સ્વસ્થ રહેવા માટે વધારે પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. ઓછા પ્રમાણમાં પાણી પીવાથી ગંભીર બીમારીઓ થઈ શકે છે. શરીરમાં પાણી ઓછુ થવાના કારણે તેની અસર સ્વાસ્થ્ય ઉપર પણ થવા લાગે છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી રોગોથી બચી શકાય છે. સ્વસ્થ રહેવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ.
ઓછુ પાણી પીવાથી તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. ઓછું પાણી પીવાથી યાદશક્તિ ઓછી થવા લાગે છે. ઓછા પ્રમાણમાં પાણી પીવાથી માનસિક સમસ્યાઓ વધતી જાય છે .
ઓછા પ્રમાણમાં પાણી પીવાથી કિડની પર પણ તેની અસર થઇ શકે છે. કિડનીમાં સમસ્યા આવવાથી સ્વાસ્થ્ય પર વધારે અસર થાય છે. સ્વસ્થ રહેવા માટે કીડની ની યોગ્ય સંભાળ રાખવી જરૂરી છે.
ઓછું પાણી પીવાથી પથરીની સમસ્યા થાય છે. પથરીની સમસ્યાથી બચવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. શરીરમાં પાણી ઓછુ હોવાને લીધે સ્વાસ્થ્ય ઉપર તેની અસર થવા લાગે છે. પથરીના દર્દીઓને વધારે પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
પાણી ઓછા પ્રમાણમાં પીવાથી શરીરમાં લોહીની માત્રા પણ ઓછી થવા લાગે છે. જ્યારે શરીરમાં લોહીની માત્રા ઘટવા લાગે છે, ત્યારે વિવિધ પ્રકારની સમસ્યાઓ ઉભી થાય છે. સ્વસ્થ રહેવા માટે વધારે પાણી પીવું જોઈએ.
શરીરમાં પાણી ઓછુ હોવાના કારણે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકાતું નથી. બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેવાથી કેટલીય સમસ્યાઓનો સામનો કરી શકાય છે. બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે પૂરતું પાણી પીવું જરુરી છે .
સ્વસ્થ રહેવા માટે લોહીમાં ઓક્સીજનનું પ્રમાણ ઘટવું જોઈએ નહિ. ઓક્સિજનનું પ્રમાણ ઓછુ હોવાથી ઘણી સમસ્યા થાય છે. પૂરતા પ્રમાણમાં પાણી ન પીવાથી લોહીમાં ઓક્સીજનનું પ્રમાણ ઘટતું જાય છે .
શરીરમાં પાણીનું પ્રમાણ ઓછુ હોવાના કારણે આપણને સારી ઊંઘ આવતી નથી. સારી ઊંઘ ન આવવાથી પણ ઘણી સમસ્યાઓ ઉભી થઇ શકે છે.
ઓછા પ્રમાણમાં પાણી પીવાથી પાચનતંત્રને નુકશાન થાય છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે. જો યોગ્ય પાચન ન થાય તો ઘણી સમસ્યા થઇ શકે છે.
ડિહાઇડ્રેશન ત્વચાની સમસ્યાઓનું કારણ બની શકે છે. ત્વચાને સ્વસ્થ રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ.