Homeહેલ્થશું તમને પણ પગના તળિયામાં બળતરા થાય છે, તો અપનાવો આ ઘરેલું...

શું તમને પણ પગના તળિયામાં બળતરા થાય છે, તો અપનાવો આ ઘરેલું ઉપાય, જે તરત જ આપશે રાહત…

ઘણીવાર આપણને હાથ અને પગના તળિયામાં બળતરા થાય છે. ઉનાળામાં આ સમસ્યા વધારે થાય છે. અતિશય થાકને લીધે પણ પગના તળિયામાં બળતરા થાય છે. શરીરમાં પાણીનો અભાવ અથવા લોહીનું અપૂરતું પરિભ્રમણ અથવા વધુ પડતા આલ્કોહોલનું સેવન કરવાથી પણ પગના તળિયા અને હથેળીમાં આ સમસ્યા થાય છે. પગના તળિયામાં થતી બળતરા દૂર કરવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય કરી શકો છો, જેનાથી તમને તરત જ રાહત મળશે.

લોકો લાંબા સમયથી મહેંદીનો ઉપયોગ વાળ માટે કરે છે. મહેંદીમાં ઠંડકના ગુણધર્મો હોય છે. જો પગના તળિયામાં બળતરા થતી હોય, તો મહેંદીના પાનને પીસી લો અને તેની પેસ્ટ બનાવો અને તે પેસ્ટને પગના તળિયા પર લગાવો, તેનાથી હાથ-પગના તળિયામાં થતી બળતરા મટી જશે. તેમજ થાક પણ દૂર થશે.

વરિયાળીની તાસીર પણ ઠંડી હોય છે, તેથી લોકો ઉનાળામાં તેનો વધુ ઉપયોગ કરે છે. પગ અને હાથના તળિયામાં બળતરાથી રાહત મળે તે માટે વરિયાળી, આખા ધાણા અને ખાંડને સરખા પ્રમાણમાં લઈ પીસી લો અને તેનો પાવડર બનાવી લો. હવે દરરોજ એક ચમચી આ ચુર્ણ લો, તમને થોડા જ દિવસોમાં રાહત મળશે.

સવારે ચાલવું એ શરીર માટે ખુબ જ સારું છે. દરરોજ સવારે ઉઘાડા પગે લીલા ઘાસ પર ચાલવું જોઈએ. આ રક્ત પરિભ્રમણને યોગ્ય બનાવે છે. તે પગમાં થતી બળતરાની સમસ્યામાં પણ રાહત આપે છે.

જો તમને ખુબ જ થાક લાગે છે અને પગમાં બળતરા થાય છે, તો નારિયેળ તેલ અથવા ઓલિવ ઓઇલથી પગમાં માલિશ કરો. આનાથી રક્ત પરિભ્રમણ યોય રીતે થશે અને બળતરાની સમસ્યામાં પણ રાહત મળશે. પગના તળિયામાં નાળિયેર તેલ અથવા ઓલિવ તેલથી માલિશ કરવાથી ઉંઘ પણ સારી આવે છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments