિત થઈ શકે છે. તમારા પગને રિલેક્સ મોડમા રાખો અને આવશ્યક તેલની મદદથી માલિશ કરો. આનાથી પગનો સોજો ઓછો થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments