નવરાત્રી એટલે માં અંબાની ભક્તિના દિવસો, આ દિવસોમાં ભક્તો પરમ ભક્તિ થી માતાની આરાધના કરતા હોય છે ત્યારે વલસાડ જીલ્લાના અતુલમાં આવેલ પારનેરાનાં ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજીના દર્શન માટે ભક્તોની ઘણી ભીડ જામે છે, પેશ્વાના જમાનાના કિલ્લા પર આવેલી ચામુંડા માતાજી ની વિશ્વની એકમાત્ર ત્રીમુખી પ્રતિમા છે , જેમાં ચંદ્રિકા, નવ દુર્ગા અને મહાકાલી માતાનાં દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે.
વલસાડ શહેરથી માત્ર 8 કિલોમીટર દુર નેશનલ હાઈવે નજીક પારનેરાનાં ડુંગર પર આવેલા કિલ્લામાં બિરાજમાન દેવી ચંદ્રિકા, નવ દુર્ગા અને મહાકાળી માતાની સ્થાપના થઈ છે. પેશ્વા સમયનાં આ કીલ્લામાં ચામુંડા માતાની વિશ્વની એકમાત્ર ત્રીમુખી પ્રતીમાના ભક્તો દર્શન કરે છે. નવરાત્રીમાં ભક્તોની ભીડ જામી હોય છે. શક્તિ સ્વરુપા મા ચામુંડા ઉંચા ડુંગર પર બિરાજે છે અને ભક્તો પણ માના દર્શન માટે આકરો પથ પાર કરી આ ધામમાં પહોંચે છે. લગભગ 1000 પગથિયા ચડતા ચડતા સૌના મુખ પર રમતુ રહે છે માતાનું નામ. નાના મોટા કે વૃદ્ધ તમામ ભક્તો માટે મંદિર ટ્રસ્ટે ખાસ સુવિધાઓ ઉભી કરી છે.
આ સ્થાનકમાં શિતળા માતા અને હનુમાનજીનું મંદિર આવેલું છે. તો કિલ્લાની દક્ષિણે પથ્થરની ગુફામાં મહાકાળી માતાનું સ્થાનક છે. આ બે મંદિરોની વચ્ચે વાવ આવેલી છે. આસોસુદ આઠમના દિવસે અહીં ભરાતા મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને ઉમટી પડે છે. આ દિવસે પારનેરા ગામના તથા ચીચવાડા ગામના લોકો ઘરૈયા રમવા ડુંગર ઉપર જાય છે. આ ઘરૈયાઓનું મહત્વ પણ અનેરું છે. એક માન્યતા પ્રમાણે માતાજી નાં મંદિર માં નવરાત્રી દરમ્યાન ગરબો રમવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી થાય છે. નવરાત્રી દરમ્યાન અહીં આઠમ નો મેળો ભરાઈ છે અને 3 લાખ જેટલા લોકો આ મેળા માં ભાગ લે છે એની તમામ વ્યવસ્થા ટ્રસ્ટ અને સરકારી તંત્ર દ્વારા રખાઈ છે.
પારનેરાનાં આ ડુંગર પર શિવાજી મહારાજનો પણ ઐતિહાસિક કિલ્લો આવેલો છે, જેનાં અવશેષો આજે પણ અહિં જોવા મળે છે. આ કિલ્લા સિવાય પેશ્વા સમયની ઐતિહાસિક 3 વાવ પણ આવેલી છે. બંને માતાજી ના મંદિરોમાં સવારે અને સાંજે આરતી થાય છે, રાજ્યભરમાંથી પઘારતા ભક્તોએ ભલે આકરો પથ પાર કર્યો હોય પણ આરતીમાં ઉપસ્થિત રહી એ અલોકિક ઊર્જાનો સંચાર અનુભવે છે.
પારનેરા ડુંગર ઉપર કિલ્લો ધરમપુરના હિન્દુ રાજાએ પંદરમી સદી પહેલા બનાવ્યો હતો.એ જ રાજા ત્યાં રાજ્ય કરતા હતા પરંતુ ઈ.સ. ૧૪૫૯ થી ૧૫૧૧ સુધી મહમદ બેગટાએ આ કિલ્લાને પોતાના કબ્જામાં રાખ્યો હતો તે અમદાવાદથી રાજ કરતા હતા આ રાજાના બેદયાનપણાને લીધે આ કિલ્લો લુટારાઓના હાથમાં જતો રહ્યો.ત્યારબાદ પોર્ટુંગીઝ લેખકોના જણાવ્યા અનુસાર પારનેરા પર ૧૫૫૮ અને ૧૫૬૮ એમ બે વાર દમણથી આવેલા પોર્ટુંગીઓએ કબ્જો જમાવ્યો અને કિલ્લાને નુકશાન કર્યું હતું ત્યાર પછી એક સદી કરતા પણ વધુ સમય સુધી તેને ખરાબ હાલતમાં છોડી દેવામાં આવ્યો હતો.
ઈ.સ.૧૬૭૬ ના એપ્રિલ માસમાં શિવાજીના સેનાપતિઓમાનો એક મોરો પંડિતે પોતાના તાબામાં લઈ કિલ્લાનું પુનઃ નિર્માણ કર્યું લગભગ એક સદી સુધી (૧૦૦ વર્ષ) પારનેરા મરાઠાઓના તાબા (કબજા) માં રહ્યું.
ઈ.સ.૧૭૮૦ માં લેક્ટનન્ટ વેલ્સની સૈનિક ટુકડીએ તેનો કબજો લીધો પહેલો પીંઢારાઓની રેડ સામે રક્ષણ મેળવવા માટે એક મીલટરી પાર્ટીને તેનો કબજો આપવામાં આવ્યો પણ ઓગણસમી સદીની શરૂઆતમાં સૈનિકોની ટુકડી દૂર કરવામાં આવી અને ૧૮૫૭ ના બળવામાં આ કિલ્લો ફરી તોડી પાડવામાં આવ્યો.પારનેરા ડુંગરના ટોચ પર ખંડિત થયેલા કિલ્લાના અવશેષો હજુપણ દેખાય આવે છે.
પારનેરા ડુંગર પર હાલમાં કિલ્લાના વિસ્તારમાં બે પ્રાચીન મંદિરો અને એક પીર છે.કિલ્લાના ઉત્તર દિશામાં ત્રણ દેવીમાના મંદિર માં ચંદિકા,માં અંબિકા.માં નવદુર્ગાની ત્રિમુખી મુર્તિ છે.બાજુમાં શિતળામાં અને સામે હનુમાનજીનું મંદિર આવેલું છે.કિલ્લાના દક્ષિણે પથ્થરની ગુફામાં મહાકાળી માતાનું સ્થાનક છે.આ બે મંદિરોના વચ્ચે પાણીની વાવ આવેલી છે.આસોસુદ આઠમના દિવસે અહીં મેળો ભરાય છે.લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને ઉમટી પડે છે.આ દિવસે પારનેરા ગામના તથા ચીચવાડા ગામના લોકો ઘરૈયા રમાવા ડુંગર ઉપર જાય છે. આ ઘરૈયાઓનું મહત્વ પણ અનેરું છે.
માના આ ધામમાં ભક્તો વિવિધ રીતે પોતાની આસ્થાની સાબિતી આપતા હોય છે. કોઈક પગ પાડા ઘરેથી નીકળે તો કોક દરેક પગથિયે સાથિયો પુરે છે. કોઈક દરેક પગથીયે ફૂલ મૂકે છે તો કોઈક વિવિધ પ્રસાદ કે થાળ ચઢાવે છે.
ઇતિહાસ માં ડોક્યું કરીયે તો આ મંદિરનો ઇતિહાસ પણ અનેરો છે. શિવાજી જયારે સુરત માં લૂંટ ચલાવી ફરી મહારાષ્ટ્ર તરફ જઈ રહયા હતા ત્યારે અહીં પારનેરા ડુંગર પર રોકાયા હતા અને માતાજી ની ભક્તિ માં લીન થયા હતા. કહેવાય છે કે આ દરમિયાન શિવાજી પર હુમલાનો પ્રયાસ થતા માએ તેમને સંકેત આપ્યો. આ ચમત્કારથી જ શિવાજી પોતાનો જીવ બચાવી શક્યા હતા. તો આમ મા ચામુંડાની કૃપાથી પ્રાચીન કાળથી માંડીને આજ સુધી અસંખ્ય ભક્તોની માનતા પૂરી થઈ છે.