Homeધાર્મિકપાંડવ ગુફા: મહાભારતકાળમાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન અહીં ભીમે એક જ રાતમાં આ...

પાંડવ ગુફા: મહાભારતકાળમાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન અહીં ભીમે એક જ રાતમાં આ ભીતબારી બનાવી હતી

મહાભારતકાળની પાંડવોની ગુફા અને ભીમે બનાવેલી દીવાલને નિહાળવા માટે હજારો પ્રવાસીઓ અહીં આવે છે. ગુફાની અંદર માણસ હરીફરી શકે એટલી જગ્યા છે. ડાંગમાં પાંડવો અજ્ઞાતવાસમાં રહ્યા તે પાંડવગુફાના નામે ગામનું નામ ‘પાંડવા’ પડ્યું હતું.

પાંડવ ગુફા અને ભીંતબારી જોવા પ્રવાસી આવે છે, ડાંગ જિલ્લાનાં આહવાથી પાંડવા ગામ 21 કિલોમીટરના અંતરે આહવાથી ચીચલી જતા રોડ પર પૂર્વ પટ્ટીના ડુંગરોની તળેટીમાં વસેલું છે. ભીમે બે પર્વતોને જોડતી પથ્થરની શિલાઓની દીવાલ બનાવેલી છે જે લગભગ 300 ફૂચ ઊંચી છે.

ડાંગ જિલ્લાનાં આહવાથી પાંડવા ગામ 21 કિલોમીટરના અંતરે આહવાથી ચીચલી રોડ પર પૂર્વ પટ્ટીના ડુંગરોની તળેટીમાં ગામ વસેલું છે. પ્રખ્યાત ડોન ડુંગર હીલ્સ સ્ટેશન અહિંથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે. તેમજ રામાયણ કાળનું અંજનીકુડ તેમજ અટાળાધામ પણ આજુબાજુમાં જ આવ્યાં છે. ગામ ઉપર બાહુબલી ભીમે બનાવેલી બે પર્વતોને જોડતી ભીતબારી(દીવાલ) આવેલી છે. જે પથ્થરની શિલાઓથી બનાવાઈ છે. જેની ઊંચાઈ આંશરે 300 ફુટ જેટલી છે.

લોકોના જણાવ્યાં પ્રમાણે મહાભારતકાળમાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન અહીં વાસ કર્યો હતો અને કોઈક કારણોસર ભીમે એક જ રાતમાં આ ભીતબારી બનાવી હોવાની લોક વાયકા છે. પાંડવા ગામનું નામ પાંડવ ગુફા પરથી પડ્યું હોવાની લોકવાયકા છે.

ગામનાં ઉપરનાં ભાગે ડુંગર પર જંગલના ઝરણામાં પાંડવોની ગુફા આવેલી છે. જેમાં અગ્યાતવાસ દરમ્યાન પાંડવો રહેતાં હતાં. ગુફામાં હજુ પણ પાંડવોએ બનાવેલાં માટી પથ્થર માથી બનનાવેલી કોઠીઓ છે. ગુફામાં હાથની કોણી પર ચાલીને અંદર જવાય છે. સ્થાનીકોનાં જણાવ્યાં પ્રમાણે ગુફાની અંદર પાંડવોના રૂમ છે. તેમજ પાંડવ તળાવ પણ આવેલો છે.

પાંડુરોગના નિદાન માટે સ્થાનિકો આ પાંડવ તળાવનું પાણી ઊપયોગમાં લે છે. ડુંગરદેવની પુજા-વિધિ માટે ગ્રામજનો આ પાંડવ ગુફાની પુજા-અર્ચનાં કરે છે. એક સમયે આ ગુફામાં સફેદ વાઘનો વાસો હતો. જે ત્યાં જતાં લોકોને નુકશાન પહોચાડતો ન હતો. મહાભારતકાળનાં પાંડવોની પાંડવ ગુફાને નિહાળવાં માટે રોજ હજ્જારો પ્રવાસીઓ તેની મુલાકાત કરે છે. પાંડવા ગામમાં 60 જેટલાં ઘરો છે, જેની વસ્તી 500થી વધુ છે.

મહાભારતકાળની પાંડવોની ગુફા અને ભીમે બનાવેલી દીવાલને નિહાળવા માટે હજારો પ્રવાસીઓ અહીં આવે છે. ગુફાની અંદર માણસ હરીફરી શકે એટલી જગ્યા છે. પૂર્વજોનાં જણાવ્યાં પ્રમાણે પાંડવ ગુફાનાં નામ પરથી ગામનું નામ પાંડવા પડ્યું છે.

વર્ષો પહેલાં ગુફાની અંદર આવેલાં પાંડવોનાં રૂમ સહીસલામત હતાં જે હવે તૂટી ગયાં છે. જેની અંદર ગયાં બાદ માણસ ઊભો રહીને આરામથી હરીફરી શકે એટલી જગ્યા છે. ડુંગર દેવની પુજા વખતે દેવ અંદર પ્રવેશી બીજા દરવાજામાંથી બહાર આવે છે.

ગુફા સુધી જવા માટે કોઈ રસ્તો નથી, પાંડવ ગુફામાં જવા માટે પાંડવા તેમજ જવતાળાથી પણ જવાય છે, પરંતુ બન્ને જગ્યાએથી જવા માટે રસ્તો નથી. રસ્તો બનાવવા માટે છેલ્લા પાંચ વર્ષથી વન વિભાગ અને માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરવામાં આવે છે. માજી વન મંત્રી ડાંગની મુલાકાતે આવ્યાં હતાં તે દરમ્યાન પણ સ્થાનિક લોકોએ રસ્તા બાબતે રજૂઆત કરી હતી. તેઓએ જણાવ્યુ હતું કે, રસ્તાની ગ્રાન્ટ મંજુર જ છે. જોકે રસ્તો હજુ બન્યો નથી. પ્રવાસીઓ જીવનાં જોખમે પાંડવ ગુફાની મુલાકાત લઈ રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments