જીવન દર્શનના જ્ઞાતા ચાણક્યની નીતિઓ વિશે એવુ કહેવામા આવે છે કે જે વ્યક્તિ જીવનમા નીતિઓનુ પાલન કરે છે તેને ક્યારેય પસ્તાવાનો વારો આવતો નથી. આચાર્ય ચાણક્યએ નીતિઓમા જણાવ્યુ છે કે માણસે પોતાનુ જીવન કેવી રીતે જીવવુ જોઈએ. જીવનમાં ઉતાર ચઢાવ સામાન્ય છે. પરંતુ આ સંજોગોમા ચાણક્ય નીતિનુ પાલન કરનાર વ્યક્તિ ક્યારેય નિષ્ફળ થતો નથી.
તંદુરસ્ત શરીર માટે દિવસમા ૭ થી ૮ ગ્લાસ પાણી પીવુ જોઈએ. પરંતુ ચાણક્યએ એક શ્લોક દ્વારા જણાવે છે કે દિવસના કયા સમયે પાણી પીવુ યોગ્ય છે અને કયા સમયે પાણીનુ સેવન ઝેર સમાન છે. ચાલો અમે તમને જણાવીએ કે દિવસના કયા સમયે વ્યક્તિએ પાણી પીવાનુ ટાળવુ જોઈએ અને શા માટે?
अर्जीणे भेषजं वारि जीर्णे वारि बलप्रदम्।
भोजने चामृतं वारि भोजनान्ते विषप्रदम्।।
ચાણક્ય નીતિના આઠમા અધ્યાયના સાતમા શ્લોકમા વર્ણન છે કે ભોજન કર્યા પછી તરત જ પાણી પીવાનુ ટાળવુ જોઈએ. આ દરમિયાન જે વ્યક્તિ પાણીનુ સેવન કરે છે તે ઝેર પીવા જેવુ છે. એવુ કહેવામા આવે છે કે ખોરાકનુ પાચન કર્યા પછી જ પાણીનુ સેવન કરવુ શ્રેષ્ઠ છે. આનો અર્થ એ છે કે ખોરાક ખાધાના ૧ થી ૨ કલાક પછી જ પાણી પીવુ એ શરીર માટે સારુ માનવામા આવે છે.
ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવાથી ખોરાકને પચવામા મુશ્કેલી થાય છે જેના કારણે વ્યક્તિને પેટ સંબંધી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ખોરાક સંપૂર્ણ રીતે પચ્યા પછી પાણીનું સેવન અમૃત જેવુ છે. તે શરીરને શક્તિ આપે છે અને પાચન તંત્રને સ્વસ્થ રાખે છે. જે વ્યક્તિ આ નીતિનુ પાલન કરે છે તે આજીવન તંદુરસ્ત રહે છે અને તેને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.