પાઈનેપલ એક એવું ફળ છે જેનો ખાટો-મીઠો સ્વાદ એકદમ તાજગી આપતો હોય છે. આ સાથે પાઈનેપલ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. રોગપ્રતિકારક શક્તિને યોગ્ય રાખવા માટે અને હાડકાંને મજબૂત રાખવામાં પાઈનેપલ ખુબજ ઉપયોગી છે. અવારનવાર પાઈનેપલ ખાધા પછી લોકો તેની છાલ ફેંકી દે છે. પરંતુ જો તમે ઇચ્છો તો તમે આ છાલથી ત્વચાને શુદ્ધ પણ કરી શકો છો. પાઈનેપલ ની છાલમાં પુષ્કળ પોષણ હોય છે. વિટામિન સી, મેગ્નેશિયમ થી સમૃદ્ધ તેની છાલ ત્વચાને ફાયદો પણ કરી શકે છે. તો ચાલો જાણીએ કે પાઈનેપલ ની છાલ માંથી કેવી રીતે આપણે બોડી સ્ક્રબ બનાવી શકીએ.
પાઈનેપ ની છાલનું સ્ક્રબ બનાવવા માટે અડધો કપ ખાંડ અને ગુલાબજળ સાથે થોડી પાઈનેપલ ની છાલ લો. આ બધું મિક્ષ કરીને સરળતાથી સ્ક્રબ બનાવી શકાય છે.
સ્ક્રબ બનવાની રીત :- પાઈનેપલ ની છાલ લો અને તેને મીક્ષરમાં ગ્રાઇન્ડ કરો. પછી તેને એક બાઉલમાં કાઢો. હવે તેમાં ખાંડ અને ગુલાબજળ ઉમેરો. ત્રણેયને મિક્સ કરી પેસ્ટ બનાવો. હવે ચહેરા ને પાણીથી ધોયા પછી હળવા હાથથી બનેલા સ્ક્રબથી શરીરની માલિશ કરો.
થોડા સમય પછી શરીરને પાણીથી ધોઈ લો. પાઈનેપલ ની છાલથી બનેલું આ સ્ક્રબ શરીરને અંદર સુધી એક્સફોલીએટ કરે છે. આ ઉપરાંત કુદરતી ગુણધર્મોવાળું આ સ્ક્રબ ખુબજ ફાયદાકારક પણ છે.
ફાયદા :– શરીર પર ઘણા પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરીને અને ઘણા પ્રકારના કપડા પહેરીને શરીર પર તેમના નિશાન થઇ જાય છે. તેની સાથે ફોલ્લીઓ પણ થાય છે. પાઈનેપલ નું સ્ક્રબ શરીર પરની આ ફોલ્લીઓને દૂર કરવામાં ઘણી મદદ કરે છે. આની મદદથી કાળા ધબ્બા દુર થાય છે અને મૃત ત્વચા પણ દૂર થાય છે. સારા પરિણામો માટે અઠવાડિયામાં બે વાર આ સ્ક્રબનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે.
પાઈનેપલ ખાવાથી તો ઘણાબધા ફાયદા થાય જ છે અને આ ઉપરાંત તે ત્વચા માટે પણ ઉપયોગી છે. પાઈનેપલ નો રસ ત્વચાને ચમક આપે છે. આ ઉપરાંત પાઈનેપલ આપણા નખ પણ મજબુત થાય છે.